અમદાવાદનો સાબરમતી રિવરફ્રન્ટ જાણીતું પિકનિક સ્પૉટ છે. હજી અ હમણાં જ અહીં ૩૬મી નૅશનલ ગેમ્સની અમુક સ્પર્ધા યોજાઈ. હવે યોજાશે ડિફેન્સ એક્સ્પો. સામ્યતા ગણો તો ગુજરાતમાં નૅશનલ ગેમ્સ પ્રથમ વાર યોજાઈ એમ ડિફેન્સ એક્સ્પો માટે પણ પહેલી વાર ગુજરાત યજમાન બન્યું છે.
પાટનગર ગાંધીનગર અને અમદાવાદમાં ૧૮થી ૨૨ ઑક્ટોબર સુધી બારમો DefExpo-2022 અર્થાત્ ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨ યોજાવાનો છે, એની તડામાર તૈયારી થઈ રહી છે. મૂળ યોજના પ્રમાણે તો આ વર્ષની શરૂઆતમાં (૧૦થી ૧૪ માર્ચ સુધી) ગાંધીનગર અને અમદાવાદમાં ડિફેન્સ એક્સ્પો યોજાવાનો હતો. એ માટે ૬૩ દેશોના ૧૨૧ પ્રતિનિધિઓ સહિત ૯૭૩ પ્રદર્શકોની નોંધણી પણ થઈ ગઈ હતી, પરંતુ રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે એક્સ્પો મુલતવી રાખવો પડ્યો. હવે દિવાળી ટાણે આ એક્સ્પોનું આયોજન થઈ રહ્યું છે ત્યારે પ્રદર્શકો અને એક્સ્પોમાં ભાગ લેનારા પ્રતિનિધિઓની સંખ્યા વધીને ૧૧૩૦ સુધી પહોંચી ગઈ છે!
સહેજ જાણી લો કે દેશમાં સૌપ્રથમ ડિફેન્સ એક્સ્પો વર્ષ ૧૯૮૧માં દિલ્હીના પ્રગતિ મેદાનમાં યોજાયો હતો. સંરક્ષણ વિભાગના એક ઉચ્ચ અધિકારી ચિત્રલેખાને કહે છે: ‘છેલ્લો (અગિયારમો) ડિફેન્સ એક્સ્પો ઉત્તર પ્રદેશના લખનઉમાં વર્ષ ૨૦૨૦ દરમિયાન યોજાયો હતો, એમાં ૧૭૨ વિદેશી મિલિટરી કંપનીઓ સહિત ૮૫૬ ભારતીય ડિફેન્સ કંપનીએ ભાગ લીધો હતો.’
Diese Geschichte stammt aus der October 24, 2022-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der October 24, 2022-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ઈન્ફોર્મેશન ઈ ઓવરલોડઃ આપણે જાણકાર મૂર્ખ બની રહ્યા છીએ...
સમાચાર ચૅનલો, સોશિયલ મિડિયા, સિરિયલો અને ફિલ્મોનું કામ લોકોને ચોંકાવવાનું છે. લોકો ચોંકે તો એમાં વધુ ચોંટે. લોકો વધુ ચોંટે તો ઍડ્વર્ટાઈઝમેન્ટ્સ વધુ આવે. આપણા ચોંકવા અને ચોંટવા પાછળ અર્થશાસ્ત્ર કામ કરે છે. આપણે ચોંકવાને બદલે વિચાર કરતાં થઈએ એમાં આ ‘અર્થશાસ્ત્રી’ને રસ નથી.
આ તો બકરું કાઢતાં ઊંટ પેસી જવાનું છે!
કશ્મીર મુદ્દે ભારતની પડખે ઊભા રહેનારા ગણ્યાગાંઠ્યા મુસ્લિમ દેશોમાંના એક એવા સિરિયામાં સત્તાપલટો થયો છે. વર્ષો સુધી એક પરિવારે એની જોહુકમીથી તાબામાં રાખેલી પ્રજા અત્યારે તો ઉન્માદે ચડી છે, પણ ‘અલ-કાયદા’ જેવી જડ માનસિકતા ધરાવતા સંગઠન પાસેથી સિરિયન નાગરિકો શું અપેક્ષા રાખી શકશે?
