જેમ્સ વેબ ટેલિસ્કોપ બહુ કામનું છે આ દૂરદર્શન
Chitralekha Gujarati|August 08, 2022
શહેરના મહત્ત્વના માર્ગો પર (તથા બદનામ ગલીઓમાં પણ) સરકાર દ્વારા સીસીટીવી કૅમેરા લગાડવામાં આવે છે, જેથી ચોવીસ કલાક એ વિસ્તાર પોલીસની નજર હેઠળ રહે. એ જ રીતે વિજ્ઞાનીઓ બ્રહ્માંડને પણ કાયમ પોતાની નજર સમક્ષ રાખવા માટે અવકાશમાં ચાવીરૂપ સ્થાને અત્યંત શક્તિશાળી ટેલિસ્કોપ ગોઠવે છે. હમણાં અમેરિકાની અવકાશવિજ્ઞાન સંસ્થા ‘નાસા’એ સ્પેસમાં ગોઠવેલું જેમ્સ વેબ ટેલિસ્કોપ દુનિયાનું સૌથી પાવરફુલ દૂરદર્શન યંત્ર છે
નિતુલ ગજ્જર (વડોદરા)
જેમ્સ વેબ ટેલિસ્કોપ બહુ કામનું છે આ દૂરદર્શન

થોડા દિવસ પહેલાં અમેરિકાની અવકાશવિજ્ઞાન સંસ્થા નાસા અને પ્રમુખ જો બાઈડને એક તસવીર જાહેર કરી હતી. દેખીતી રીતે અવકાશને લગતી આ તસવીર ઐતિહાસિક તો હતી જ, સાથોસાથ એણે અવકાશ વિશેની આપણી સમજને બમણી કરી દીધી. પછી તો સોશિયલ મિડિયા પર દિવસો સુધી આ તસવીર ચર્ચાનો વિષય બની રહી. ઈલોન મસ્ક, બિલ ગેટ્સ જેવા ટેક્નોક્રેટ્સે પણ એ ફોટાનાં ભરપેટ વખાણ કર્યાં. ઘણાએ તો એને અવકાશવિજ્ઞાનના નવા યુગની શરૂઆત ગણાવી. એવું તે શું હતું એ તસવીરમાં?

જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપની વધુ એક કમાલઃ વિખેરાઈને તૂટી રહેલા અને નવા આકાર લઈ રહેલા તારાની તસવીરો.

એ તસવીર બ્રહ્માંડની અત્યાર સુધીની સૌથી સુરેખ અને સ્પષ્ટ તસવીર છે! બ્રહ્માંડનાં સૌથી દૂર સુધીનાં દર્શન કરાવતી અને સૌથી વધુ માહિતી રજૂ કરતી આ તસવીર છે. એમાં જે આકાશગંગા દેખાય છે એનું સાંકેતિક નામ SMACS 0723 છે. નાસાએ થોડા મહિના અગાઉ અવકાશમાં તરતા મૂકેલા જેમ્સ વેબ ટેલિસ્કોપ દ્વારા લેવામાં આવેલી આ તસવીરમાં દૂરના બ્રહ્માંડમાં જન્મી રહેલા તારા, આકાશગંગા, મરણને શરણ થઈ રહેલા તારા, આકાશગં ગ્રહો અને બીજા અવકાશી પદાર્થોનો મેળાવડો જોવા મળે છે.

વૈજ્ઞાનિક સમજ મુજબ આપણા બ્રહ્માંડનો જન્મ સાડા તેર કરોડ વર્ષ અગાઉ થયો હતો. એ વખતે બ્રહ્માંડ કેવું દેખાતું હતું એ આપણને નાસાની આ તસવીરમાં જોવા મળે છે. આ સિવાય પણ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે બીજી ચાર મહત્ત્વપૂર્ણ તસવીરો ખેંચી છે, જેમાં વાયુના બનેલા ગ્રહ, અનેક તૂટતા તારા, નાની વયના તારા, વગેરેનો સમાવેશ છે.

Diese Geschichte stammt aus der August 08, 2022-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der August 08, 2022-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.