લગન, ધૂન, ચાહ-પેંશન, આમ તો આ બધા જશબ્દો એકમેકના પર્યાયવાચક છે. કોઈ તેઓ ના ખરા અર્થમાં પોતાનું જીવન પણ વ્યક્તિ જ્યારે આ શબ્દોને એના ખરા અર્થમાં જાણવા લાગે ત્યારે એ વ્યક્તિને અર્થસભર લાગવા લાગે. આ પૅશન કંઈ બધાને નસીબ નથી હોતું. રાત-દિવસ પોતાના પૅશનને કંડારતાં રહેવું, નિતનવાં પરિણામો સર્જતાં રહેવાં એ કંઈ નાનીસૂની વાત નથી. બસ, જાણે સમજી લો કે એ પણ એક પ્રકારનું મેડિટેશન, તપ કે સાધના છે!
જો કે આવું અમે નહીં, પણ મુંબઈના ગોરેગાવ સ્થિત ભક્તિ શાહનું દૃઢપણે માનવું છે. પંચ નીડલ આર્ટ, મેકરેન આર્ટ, રશિયન મિનિયેચર આર્ટ, રશિયન પંચ નીડલિંગ, લીંપણ આર્ટ, કૉફી પેન્ટિંગ, ચારકોલ પેન્ટિંગ, વિવિંગ, પેપર મૅશ પેન્ટિંગ, પેપર ક્રાફ્ટ, ઓરિગામી, ટાય ઍન્ડ ડાય, મોઝેક આર્ટ, એમડીએફ ડેકોરેટિવ આર્ટ, બૉટલ પેન્ટિંગ, ક્લે આર્ટ, ડેકોપાજ, મંડેલા વિવિંગ, ડ્રીમકૅચર વિવિંગ, ફેસ્ટિવલ ક્રાફ્ટ... એવા જુદા જુદા અનેક પ્રકારના આર્ટની વર્કશૉપ લેતાં ભક્તિ શાહ છેલ્લાં દસ-બાર વર્ષથી નાનાં બાળકોથી લઈને વયસ્ક મહિલાઓને શિખવાડી રહ્યાં છે.
ભક્તિ પ્રિયદર્શિનીને કહે છે: ‘કળાનું ક્ષેત્ર એટલું બધું વિશાળ છે કે થોડા થોડા સમયે મારે સુદ્ધાં નિતનવું શીખવું પડે છે. હું કંઈક નવું શીખું એટલે મને થાય કે ચાલો, હવે આ પણ બીજાને શિખવાડીએ. મને મજા પડે છે. રંગો, રંગબેરંગી સુશોભનની વસ્તુ, દોરા-આ બધાં મારા મિત્રો છે. કલાકો સુધી હું એમાં મારી જાતને વ્યસ્ત રાખી શકું છું.’
ખરેખર, કોવિડ પહેલાં આ વર્કશૉપ દરમિયાન એમના વિદ્યાર્થીઓ વચ્ચે થતો સંવાદ ભક્તિના જીવનમાં ઊર્જા ભરી દેતો, પણ કોવિડ કાળમાં વર્કશૉપ બંધ થતાં એમના જીવનમાં હતાશા વ્યાપી ગઈ. જો કે હતાશા ખંખેરી ભક્તિ એમાંથી બહાર આવ્યાં.
هذه القصة مأخوذة من طبعة November 13, 2023 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة November 13, 2023 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.