કાયમ આગળ જ જોવું...
પ્રેમ નામનો એક યુવાન કામ શોધતો હતો, પણ એમાં સફળતા મળતી નહોતી. મહિના સુધી ધક્કા ખાધા પછી એ નિરાશ થઈ ગયો કે એને આનંદ આવે એવું કામ હવે નહીં મળે. એણે પ્રયાસો કરવાના છોડી દીધા અને આખો દિવસ બગીચાની બેન્ચ પર બેસીને સમય પસાર કરવા લાગ્યો.
એના પરિવારે પ્રેમના શિક્ષકને ફરિયાદ કરી કે પ્રેમ કામધામ છોડીને રખડ્યા કરે છે. શિક્ષકે એને બોલાવ્યો અને પરિસ્થિતિ જાણી. પછી શિક્ષકે એને એક વિચિત્ર પ્રશ્ન કર્યો:
'તું જે બગીચામાં બેસી રહે છે ત્યાં તારા પગમાંથી કીડીઓ પસાર થતી જોઈ છે? કાલે તું ત્યાં જાય ત્યારે એમનું ધ્યાનથી નિરીક્ષણ કરજે અને મને આવીને વર્ણન કરજે.’
પ્રેમ બીજા દિવસે બગીચામાં ગયો અને એણે ધ્યાનથી કીડીઓની એક લાંબી કતાર જોઈ. કીડીઓ મુલાકાતીઓએ બગીચામાં ફેંકેલા ખાવા-પીવાના ટુકડાઓ ક્યાંક દૂરથી ઊંચકી લાવીને એમના દરમાં બીજી કીડીઓ સુધી પહોંચાડતી હતી.
પ્રેમ ક્યાંય સુધી જોતો રહ્યો. કીડીઓ થાક્યા વગર, લગાતાર એમનું કામ કરી રહી હતી. પ્રેમ એના શિક્ષક પાસે આવ્યો અને જે જોયું હતું એનું વર્ણન કર્યું.
શિક્ષકે બધું ધ્યાનથી સાંભળીને કહ્યું: ‘કીડી આપણા કરતાં પામર અને કમજોર જીવ છે. છતાં પણ એ સફળતાપૂર્વક એનું કામ નિભાવે છે. કેમ? કારણ કે એક તો એ હંમેશાં આગળ જુવે છે. બીજું, એમનામાં નિરાશા નામનો કોઈ ભાવ નથી અને ત્રીજું, કીડી એકબીજાની મદદ લે છે. સફળતા માટે આ ત્રણ અનિવાર્ય ચીજો છે. આપણા સૌની અંદર કીડી છે. એને શોધવાની જરૂર છે. ક્યારેય હાર ન માનવી, કાયમ આગળ વધવાનું જ વિચારવું અને એવા લોકો સાથે રહેવું જે તમને તમારા કામમાં સહાયરૂપ થતા હોય.’
એ દિવસથી પ્રેમ એની અંદર કીડીને શોધવા લાગ્યો.
***
ભારતમાં છેલ્લા બે દાયકામાં એક કળા તરીકે સ્ટૅન્ડ-અપ કૉમેડી ઘણી પ્રચલિત થઈ છે. દર્શકો સામે ઊભા રહીને તાબડતોબ જોક્સ કરવાની આ કળામાં ઘણા કૉમેડિયન સેલિબ્રિટી બની ગયા છે અને હજારો લોકોના ફેવરીટ બની ગયા છે. એમાં એક નામ છે ઝાકિર ખાનનું. ૨૦૧૨માં કૉમેડી સેન્ટ્રલની સ્પર્ધામાં વિજયી બન્યા પછી ઝાકિર મુંબઈની કૉમેડી કંપની એઆઈબીના શોમાં નિયમિત કૉમેડિયન બની ગયો.
هذه القصة مأخوذة من طبعة September 16, 2024 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة September 16, 2024 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.