![વિમાનપ્રવાસીઓને ગભરાવતી મુસીબત વિમાનપ્રવાસીઓને ગભરાવતી મુસીબત](https://cdn.magzter.com/Chitralekha Gujarati/1717085492/articles/_fzigWGhR1717845764509/1717849295715.jpg)
This Flight is going through turbulence અથવા યે હવાઈ જહાજ ટર્બ્યુલન્સ યે સે ગુજર રહા હૈ...
વિમાનપ્રવાસ કરતી વખતે આવી સૂચના તમે ક્યારેય સાંભળી છે? આ ટર્બ્યુલન્સ એટલે શું? એ વખતે શું થાય છે?
આ તો જેણે અનુભવ કર્યો હોય એને જ ખબર પડે, ભાઈ. વિમાનપ્રવાસ વખતની આ એક એવી ડરામણી, ભયાનક ઘટના હોય છે, જેને કારણે હમણાં નિયમિત હવાઈ મુસાફરી કરનારા લોકોમાં ચિંતા ફેલાઈ છે.
અવારનવાર વિમાન મુસાફરી કરતા લોકોને કદાચ એકાદ વાર તો હળવા કે મધ્યમ પ્રકારનાં ઍર ટર્બ્યુલન્સનો સામનો કરવો પડ્યો જ હશે. જો કે આ જ મહિને એક જ અઠવાડિયામાં બે વખત ટર્બ્યુલન્સની બનેલી બે ગંભીર ઘટનાએ લોકોને ખૂબ ડરાવી મૂક્યા છે.
પહેલી ઘટના બની હતી ૨૧ મેએ, સિંગાપોર ઍરવેઝની લંડનથી સિંગાપોર જઈ રહેલી ફ્લાઈટ SQ321ને. આ વિમાન આપણા આંદામાન ટાપુઓ પરના આકાશમાં હતું ત્યારે અચાનક એ ઍર ટર્બ્યુલન્સમાં ફસાયું અને ગણતરીની ક્ષણોમાં એક પછી એક આંચકા સાથે ૬૦૦૦ ફીટ નીચે આવી ગયું. વિચારો, આવી હાલત થાય ત્યારે પ્રવાસીઓના તો જીવ તાળવે જ ચોંટી જાય ને?
જો કે કેટલાક મુસાફરોએ વિમાનની એ વખતની ગતિવિધિના ફોટોગ્રાફ્સ અને વિડિયો લીધા, જે દર્શાવે છે કે વિમાન જે ઝપાટાભેર નીચે આવી રહ્યું હતું એમાં લગેજ ટ્રૅક પરથી ઘણો સમાન નીચે પડતો હતો, અમુક સીટ પરની ઑક્સિજન માસ્ક સાથેની આખી પ્લેટ જ તૂટીને લટકતી હતી. વિમાનની અંદર હવાના દબાણમાં એટલો તીવ્ર ફેરફાર થઈ રહ્યો હતો કે બધું અહીંથી ત્યાં ફેંકાતું હતું. અરે, સીટ બેલ્ટ બાંધ્યો નહોતો એવા પેસેન્જર્સ સુદ્ધાં રીતસર ઊછળતા હતા!
પ્લેન આટલું ફસડાયા પછી પાઈલટે કોઈક રીતે સ્થિતિ પર કન્ટ્રોલ મેળવ્યો. જો કે ત્યાં સુધીમાં ત્રીસેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા અને ૭૩ વર્ષના એક બ્રિટિશ નાગરિક હ્રદયરોગનો હુમલો આવતાં મૃત્યુ પામ્યા હતા. એ પછી તો વિમાનને સિંગાપોર સુધી લઈ જવાને બદલે થાઈલૅન્ડના બેંગકોક ઍરપોર્ટ પર ઈમર્જન્સી લૅન્ડિંગ કરાવવામાં આવ્યું અને ઈજાગ્રસ્ત પ્રવાસીઓને સારવાર આપવામાં આવી.
બીજી ઘટના હતી ૨૬ મેની, જેમાં કતાર અરવેઝની દોહાથી આયરલૅન્ડના ડબ્લિન જતી ફ્લાઈટ ટર્બ્યુલન્સનો શિકાર બની. વિમાન જ્યારે તુર્કીના આકાશ પરથી પસાર થતું હતું ત્યારે એ ટર્બ્યુલન્સમાં સપડાયું. ડબ્લિન ઍરપોર્ટ પર લૅન્ડ થયા બાદ છ ક્રૂ સભ્યો અને છ પ્રવાસીઓને મેડિકલ સારવાર આપવી પડી.
هذه القصة مأخوذة من طبعة June 10, 2024 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة June 10, 2024 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
![ભાંગી મારી જન્મોજનમની ખામી ભાંગી મારી જન્મોજનમની ખામી](https://reseuro.magzter.com/100x125/articles/34/1985595/GdWaHDa9r1739796157301/1739796409908.jpg)
ભાંગી મારી જન્મોજનમની ખામી
ખૂબી વધારે છે કે ખામી એ ગણતરી ક્યાં કરી? જેવો હતો એવો મેં એને દિલથી અપનાવ્યો હતો.
![જસ્ટ, એક મિનિટ... જસ્ટ, એક મિનિટ...](https://reseuro.magzter.com/100x125/articles/34/1985595/4hsh5Ho4F1739796450419/1739796725280.jpg)
જસ્ટ, એક મિનિટ...
