બમ ભોલે, ભોલે બમ..
એકબીજાને પાનો ચઢાવતા આવા જયઘોષ સાથે સેંકડો કાવડિયા ઊંધું ઘાલીને હાઈ-વે પર દોડતા હોય એ દશ્યો ઉત્તર ભારત માટે નવાં નથી.
એક લાંબા વાંસના બન્ને છેડે લટકતાં શીકાંમાં કોઈ વસ્તુ મૂકો એ થઈ કાવડ અને આ વાંસને ખભે ઊંચકીને ચાલે એ કાવડિયા. શ્રાવણ મહિનામાં ભોલેનાથ શિવજીને પ્રસન્ન કરવા માટે લાખો ભક્તો પવિત્ર નદીનું પાણી ઘડામાં ભરી એને કાવડના શીકે લટકાવીને શિવમંદિર સુધી કાવડયાત્રા કાઢે છે. આ જળથી શિવજીનો અભિષેક કરવામાં આવે છે.
ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને બિહારના ગંગાકિનારાનાં શહેરો તથા શિવમંદિરો શ્રાવણ મહિનામાં આખી ઈકોનોમીની શકલ ફેરવી નાખે છે. અબજો રૂપિયાનો ઊથલો આ ધાર્મિક યાત્રા દરમિયાન થાય છે.
અત્યારે મુંબઈમાં રહેતા, પણ બાળપણથી પોતાના વતન ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાં કાવડયાત્રાના સાક્ષી બનનારા શિવભક્ત જગરામ મૌર્ય ચિત્રલેખાને કહે છે કે આખા ઉત્તર ભારતમાં કાવડયાત્રામાં શ્રાવણ મહિના દરમિયાન મોટી સંખ્યામાં લોકો જોડાય છે. હરદ્વારથી ગંગા નદીનું પવિત્ર જળ કાવડમાં ભરીને અમુક નિયમ સાથે પગપાળા પ્રસિદ્ધ શિવમંદિર સુધી લઈ જઈને વિધિવત્ શિવજીનો અભિષેક કરવાની પ્રથા અત્યંત પ્રાચીન છે. અયોધ્યાની આસપાસના લોકો સરયુ નદીમાંથી જળ ભરીને સ્થાનિક નાગેશ્વરનાથ મંદિરે શિવજીનો અભિષેક કરે છે, પછી ઘણા લોકો સરયુનાં જળ કાવડમાં ભરીને છેક ૬૭ કિલોમીટર દૂર આવેલા બસ્તી જિલ્લાના ભદેશ્વરનાથ શિવ મંદિરના લિંગ પર પણ જલાભિષેક કરવા જાય છે.
Diese Geschichte stammt aus der August 08, 2022-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der August 08, 2022-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden