શ્રાવણ માસ હોવાથી અમિતે વાળ કપાવ્યા નહોતા. વાળ વધારી માથે નાનકડી પોનીટેલ બાંધી દીધેલી, એ જોઈ ગીતાબહેન બગડ્યાં ‘આ શું છોકરીઓની માફક વાળની પોની બાંધી. આવું કંઈ શોભે? વાળ વધી ગયા છે તે કપાવી આવ.'
‘ફૂલ, મૉમ. આ પણ એક સ્ટાઈલ છે. જુઓને, કેટલી ગરમી છે એટલે બાંધી દીધા. કાલે હેર કટ કરાવી આવીશ, બસ.'
‘હમ્.. લેટેસ્ટ સ્ટાઈલમાં કપાવજે. મારા પાર્લરમાં હેર કટ માટે જે આવે એને ફેસ પ્રમાણે કેવી સ્ટાઈલ સૂટ થાય એ હું સજેસ્ટ કરું.’ આશીએ સૂચન આપ્યું.
અમિત હંમેશાં જ્યાં વાળ કપાવતો હતો એ બબલુ હેર કટિંગ સલૂનના બબલુભાઈ પાસે ગયોઃ ‘મસ્ત લેટેસ્ટ સ્ટાઈલમાં હેર કટ કરી આપ, દોસ્ત.’
‘બવ વખતે દેખાણા, અમિતભે. બોલો રણવીર રૉકી જેવા, કાર્તિક ભૂલભૂલૈયા કટ કે પછી રણબીર મક્કાર સ્ટાઈલ કાપું? હું ક્યોછ?’ બટકા બબલુએ નૅપ્કિનથી હાથ લૂછતાં પૂછ્યું. ઊંચી ખુરસી પર બેઠેલા લાંબા કસ્ટમર્સના માથાના અગ્રભાગ સુધી પહોંચવા એ પોતાના પગ હેઠળ ઑર્ડરથી બનાવડાવેલો એક ખાસ પાટલો રાખતો, જેના પર ઊભા રહી એ હેર કટ કરતો.
‘ટૂંકા કરી નાખ. આ લાંબા વાળને લીધે ગરમી થાય છે. આમીર ખાન સ્ટાઈલ કેમ રહેશે?’
‘ઊંહૂં. એમાં એવું છે ને કે માથાની માથે આડાઅવળા હળિયા રાખીને પછી બાલ કાપવા પડે ને પછી ગજનીની જેમ શૉર્ટ ટર્મ મેમરી લૉસ થવાનો ડર રહે એમાં મને ટિપ આપવાનું તમે ભૂલી જાવ. એના કરતાં હું એમ કઉંછ કે તમે મારી માથે ભરોહો રાખો, તમને એવી ફક્કડ સ્ટાઈલ કરી દવ કે હો જોતાં રે જાય. હું ક્યોછ?’ બબલુ બોલ્યો.
‘તો શાહરુખ જેવા?’
‘એવા એક કદંબરના કાઈપા'તા. પછી ઈ રસ્તા વચ્ચે ગમે તિયારે હાથ પહોળા કરી ઊભો રે જાતો અને કકક.. કરવા માંડતો એમાં એની બૈરીએ એના કાકડાનું ઑપરેશન કરાવી દીધું. પછી ઈ સ્ટાઈલ હમૂળગી બંધ કઈરી. સાઈડ કટની સાઈડ ઈફેક્ટ આવી ભયંકર હશે એવી મને નો'તી ખબર.'
‘સારું. લેટેસ્ટ કરજે.’ બબલુનું હું ક્યોછ? રિપીટ થાય એ પહેલાં અમિતે કહી દીધું.
‘લેટેસ્ટમાં તો જવાન ફિલમની જેમ સસ્પેન્સથી ભરપૂર પાંચ ડિફરન્ટ લુક છે. તમને કયો ગમેછ?’
‘સસ્પેન્સ ઊભું કર્યા વગર કાપવા માંડ.’
هذه القصة مأخوذة من طبعة September 25, 2023 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة September 25, 2023 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
નોમિનીના સરળ બનેલા નિયમ સમજી લેવામાં સાર
ઈન્વેસ્ટમેન્ટમાં નોમિનીનું મહત્ત્વ વધ્યું છે, ખાસ કરીને કોવિડ બાદ આનો અહેસાસ અનેક પરિવારોને તેમ જ સરકાર અને નિયમન સંસ્થાઓને થયો છે. આર્થિક વ્યવહારો સરળ બનાવવાના ભાગ રૂપે સેબીએ આ નિયમોને વધુ હળવા અને વ્યવહારુ બનાવવાનો નિર્ણય લીધો છે, જેને સમજવા અનિવાર્ય છે.
