જુના સમયમાં શૌચાલય અને બાથરૂમ ઘરની બહાર આંગણાના એક ખૂણામાં બનાવવામાં આવતા હતા, જેની સામે વહેલી સવારે કોઈ આંગણાની સીડી પર બેસીને પોતાનો વારો આવે તેની રાહ જોતું તો કોઈ શૌચાલયની બહાર ઊભા રહીને.
ઘરની મહિલાઓ સવારે ખૂબ વહેલા ઊઠીને નિત્યક્રિયાથી મુક્ત થતી હતી, જેથી ૯ વાગ્યાની આસપાસ જ્યારે ઘરના પુરુષો ઓફિસ કે કામ ધંધા પર જવા તૈયાર થતા હોય ત્યારે તેમને શૌચાલય અને બાથરૂમ ખાલી મળી શકે.
આ શૌચાલયમાં ઉભડક બેસવાની વ્યવસ્થા રહેતી હતી. જોકે આજે પણ મોટાભાગના લોકો આ બેઠક વ્યવસ્થાને ઉત્તમ માને છે, કારણ કે તેનાથી પગ અને ઘૂંટણને સારી કસરત મળી જાય છે અને પેટ સુચારુ રહે છે. તે સમયના શૌચાલયમાં માત્ર એક નળ અને એક નાનો ડબ્બો રહેતા હતા.
નિત્યક્રિયામાંથી પરવારીને હાથ ધોવા માટે બહાર લગાવેલા વોશબેસિન નો ઉપયોગ કરવામાં આવતો હતો. આ રીતે બાથરૂમમાં પણ એક અથવા ૨ નળ, એકાદ ડોલ, એક મગ અને ખૂણામાં લગાવેલી નાનકડી લાકડાની પાટલી પર સાબુ વગેરે મૂકવાની વ્યવસ્થા રાખવામાં આવતી હતી. પાછળની દીવાલ પર એક ખીલી કે હૂક લગાવવામાં આવતો, જેની પર ટુવાલ તેમજ કપડા લટકાવવામાં આવતા હતા. જોકે વડીલોને નહાવા માટે એક નાનકડું સ્ટૂલ મૂકી દેવામાં આવતું હતું.
જ્યારે ઘર આંગણા વિનાના બનવા લાગ્યા અને ઘરની સાઈઝ પણ નાની અને બે માળની થવા લાગી ત્યારે શૌચાલય અને બાથરૂમ ઘરની સીડીની નીચે બનવા લાગ્યા. ત્યારે તેની ઊંચાઈ અને સાઈઝ પણ વધારે નાના થયા. હાથ-મોં ધોવા માટે વોશબેસિન બાથરૂમની બહાર રહ્યા.
આધુનિક યુગના બાથરૂમ
હવે મહાનગરોમાં જ નહીં, પરંતુ નાના શહેરોમાં પણ ફ્લેટ સિસ્ટમનું ચલણ વધી ગયું છે, જ્યાં શૌચાલય અને બાથરૂમ મુખ્ય રૂમની બહાર નહીં, પરંતુ એટેડ થઈ ગયા છે. એટલું જ નહીં, આજે ઘરના દરેક બેડરૂમ સાથે ટોઈલેટ-બાથરૂમ એચેટ બનવા લાગ્યા છે, જેનાથી નિત્યક્રિયા માટે હવે લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી પડતી. સવારે બેડ પરથી ઊઠો અને બાથરૂમમાં આંખ ખોલો, બસ એટલું જ અંતર રહી ગયું છે.
هذه القصة مأخوذة من طبعة December 2023 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة December 2023 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...
બાલ્કનીને બનાવો ફૂલોનો બગીચો
ઘરની છત હોય કે ફ્લેટની બાલ્કની, બાગકામ માટેની આ ટિપ્સ પૂરું વર્ષ ઘરને ફૂલોની સુગંધથી મહેકતું રાખશે...
રિંકલ્સ હટાવો ફેસ્ટિવ ગ્લો મેળવો
રિંકલ્સ હટાવવા માટે આ મેડિકલ ટ્રીટમેન્ટ અપનાવશો તો તહેવારની રોનક તમારા ફેસ પર ચમકશે...
નવી વેચારસરણી નવો અંદાજ
દિવાળી અઠવાડિયાનો તહેવાર છે જેને પૂરું અઠવાડિયું દિલ ખોલીને મનાવી શકાય છે. કેવી રીતે, જાણીએ...
સમાચાર દર્શન
પ્રવાસ અને મસ્તી બંને: ડેસ્ટિનેશન મેરિજ કે માત્ર એંગેજમેન્ટ આજકાલ દુબઈ તેમનું ફેવરિટ સ્પોટ બનતું જઈ રહ્યું છે.
ઊડતી નજર -ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને જાલિમ સમાજ