જસ્ટ એક મિનિટ...
ખરેખર, આપવાનો આનંદ (joy of giving) એ કોઈ પણ માણસની સર્વશ્રેષ્ઠ અનુભૂતિ છે.
લૂંટવા માટે બધા તૈયાર છે
લૂંટાવે છે બે હાથે, એ ઈશ્વર લૂંટી ગયા અકબંધ રાખી ખોળિયું જીવતર લૂંટી ગયા મારી કને જે કંઈ હતું, મારું સ્વમાન માત્ર વીંટી’તી એક માત્ર એ, ચાદર લૂંટી ગયા.
કેવી હશે અમેરિકાની સંભવિત વેપારનીતિ અને એની અસર?
વરસ ૨૦૨૪ પૂર્ણતાના આરે છે ત્યારે આપણી નજર આવતા વરસ પર હોય એ સહજ છે. એમાંય વિશેષ ધ્યાન અમેરિકા અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર હશે. આ વખતે ટ્રમ્પ કંઈક વિશેષ આક્રમકતા સાથે સત્તા પર આવ્યા છે અને એમની નવી નીતિની અસર વિશ્વ-વેપાર પર થવાની શક્યતા ઊંચી છે, જેમાં ભારત માટે ક્યાંક ચિંતા અને ક્યાંક રાહતની ધારણા પણ છે.
બિઝનેસમાં સેફ રહેવું હોય તો એક રહો...
પ્રાચીન ભારતમાં શ્રેષ્ઠી તરીકે ઓળખાતા સનાતની વેપારીઓનો વિશ્વ-વેપારમાં ૩૫ ટકા હિસ્સો હતો, જે કાલાંતરે ઘટીને એક ટકો થઈ ગયો. વૈશ્વિક વેપારમાં ચીન છવાતું ગયું અને વેપાર-ધંધા કરતી પરંપરાગત હિંદુ જ્ઞાતિના પ્રતિભાસંપન્ન યુવાનો મલ્ટિનૅશનલ કંપનીઓના કર્મચારી બનવા માંડ્યા. આ વાસ્તવિકતા વચ્ચે ૧૪ વર્ષ પહેલાં સ્થપાયેલી ‘વર્લ્ડ હિંદુ ઈકોનોમિક ફોરમે’ દુનિયાઆખીના હિંદુ ધંધાર્થી, આન્ત્રપ્રેન્યૉર્સ, ઉદ્યોગપતિ વચ્ચે સાથ-સહકાર વધારવાનું કામ સફળતાથી કર્યું છે.
સ્ત્રીને માતા બનાવતા આ કૌભાંડની જાણ છે તમને?
સંતાનવિહોણી મહિલા અપમાનથી બચવા અજાણતાં અંધશ્રદ્ધાનો આશરો લે ત્યારે...
રોનોર્મલ યુટેરાઈન બ્લીડિંગઃ ચાલીસીની સમસ્યા
પંદરથી પચાસ સુધીની કોઈ પણ સ્ત્રીને આ પીડા થઈ શકે, પણ મેનોપોઝ નજીક આવે એમ એની શક્યતા વધે છે.
શિયાળામાં માણો, લાજવાબ સ્વાદની મજા
ઠંડી જામવામાં છે ત્યારે કરકરી લીલવાની કચોરીની લહેજત લેવા જેવી છે.
આ ગુજ઼રાતી અભિનેત્રી તો છે ખરી નીલમ
ફિલ્મકલાકારોની અંગત જિંદગીમાં ડોકિયું કરીએ તો સમજાય કે એમનાં સંઘર્ષ, સપનાં અને આવશ્યકતા આપણા જેવા કૉમન મૅનથી કંઈ બહુ જુદાં હોતાં નથી. અમદાવાદમાં એક વિધવાની ચારમાંથી સૌથી નાની દીકરી જીદ કરીને ઑડિશન આપવા માટે દૂરના સ્થળે ચાલીને ગઈ. કામ મળે તો પરિવારને આર્થિક ટેકો રહે એ ગણતરી. કામ મળ્યું પણ ખરું અને એ દીકરીએ અભિનયની દુનિયામાં નવાં કીર્તિમાન પણ રચ્યાં.