બોલો... આ રમતમાં હાર-જીત સ્પર્ધકના જ હાથમાં!
પંજા-કુસ્તી તરીકે ઓળખાતી બળાબળની સ્પોર્ટની ૧૭ દિવસની પહેલી ‘પ્રો પંજા લીગ' ગયા વર્ષે યોજાઈ ને આ વર્ષે પણ યોજાશે. આ મહિનાની ૧૯થી મુંબઈમાં એશિયન ઈન્ટરનૅશનલ કપ તથા ૨૦મીથી વડોદરાની પાદરે આવેલા પાદરામાં પંજા-કુસ્તી ચૅમ્પિયનશિપ યોજાઈ રહી છે ત્યારે જાણીએ, બાવડાંનાં બળની રમતની જાણી-અજાણી વાત.
સ્ત્રી રાતના સમયે બહાર ન નીકળી શકે?
‘ઘરની આબરૂ’ માટે પુરુષો ઘરબહાર પણ સલામત વાતાવરણ નિર્માણ કરે અને પોતાનું વર્તન બદલે એ વધુ જરૂરી છે.
દિવાળીમાં બનાવો સૌને ભાવતાં આ વ્યંજન
બધાં પર્વોમાં શિરમોર એવો તહેવાર આવી રહ્યો છે, તમે છો તૈયાર એને સ્વાદિષ્ટ આવકાર આપવા?
એ દિવસોમાં આવી ભૂખ કેમ લાગે છે?
બાળજન્મ પછી પૂરતું દૂધ ન આવતું હોય તો આ ઉપાય અજમાવી શકાય...
લડત પતિના હત્યારાને સજા અપાવવાની...લડત પતિની નિશાનીને જનમ આપવાની...
નજર સામે પતિની હત્યા થતી જોઈ આ મહિલા ઍડ્વોકેટનો ગર્ભપાત થઈ ગયો. એ પછી એની જિંદગીમાં બે જ લક્ષ્ય હતાંઃ ગુનેગારોને જેલ અને પરિવાર આગળ વધારવા એક બાળક! ‘આઈવીએફ’ ટેક્નિકની મદદ મેળવી પતિનાં જાળવી રાખેલાં સ્પર્મથી એમણે એ શક્ય બનાવ્યું.
ભવ્ય ભૂતકાળના વારસાનું કરો જતન
મહારાષ્ટ્રના દમદાર દુર્ગ મેઘરાજાએ વિદાય સાથે વેરેલાં સૌંદર્ય સાથે મહારાષ્ટ્રના ભવ્ય કિલ્લાઓની વિરાસત જોવા માટે તૈયાર છો?
ફૂલના ગરબા, બાધા-માનતાના ગરબા, હરખના ગરબા...
નવરાત્રિમાં તો બધે ગરબા રમાય, પરંતુ ઉત્તર ગુજરાતનાં ઘણાં ગામમાં તો છેક કાળી ચૌદશ અને દિવાળી સુધી કે ક્યાંક તો ખાસ એ બે રાત્રે જ ગરબા થાય, એ પણ કાગળ કે પ્લાસ્ટિકનાં ફૂલના, ખાસ્સા વજનદાર ગરબા. એ માથે લઈને ગામની સ્ત્રીઓને ગરબે રમતી જોવી એ પણ એક લહાવો છે.
એક ફોન કૉલ ને માણસ કંગાળ..
સાઈબર ફ્રૉડની તમામ હદ વટાવી દેતી ડિજિટલ અરેસ્ટ વિક્ટિમથી લઈને કાયદોવ્યવસ્થા, સિસ્ટમને નિર્વસ્ત્ર કરી દેતી આ તે કેવી સાઈબર ઠગાઈ?
પાણી ભલે ઓસરી ગયાં, પૂરની અસર વડોદરાની દિવાળી બગાડશે...
અતિ ભારે વરસાદ અને ઉપરવાસમાં જમા થયેલું પાણી છોડવામાં થયેલી ક્ષતિએ વડોદરાને ડુબાડ્યું હતું. આટલા દિવસો પછી હજી અત્યારે પણ એનાં પરિણામ દેખાઈ રહ્યાં છે ખાલીખમ બજાર રૂપે.