કઈ તરફનો ઝુકાવ રાખવો એ જે-તે માણસના હાથની વાત છે.
![સફળતાની ઠોકર વાગે ત્યારે! સફળતાની ઠોકર વાગે ત્યારે!](https://reseuro.magzter.com/100x125/articles/34/1978080/K1Wa_A7JU1738911967708/1738912756723.jpg)
સફળતાની ઠોકર વાગે ત્યારે!
તમે પહેલી વાર કાર ચલાવી હશે ત્યારે તમને યાદ હશે કે તમે અત્યંત સાવચેતીપૂર્વક ડ્રાઈવિંગ કર્યું હશે, પરંતુ જેમ જેમ કારની ગતિ વધી હશે એમ તમારો આત્મવિશ્વાસ પણ વધ્યો હશે. એ જ ગતિ અતિ આત્મવિશ્વાસ તરફ લઈ જાય છે. અકસ્માતની સંભાવના એ જ વખતે સૌથી વધુ હોય છે જ્યારે અતિ આત્મવિશ્વાસ હોય.
![આ દવાનો ડોઝ ટ્રમ્પ ભારતને પણ આપશે? આ દવાનો ડોઝ ટ્રમ્પ ભારતને પણ આપશે?](https://reseuro.magzter.com/100x125/articles/34/1978080/PhIA782Du1738910120333/1738911945993.jpg)
આ દવાનો ડોઝ ટ્રમ્પ ભારતને પણ આપશે?
મધ્ય તથા દક્ષિણ અમેરિકાના ગેરકાયદે વસાહતીઓને દેશ બહાર કાઢી મૂકવાની શરૂઆત કરી ટ્રમ્પે આવનારા દિવસોમાં એમના એજન્ડાના અમલ વિશે બધાને વિચારતાં કરી દીધા છે.
![સિમ્પ્લિફાય! ઍપ્લિકાય! સિમ્પ્લિફાય! ઍપ્લિકાય!](https://reseuro.magzter.com/100x125/articles/34/1978080/UH6l6CLZf1738836045159/1738836808552.jpg)
સિમ્પ્લિફાય! ઍપ્લિકાય!
અલ્બર્ટ આઈનસ્ટાઈન હંમેશાં એક જ રંગનાં, એક જ પ્રકારનાં કપડાં પહેરતો.તેનો પ્રશ્ન, ‘વ્હાય મેક ઈટ કૉમ્પ્લિકેટેડ?'
![રોબોટ વડે થતી ઘૂંટણની શસ્ત્રક્રિયા વિશે તમારે જાણવા જેવું રોબોટ વડે થતી ઘૂંટણની શસ્ત્રક્રિયા વિશે તમારે જાણવા જેવું](https://reseuro.magzter.com/100x125/articles/34/1978080/VNruUjqFn1738832461728/1738833000642.jpg)
રોબોટ વડે થતી ઘૂંટણની શસ્ત્રક્રિયા વિશે તમારે જાણવા જેવું
રોબોટિક પદ્ધતિ વડે કરાયેલા ઑપરેશનમાં દર્દીની રિકવરી સમયમાં ફરક પડેછે?
![જસ્ટ, એક મિનિટ... જસ્ટ, એક મિનિટ...](https://reseuro.magzter.com/100x125/articles/34/1978080/mIfd9fKg51738824264732/1738832393019.jpg)
જસ્ટ, એક મિનિટ...
સમજદાર લોકો આથી મૌન ધારણ કરે છે. હોશિયાર વ્યક્તિ સચોટ શબ્દમાં બોલે છે, જ્યારે મૂર્ખાઓ દલીલબાજીમાં ઊતરી પડે છે.
![સરનામું પણ આગવી ઓળખ છે! સરનામું પણ આગવી ઓળખ છે!](https://reseuro.magzter.com/100x125/articles/34/1978080/85MnL6jva1738823837796/1738824238173.jpg)
સરનામું પણ આગવી ઓળખ છે!
અહીં હરએક ચહેરો ઊડતી અફવા છે અહીં હરકોઈ જીવે છે સરનામાંમાં
![લેટ્સ બ્રેક બેરિયર્સ...રોક ધ વર્લ્ડ! લેટ્સ બ્રેક બેરિયર્સ...રોક ધ વર્લ્ડ!](https://reseuro.magzter.com/100x125/articles/34/1971310/GZ74eUE8V1738513375933/1738514176018.jpg)
લેટ્સ બ્રેક બેરિયર્સ...રોક ધ વર્લ્ડ!
ચાલો, પોતાને સમય આપીએ, પોતાની પર અને જીવન પર પ્રેમ કરીએ,કારણ કે આપણે ખુશ તો આખું ઘર ખુશ. સો લેટ્સ ગો! ટ્રાવેલ! એક્સપ્લોર! સેલિબેટ લાઈફ! સેલિબેટ વુમનહૂડ!
![જસ્ટ, એક મિનિટ... જસ્ટ, એક મિનિટ...](https://reseuro.magzter.com/100x125/articles/34/1971310/zuSqZsmzb1738512940384/1738513331989.jpg)
જસ્ટ, એક મિનિટ...
ક્યારેક એ સફળતા અને નિષ્ફળતા તેમ જ જીવન અને મૃત્યુ વચ્ચેનું નિમિત્ત પણ બની શકે છે.