આજથી પચાસેક વર્ષ પહેલાં સ્વર્ગસ્થબાસુ ચેટરજીએ એક ક્યૂટ ફિલ્મ બનાવેલી પિયા કા ઘર. મરાઠી ફિલ્મ મુંબઈચા જાવઈ (મુંબઈનો જમાઈ) પરથી બનેલી આ રાહી હું એક નવો ફિલ્મમાં નવાં નવાં પરણેલાં માલતી અને રામ (જયા ભાદુરી-અનિલ ધવન) સંયુક્ત કુટુંબમાં એકાંત માટે તલસે છે, રીતસરનાં સ્ટ્રગલ કરે છે. મુંબઈના પાંચ મજલી માળાના એક રૂમ-રસોડામાં રામ એનાં માતા-પિતા, મોટાં ભાઈ-ભાભી સાથે રહે છે. ઉત્તર ભારતના કોઈ ગામના વિશાળ, મોકળાશવાળા ઘરેથી અલબેલી નગરી મુંબઈ વિશે જાતજાતની કલ્પનાનું ભાથું બાંધીને સાસરે આવેલી માલતી મુંબઈની ચાલ જોઈને દિગ્મૂઢ બની જાય છે. પાર્ટિશન કરીને બનાવેલા કામચલાઉ બેડરૂમમાંથી રાતે જરાસરખો અવાજ થાય તો પાર્ટિશનની પેલી બાજુથી બધા ખીખીખીં કરીને હસવા માંડે. એકાંતનો મેળ ન પડતાં રામ એક દિવસ માલતીને મુંબઈદર્શન કરાવવા લઈ જાય છે. હરીફરીને પછી હોટેલ રૂમમાં ચેક-ઈન કરે છે..
પછી શું થાય છે એની કથા લંબાવવાનો ઈરાદો નથી, કેમ કે પિયા કા ઘર આપણો વિષય નથી. વિષય છેઃ મુંબઈ-દિલ્હી જેવાં દેશનાં મહાનગરોમાં પરણેલાં તથા પ્રેમી યુગલોની એકાંતની સમસ્યા. અલબત્ત, આ સમસ્યા આજની નવી છે એવું નથી, પણ છેલ્લા થોડા સમયથી આ સમસ્યાને મૉડર્ન ટચ મળ્યો છે. કહો કે મોબાઈલ ફોનને કારણે સમસ્યા વકરી ગઈ છે. કોઈને કદાચ નવાઈ લાગે કે પ્રાઈવસી અને મોબાઈલ ફોનને શું લેવાદેવા, તો આ વાંચોઃ
એક સમય હતો જ્યારે પ્રેમી યુગલને બગીચાના ખૂણામાં બેસીને અમુક ટાઈપની હરકત કરતાં કોઈ ઓળખીતું જોઈ જતું તો એની વાતો થતી: ‘આજે મેં પેલી બીજા માળવાળી શોભનાને ભોંયતળિયાની કૉર્નરવાળી રૂમમાં રહેતા પ્રકાશ સાથે માણેકચંદ પાર્કમાં જોઈ.’ અમુક લોકો એ પંચાતિયાની વાત માનતા તો અમુક બેનિફિટ ઑફ ડાઉટ આપતા ને વાત ભુલાઈ જતી.
આજે પ્રકાશ-શોભના મોબાઈલ ફોનમાં ઝડપાઈ જાય છે, એમના વિડિયો બની જાય છે અને યુગલને કંઈ સમજાય એ પહેલાં તો ચેપી રોગની જેમ એ વિડિયો હજારોના મોબાઈલમાં ફેલાવા માંડે છે, વાઈરલ થઈ જાય છે. પેલો પંચાતિયો હવે સગર્વ કહી શકે છે: ‘મારી પાસે પ્રૂફ છે.
ગયા મહિને દિલ્હીની મેટ્રોમાં એક કપલ એકમેકના હાથ ઝાલીને ઊભું હતું ત્યારે સીટ પર બેઠેલાં બે આન્ટીએ એમને ઘઘલાવતાં કહ્યું કે જાહેર જગ્યાએ જરાં સખણાં રહેતાં હો તો? લગીરે શરમ નથી આ લોકોને.. એમની દખલઅંદાજીથી રોષે ભરાયેલાં કપલે સામા જવાબ આપ્યા એનો વિડિયો વાઈરલ થયો.
هذه القصة مأخوذة من طبعة August 14, 2023 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة August 14, 2023 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.