ખરતા વાળ અટકાવો
Grihshobha - Gujarati|January 2024
તમે પણ વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો, તો વાળને ખરતા અટકાવવા જરૂરી છે. વાળ ખરવાના કારણો કયા હોઈ શકે છે તે જાણી
ખરતા વાળ અટકાવો

રેરાશ વયસ્ક વ્યક્તિના માથામાં લગભગ ૧ લાખથી દોઢ લાખ વાળ હોય છે, ‘અમેરિકન એકેડેમી ઓફ ડર્મેટોલોજિસ્ટ’ ના જણાવ્યા અનુસાર પ્રતિદિન ૫૦ થી ૧૦૦ વાળનું ખરવું સામાન્ય છે, પરંતુ જો તમારા વાળ વધારે ખરતા હોય અને ગુચ્છામાં નીકળતા હોય તો સમજી જાઓ કે તમારા વાળ ખરવા લાગ્યા છે. જો સમયસર આ સમસ્યા પર ધ્યાન આપવામાં નહીં આવે તો પરિણામ સ્વરૂપ તમને ટાલ પડવાની ભેટ મળી શકે છે.

મહિલાઓમાં ટાલ પડવાની સમસ્યા ખૂબ ઓછી જોવા મળે છે, પરંતુ વધારે સમય સુધી વાળ ખરવાની સમસ્યા જળવાઈ રહેવાથી પીડિતના વાળ પાતળા અને નાના થઈ જાય છે, તેથી સમય રહેતા પોતાની ચિંતા કરો, તેની કાળજી લો અને જો વાળ વધારે પ્રમાણમાં ખરી રહ્યા હોય તો તેના કારણ સમજવાના પ્રયાસ કરો.

હકીકતમાં, વાળ ખરવાની સમસ્યા મોટાભાગે અયોગ્ય હે૨કેર રૂટિન, યોગ્ય ડાયટ ન લેવા અને સ્કેલ્પ સાથે જોડાયેલી બીમારીના લીધે થાય છે. જો મનમાં કોઈ પણ પ્રકારની તાણ હોય તો વાળ ઓછા થઈ જાય છે.

વાળ ખરવાની પેટર્ન

માથા પરથી ધીરેધીરે વાળ ખરવા : આ વાળ ખરવાનો સૌથી સામાન્ય પ્રકાર છે. વાળ ખરવાની આ સમસ્યા વધતી ઉંમરની સાથે લોકોને પ્રભાવિત કરે છે. પુરુષોમાં મોટાભાગે માથા પર હેરલાઈન પરથી વાળ ખરવા લાગે છે, પરંતુ મહિલાઓ સાથે આવું નથી થતું. તેમના પૂરા વાળ ઓછા થવા લાગે છે.

ગોળાકારમાં વાળ ખરવા : કેટલાક લોકોમાં ગોળાકારમાં વાળ ખરવાની સમસ્યા થાય છે. આ સમસ્યામાં કેટલાક લોકોને માથા પર સિક્કાના આકારમાં ગોળાકારમાં વાળ ખરે છે.

સામાન્ય સ્પર્શ કરવાથી પણ ગુચ્છામાં વાળ ખરવા : કેટલાક લોકોને એકસાથે અનેક વાળ તૂટવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સ્થિતિમાં વાળ ગુચ્છામાં તૂટતા હોય છે, જેથી ટાલ ઝડપથી પડવા લાગે છે. જોકે આ સમસ્યા ખૂબ જલદી ઠીક થઈ જાય છે. વાળ સાથે જોડાયેલ આ સમસ્યા કોઈ વ્યક્તિ કોઈ ગંભીર અને લાંબા સમય સુધી શારીરિક સમસ્યાનો સામનો કરતો હોય ત્યારે થતી હોય છે.

પૂરા શરીર પરથી વાળ ખરવા : કેટલાક લોકોને પૂરા શરીર પરથી વાળ ખરવાની સમસ્યા થાય છે. આ સ્થિતિમાં આકસ્મિક શરીર પરથી વાળ ખરવા શરૂ થાય છે. કેટલાક ચિકિત્સીય ઉપચાર જેમ કે કેન્સર માટે કીમોથેરપિથી પણ પૂરા શરીર પરથી વાળ ખરવા લાગે છે. પછી સામાન્ય રીતે વાળ ફરીથી ઊગવા લાગે છે.

