કુમકુમ ભટનાગર ૫૫ વર્ષના છે, પરંતુ દેખાવે ૪૫થી વધારેના નથી લાગતા. તેઓ સરકારી કર્મચારી હોવાની સાથે ખૂબ ફિટ છે. તેઓ સ્ટાઈલિશ કપડાં પહેરે છે અને પૂરા આત્મવિશ્વાસ સાથે જીવે છે.
લગભગ ૨૫ વર્ષ પહેલાં પતિના કહેવા પર તેમણે સરકારી સ્કૂલના ટીચરના પદ માટે અરજી કરી હતી. તેઓ ગ્રેજ્યુએટ હતા અને તેમણે કમ્પ્યૂટર કોર્સ કર્યો હતો, આ કારણસર તેમને જલદી નોકરી મળી ગઈ. પછી કુમકુમ પૂરા ઉત્સાહ સાથે કામમાં લાગી ગયા હતા.
તે સમયે દીકરો નાનો હતો, પરંતુ સાસુ અને પતિના સહયોગથી બધા કામ સરળ થઈ ગયા હતા. સમયની સાથે તેમની નોકરીમાં પ્રગતિ થતી ગઈ.
આજે કુમકુમ પોતે એક સાસુ છે. તેમની વહુ પ્રિયાંશી ભણેલીગણેલી અને સમજદાર છોકરી છે. જોકે કુમકુમ પણ આવી જ વહુ ઈચ્છતા હતા. તેમણે જાણીજોઈને નોકરિયાત નહીં, પરંતુ ઘરેલુ છોકરીને પોતાની વહુ બનાવી હતી, કારણ કે તેમને ડર હતો કે જો સાસુવહુ બંને ઓફિસ જશે તો પછી ઘર કોણ સંભાળશે?
પ્રિયાંશી પણ ખૂબ મિલનસાર અને સુઘડ વહુ સાબિત થઈ હતી. તે ઘરના કામકાજ ખૂબ વ્યવસ્થિત રીતે કરતી હતી, પરંતુ પ્રિયાંશીના દિલમાં ક્યાંક ને ક્યાંક એક સણકો રહેતો હતો કે તેની સાસુ રોજ સજીધજીને ઓફિસ ચાલ્યા જાય છે અને તે ઘરની ચાર દીવાલ વચ્ચે કેદ રહે છે.
જોકે જોબ ન કરવાનો ઈરાદો તેનો શરૂથી રહ્યો હતો, પરંતુ હવે સાસુને જોઈને તેને હીનભાવના થઈ રહી હતી. કુમકુમ પોતાના રૂપિયા દિલ ખોલીને પોતાની પર ખર્ચ કરતા હતા. ક્યારેકક્યારેક વહુદીકરા માટે પણ થોડીક ભેટ લાવતા હતા. તેમ છતાં વહુને હંમેશાં પૈસા માટે પતિ સામે હાથ ફેલાવવો પડતો હતો. આ અસંતોષ ધીરેધીરે પ્રિયાંશીના મગજ પર હાવી થવા લાગ્યો. તેની સાહેલીઓ પણ તેને આ બાબતે ઉશ્કેરવા લાગી હતી.
પરિણામ એ આવ્યું કે પ્રિયાંશી ચીડિયલ થતી ગઈ. પછી સાસુની કોઈ પણ વાત પર તે ચિડાવા લાગી અને ઘરમાં ઝઘડા થવા લાગ્યા. એક હેપી ફેમિલી થોડા જ સમયમાં ફરિયાદી ફેમિલીમાં ફેરવાઈ ગયું.
هذه القصة مأخوذة من طبعة April 2023 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة April 2023 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...