રમતપ્રેમી પિતા અને કાબેલ ખેલાડી એવા મોટા ભાઈના પ્રોત્સાહનથી ૧૦-૧૧ વર્ષની છોકરી ટેબલ ટેનિસ રમવા માંડી ને પછી જોતજોતાંમાં અનેક ચંદ્રક જીતી લાવી. સ્કૂલ, કૉલેજ, યુનિવર્સિટી પછી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં નામના મેળવનારી આ મહિલા ખેલાડી હવે નિયમિત વેટરન સ્પર્ધા રમે છે-જીતે પણ છે. સિનિયરોની રાષ્ટ્રીય સ્પર્ધામાં ત્રણ-ત્રણ ગોલ્ડ જીતનારાં ગુજરાતનાં એકમાત્ર મહિલા ખેલાડી પ્રસૂન્ના પારેખને હજી તો ઘણા મેડલ જીતવાના ઓરતા છે.
એક પરિવારનાં બધાં સંતાનો એક જ રમતના દાદુ ખેલાડી હોય એવું ઓછું જોવા મળે. ગુજરાતમાં જો કે એવા બે પરિવાર છે, જે ટેબલ ટેનિસમાં નિપુણ છે. રાજકોટના જામપરિવારના છ સભ્યો એક સમયે ટેબલ ટેનિસ રમતા. હવે સિકંદરભાઈ જામ સક્રિય છે તો ધ્રાંગધ્રાના દોશીપરિવારમાં ત્રણેય સભ્ય વર્તમાનમાં ટેબલ ટેનિસ સાથે સંકળાયેલા છે.
રેકેટ માટે પ્લાય અને રબરની પસંદગીમાં સ્પીડ, સ્પિન અને કન્ટ્રોલનું ખાસ ધ્યાન રાખવું પડે.
ધ્રાંગધ્રાવાસી રેખા અને ઋષિકેશ દોશીને ત્રણ સંતાનઃ ગૌરવ, પ્રસૂન્ના અને લાલન. રમતપ્રેમી ઋષિકેશ દોશી એક શાળામાં શિક્ષક બન્યા અને આચાર્ય તરીકે નિવૃત્ત થયા. એ ખો ખોમાં યુનિવર્સિટી ચૅમ્પિયન ટીમમાં હતા અને ટેબલ ટેનિસમાં ઈન્ટર યુનિવર્સિટી ચીફ રેફરી તરીકે પણ સેવા આપી.
૧૯૮૪ની વાત. ધ્રાંગધ્રામાં ટેબલ ટેનિસની ટુર્નામેન્ટ માટે વિવિધ શહેરોમાંથી છોકરીઓ આવી. એમનો ઉતારો ઋષિકેશ દોશીના ઘેર હતો. નાનકડી પ્રસૂન્નાએ ખેલાડી યુવતીઓ સાથે વાતો કરી અને એમની સ્પર્ધા જોવા પણ ગઈ. ત્યારથી એને ટેબલ ટેનિસ પ્રત્યે રસ જાગ્યો. પિતા અને ભાઈએ એ રસ સીંચ્યો. પ્રસૂન્ના શિશુકુંજ શાળામાં ભણે અને ત્યાં રોજ સવાર-સાંજ મહેન્દ્ર વ્યાસ અને મકવાણા સાહેબ પાસે ટેબલ ટેનિસ શીખે. જીવણભાઈ પાસે ફિટનેસની તાલીમ લે. ઘરમાં તો ત્રણેય ભાઈ-બહેન સતત પ્રેક્ટિસ કરતાં.
પ્રસૂન્ના અગિયાર વર્ષની ઉંમરે પહેલી વાર ગામબહાર ગાંધીનગર રમવા ગઈ. અન્ડર ૧૨ વયજૂથની સ્ટેટ ટુર્નામેન્ટમાં સીધી વિજેતા બની. પછી દિલ્હીમાં નૅશનલ ટુર્નામેન્ટમાં રમી.
Diese Geschichte stammt aus der October 17, 2022-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der October 17, 2022-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ઈન્ફોર્મેશન ઈ ઓવરલોડઃ આપણે જાણકાર મૂર્ખ બની રહ્યા છીએ...
સમાચાર ચૅનલો, સોશિયલ મિડિયા, સિરિયલો અને ફિલ્મોનું કામ લોકોને ચોંકાવવાનું છે. લોકો ચોંકે તો એમાં વધુ ચોંટે. લોકો વધુ ચોંટે તો ઍડ્વર્ટાઈઝમેન્ટ્સ વધુ આવે. આપણા ચોંકવા અને ચોંટવા પાછળ અર્થશાસ્ત્ર કામ કરે છે. આપણે ચોંકવાને બદલે વિચાર કરતાં થઈએ એમાં આ ‘અર્થશાસ્ત્રી’ને રસ નથી.