هذه القصة مأخوذة من طبعة January 2024 من Grihshobha - Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة January 2024 من Grihshobha - Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من GRIHSHOBHA - GUJARATI مشاهدة الكل
ઉશ્કેરે છે મર્દાનગીની મજાક
Grihshobha - Gujarati

ઉશ્કેરે છે મર્દાનગીની મજાક

કેટલાક લોકો ગુસ્સામાં અથવા મજાકમાં ઘણું બધું કહેતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે કઈ વાત ભૂલથી છોકરાઓ સામે બોલવી ન જોઈએ...

time-read
2 mins  |
September 2024
મોનસૂનમાં આ રીતે રાખો ઘરની સારસંભાળ
Grihshobha - Gujarati

મોનસૂનમાં આ રીતે રાખો ઘરની સારસંભાળ

મોનસૂનમાં ઘરની સારસંભાળ માટે અહીં જણાવેલ ટિપ્સ તમારા માટે ખૂબ કામની સાબિત થશે...

time-read
5 mins  |
September 2024
મોનસૂનમાં સ્કિન એલર્જી
Grihshobha - Gujarati

મોનસૂનમાં સ્કિન એલર્જી

મોનસૂનમાં સ્કિનની એલર્જીથી બચવું હોય તો આ જાણકારી તમારા માટે જ છે...

time-read
2 mins  |
September 2024
શું સેક્સની મજા બગાડે છે પીડા
Grihshobha - Gujarati

શું સેક્સની મજા બગાડે છે પીડા

સેક્સ લાઈફ એન્જોય કરવા આ જાણવું તમારા માટે ખૂબ જરૂરી છે...

time-read
3 mins  |
September 2024
સેલિબ્રિટી ઘર જે બન્યું ખાસ
Grihshobha - Gujarati

સેલિબ્રિટી ઘર જે બન્યું ખાસ

ઘરને જો તમે થોડું જુદી રીતે સજાવવા ઈચ્છો છો, તો અહીં જણાવેલી જાણકારી તમારા માટે જ છે...

time-read
2 mins  |
September 2024
સ્વાસ્થ્ય રક્ષા
Grihshobha - Gujarati

સ્વાસ્થ્ય રક્ષા

કંન્જક્ટિવાઈટિસ જેને સામાન્ય ભાષામાં આંખ આવવી કહેવાય છે.

time-read
3 mins  |
September 2024
તેમની ફેસબુકિયા ફ્રેન્ડ્સ
Grihshobha - Gujarati

તેમની ફેસબુકિયા ફ્રેન્ડ્સ

પત્નીની સાહેલીઓએ જ્યારે મારા વિશે ઊંધુંસીધું કહીને તેને ભડકાવી દીધી તો હું પણ અકડાઈ ગયો પણ જલદીથી મને મારી ભૂલ દેખાવા લાગી...

time-read
4 mins  |
September 2024
સુંદર દેખાવું તમારો હક
Grihshobha - Gujarati

સુંદર દેખાવું તમારો હક

સુંદર દેખાવું દરેક મહિલાની ઈચ્છા હોય છે, પરંતુ તેનાથી ઘરના લોકો ચિડાય અથવા તેને નાટક સમજે તો પછી તમારે શું કરવું જોઈએ...

time-read
4 mins  |
September 2024
લવ સેન્ટર કેમ બને છે જિમ
Grihshobha - Gujarati

લવ સેન્ટર કેમ બને છે જિમ

એક્સર્સાઈઝ કરતાંકરતાં પોતાના જિમ ટ્રેનરને પ્રેમ કરવો આજકાલ સામાન્ય કેમ થઈ રહ્યો છે...

time-read
5 mins  |
September 2024
૯ ટિપ્સ લોન દેખાશે ગ્રીન
Grihshobha - Gujarati

૯ ટિપ્સ લોન દેખાશે ગ્રીન

લોનને સુંદર અને હરિયાળી રાખવા અહીં જણાવેલી ટિપ્સ ખૂબ કામની સાબિત થશે...

time-read
3 mins  |
September 2024