હવે કારમાં સીટ બેલ્ટ પહેરવાનું અચૂક યાદ રાખજો...
Chitralekha Gujarati|September 19, 2022
કારની પાછલી સીટ પર બેઠો છું એટલે અકસ્માત થાય તો પણ મને કંઈ થવાનું નથી એવી દલીલ કરનારાઓએ ‘ટાટા સન્સ’ના માજી ચૅરમૅન સાયરસ મિસ્ત્રીના અણધાર્યા અવસાનમાંથી બોધ લેવાની જરૂર છે.
બિમલ મહેશ્વરી
હવે કારમાં સીટ બેલ્ટ પહેરવાનું અચૂક યાદ રાખજો...

મધ્ય મુંબઈના માટુંગામાં રહેતા કચ્છી વિસા ઓસવાલ સમાજના રવિ જૈન બેએક વર્ષ પહેલાં દેવલાલીથી કારમાં પરિવાર સાથે મુંબઈ પાછા ફરી રહ્યા હતા. રસ્તામાં એમની સ્વિફ્ટ ડિઝાયર કાર સાઈડમાં પાર્ક એક ટ્રક સાથે પાછળથી જોરદાર અથડાઈ. કાર ચલાવતા રવિ જૈન અને આગળ બેઠેલી એમની દીકરી જલ્પાના શરીર પર ઘસરકો પણ પડ્યો નહોતો, કારણ કે એમણે સીટ બેલ્ટ પહેરેલો. જો કે સીટ બેલ્ટ બાંધ્યા વગર પાછળ બેઠેલાં એમનાં પત્ની છાયા અને બીજી દીકરી ઉર્વીના ચહેરા, ઘૂંટણ અને હાથમાં ગંભીર ઈજા થઈ અને બન્નેને હૉસ્પિટલમાં પણ દાખલ કરવાની ફરજ પડેલી.

રવિ જૈને આ દુર્ઘટનામાંથી મળેલા ધડાને બરાબર યાદ રાખ્યો છે. એ ચિત્રલેખાને કહે છે કે આજે હું જો ગાડી ચલાવતો હોઉં તો પાછળ બેઠેલા પેસેન્જર પણ સીટ બેલ્ટ પહેરે એનું ખાસ ધ્યાન રાખું છું. જો એ સીટ બેલ્ટ ન પહેરે તો હું કાર સ્ટાર્ટ કરતો જ નથી!

દેશની સૌથી પ્રતિષ્ઠિત કંપનીમાંની એક એવી ટાટા સન્સના માજી ચૅરમૅન સાયરસ મિસ્ત્રીને સીટ બેલ્ટના મહત્વની તો ખબર જ હશે, પણ પાછળની સીટ પર બેસનારા પેસેન્જર્સ માટે પણ એ જીવનરક્ષક છે એની કદાચ વધુ જાણ નહીં હોય. જો ખબર હોત તો એ પણ સીટ બેલ્ટ પહેરીને બેઠા હોત અને આજે કદાચ જીવિત હોત.

૫૪ વર્ષના સાયરસ મિસ્ત્રી દક્ષિણ ગુજરાતના ઉદવાડામાં એમણે જીર્ણોદ્ધાર કરાવેલી અગિયારીમાં પૂજા-અર્ચના કરી દોસ્તો સાથે ગયા રવિવાર, ચાર સપ્ટેમ્બરની બપોરે મુંબઈ પાછા ફરી રહ્યા હતા ત્યારે મુંબઈ-અમદાવાદ હાઈ-વે પર ચારોટી નાકા પાસે એમની મર્સિડીઝ કાર સૂર્યા નદીના પુલ પરની દીવાલ સાથે અથડાઈ. ટક્કર એટલી જબરદસ્ત હતી કે કારમાં પાછલી સીટ પર સીટ બેલ્ટ બાંધ્યા વગર બેઠેલા બે જણનું તાત્કાલિક મોત થયું હતું, જ્યારે સીટ બેલ્ટ બાંધીને આગલી સીટના બન્ને પેસેન્જરોને ગંભીર ઈજા થઈ હતી, પણ એમના જીવ બચી ગયા હતા. જે બે જણ મૃત્યુ પામ્યા એમાં સાયરસ મિસ્ત્રી પણ હતા. અકસ્માતનું કારણ જે હોય તે, પણ બે જણને આ અકસ્માત ભરખી ગયો.

Diese Geschichte stammt aus der September 19, 2022-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der September 19, 2022-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.