આ તો બકરું કાઢતાં ઊંટ પેસી જવાનું છે!
કશ્મીર મુદ્દે ભારતની પડખે ઊભા રહેનારા ગણ્યાગાંઠ્યા મુસ્લિમ દેશોમાંના એક એવા સિરિયામાં સત્તાપલટો થયો છે. વર્ષો સુધી એક પરિવારે એની જોહુકમીથી તાબામાં રાખેલી પ્રજા અત્યારે તો ઉન્માદે ચડી છે, પણ ‘અલ-કાયદા’ જેવી જડ માનસિકતા ધરાવતા સંગઠન પાસેથી સિરિયન નાગરિકો શું અપેક્ષા રાખી શકશે?
જસ્ટ એક મિનિટ...
ખરેખર, આપવાનો આનંદ (joy of giving) એ કોઈ પણ માણસની સર્વશ્રેષ્ઠ અનુભૂતિ છે.
લૂંટવા માટે બધા તૈયાર છે
લૂંટાવે છે બે હાથે, એ ઈશ્વર લૂંટી ગયા અકબંધ રાખી ખોળિયું જીવતર લૂંટી ગયા મારી કને જે કંઈ હતું, મારું સ્વમાન માત્ર વીંટી’તી એક માત્ર એ, ચાદર લૂંટી ગયા.
કેવી હશે અમેરિકાની સંભવિત વેપારનીતિ અને એની અસર?
વરસ ૨૦૨૪ પૂર્ણતાના આરે છે ત્યારે આપણી નજર આવતા વરસ પર હોય એ સહજ છે. એમાંય વિશેષ ધ્યાન અમેરિકા અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર હશે. આ વખતે ટ્રમ્પ કંઈક વિશેષ આક્રમકતા સાથે સત્તા પર આવ્યા છે અને એમની નવી નીતિની અસર વિશ્વ-વેપાર પર થવાની શક્યતા ઊંચી છે, જેમાં ભારત માટે ક્યાંક ચિંતા અને ક્યાંક રાહતની ધારણા પણ છે.
બિઝનેસમાં સેફ રહેવું હોય તો એક રહો...
પ્રાચીન ભારતમાં શ્રેષ્ઠી તરીકે ઓળખાતા સનાતની વેપારીઓનો વિશ્વ-વેપારમાં ૩૫ ટકા હિસ્સો હતો, જે કાલાંતરે ઘટીને એક ટકો થઈ ગયો. વૈશ્વિક વેપારમાં ચીન છવાતું ગયું અને વેપાર-ધંધા કરતી પરંપરાગત હિંદુ જ્ઞાતિના પ્રતિભાસંપન્ન યુવાનો મલ્ટિનૅશનલ કંપનીઓના કર્મચારી બનવા માંડ્યા. આ વાસ્તવિકતા વચ્ચે ૧૪ વર્ષ પહેલાં સ્થપાયેલી ‘વર્લ્ડ હિંદુ ઈકોનોમિક ફોરમે’ દુનિયાઆખીના હિંદુ ધંધાર્થી, આન્ત્રપ્રેન્યૉર્સ, ઉદ્યોગપતિ વચ્ચે સાથ-સહકાર વધારવાનું કામ સફળતાથી કર્યું છે.
સ્ત્રીને માતા બનાવતા આ કૌભાંડની જાણ છે તમને?
સંતાનવિહોણી મહિલા અપમાનથી બચવા અજાણતાં અંધશ્રદ્ધાનો આશરો લે ત્યારે...
રોનોર્મલ યુટેરાઈન બ્લીડિંગઃ ચાલીસીની સમસ્યા
પંદરથી પચાસ સુધીની કોઈ પણ સ્ત્રીને આ પીડા થઈ શકે, પણ મેનોપોઝ નજીક આવે એમ એની શક્યતા વધે છે.
શિયાળામાં માણો, લાજવાબ સ્વાદની મજા
ઠંડી જામવામાં છે ત્યારે કરકરી લીલવાની કચોરીની લહેજત લેવા જેવી છે.
આ ગુજ઼રાતી અભિનેત્રી તો છે ખરી નીલમ
ફિલ્મકલાકારોની અંગત જિંદગીમાં ડોકિયું કરીએ તો સમજાય કે એમનાં સંઘર્ષ, સપનાં અને આવશ્યકતા આપણા જેવા કૉમન મૅનથી કંઈ બહુ જુદાં હોતાં નથી. અમદાવાદમાં એક વિધવાની ચારમાંથી સૌથી નાની દીકરી જીદ કરીને ઑડિશન આપવા માટે દૂરના સ્થળે ચાલીને ગઈ. કામ મળે તો પરિવારને આર્થિક ટેકો રહે એ ગણતરી. કામ મળ્યું પણ ખરું અને એ દીકરીએ અભિનયની દુનિયામાં નવાં કીર્તિમાન પણ રચ્યાં.