દીકરીનો રડવાનો અવાજ સાંભળી અમિતભાઈ શાહે એને હાથમાં લેતાં કહ્યું કે મારા ઘરે તો સાક્ષાત્ મા સરસ્વતી પધાર્યા છે... ત્યારે હૉસ્પિટલમાં આસપાસ ઊભેલા લોકો એ અમને ટપાર્યાઃ ‘ભાઈ, દીકરી આવે તો લક્ષ્મીનો અવતાર કહેવાય.' ત્યારે મલક મલક મરકતાં અમિતભાઈ બોલ્યાઃ ‘મારી દીકરી સૂરમાં રડી એટલે મારે મન તો એ સરસ્વતી જ છે.’
એ દીકરી ખરેખર સરસ્વતી જ નીકળી. ભણવામાં હોશિયાર અને સૂર તો જાણે ગળે ને ગળે જ. એનું નામ દેવાંશી શાહ. વતન અમદાવાદ. અનેક ફિલ્મી ગીત, ઍડ્વર્ટાઈઝમેન્ટ અને પ્રાઈવેટ આલબમને અવાજ આપ્યો છે એણે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતની મુલાકાત દરમિયાન અનેક કાર્યક્રમમાં દેવાંશીએ ગુજરાતી ગીત અને શ્લોકગાન રજૂ કર્યાં છે તો હમણાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની એક મૅચમાં અમદાવાદમાં સ્ટૅડિયમમાં પણ એણે પોતાના અવાજનો જાદુ પાથર્યો. દૂરદેશાવર રહેતાં ભારતીય બાળકોને એ ઑનલાઈન સંગીત શીખવે છે તો મ્યુઝિક થેરાપીની જરૂર હોય એવા દરદીઓને સારવાર આપવાનું કામ પણ એ કરે છે.
પિતા ગુજરાતી, માતા સુષમા મરાઠીભાષી. અમદાવાદમાં રહેતાં આ દંપતીનું દેવાંશી એ એકમાત્ર સંતાન. સ્વભાવે શાંત અને શરમાળ દેવાંશી બાળપણથી જ સંગીતના સૂર સાથે રમતી. સુરીલો અવાજ એ ભગવાને એને આપેલી મહામૂલી ભેટ. શાળામાં બીજાં બાળકો ફ્રી લેક્ચરમાં મસ્તી કરે ત્યારે એ એક બાજુ બેસીને સાત સૂરોનું જ્ઞાન મેળવવાનો પ્રયાસ કરે. દેવાંશી નાની હતી ત્યારે ડ્રોઈંગ, નૃત્ય, સંગીત જેવી જુદી જુદી ઍક્ટિવિટી શીખવા જતી. જો કે સંગીતમાં એને વધુ રુચિ. પિતાએ દીકરીની કળાને ઓળખી લીધી. એમણે નક્કી કર્યું કે હવે મારી દીકરી સંગીતની સંપૂર્ણ તાલીમ મેળવશે... અને એમ શરૂ થઈ દેવાંશીની સંગીતયાત્રા.
هذه القصة مأخوذة من طبعة April 22 , 2024 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة April 22 , 2024 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.