૪૦,૦૦૦...
આ અંક તમારા હાથમાં આવશે ત્યારે આંકડો કદાચ વધી ગયો હશે. ચીનમાં કોવિડે ફરી માથું ઊંચક્યું છે એની સાથે સરકારની ઝીરો કોવિડ પૉલિસી તથા આકરા લૉકડાઉનની સામે સામાન્ય પ્રજા પણ માથું ઊંચકતી જાય છે.
પાછલા દિવસોમાં ચીનની ઉદ્યોગ નગરી જાંગઝુમાં ફોક્સકોનની વિશાળ આઈફોન ફૅક્ટરીના કામદારોએ પોલીસ સાથે બાથંબાથી કરી એ ન્યૂઝ ચર્ચામાં રહ્યા. જંગુહા યુનિવર્સિટીમાં તો સ્ટુડન્ટ્સ હૉસ્ટેલમાં ચીની પ્રમુખ સી જિનપિંગને સંબોધીને ભૂંડી ગાળો લખાયેલાં બોર્ડ લગાડવામાં આવ્યાં. પાટનગર બીજિંગમાં વિદેશી એલચી કચેરીઓ આવેલી છે એ ચાઓયાંગ ઉપનગરમાં હજારો સ્ટુડન્ટ્સ ઝીરો કોવિડ પૉલિસીના વિરોધમાં મોરચા કાઢી રહ્યા છે.
આ તમામ ઘટનાના અહેવાલ-ફોટો-વિડિયો સરકારી સેન્સરશિપના લોખંડી દરવાજાની બહાર છટકીને વિશ્વનાં મિડિયામાં, ખાસ તો સોશિયલ મિડિયામાં પ્રસારિત થઈ રહ્યા છે. આવી ઘટનાનું રિપોર્ટિંગ કરનારા બીબીસીના પત્રકારને ચીની પોલીસે મેથીપાક આપીને હાથકડી પહેરાવીને કેટલાક કલાક માટે અંદર કરી દીધો એટલે દુનિયાઆખીનાં પ્રસાર માધ્યમોએ ચીની પ્રજાના મિનિ બળવાની નોંધ લેવા માંડી.
નવેમ્બરની શરૂઆતમાં ચીનના ગ્યાનસ રાજ્યમાં લૉકડાઉન દરમિયાન એક ઘરમાં અકસ્માતે ચૂલાનો ગૅસ લીક થયો. માએ પોતાના બાળકને હૉસ્પિટલમાં લઈ જવા દોડાદોડી કરી મૂકી, પણ લૉકડાઉનને કારણે હૉસ્પિટલમાં ન પહોંચી શક્યાં એમાં બાળક મરી ગયું. બાળકના પિતાએ સોશિયલ મિડિયામાં ગાઈ-વગાડીને કહ્યું કે મારા બાળકે ત્રણ વર્ષમાં માત્ર ને માત્ર કોવિડ ને ક્વૉરન્ટીન જ જોયાં ને છેવટે લૉકડાઉન એને ભરખી ગયો.
આ માતા-પિતાની ઈમોશનલ વાતોએ સામાન્ય પ્રજાના રોષને ચિનગારી આપી. જાંગડુ શહેરમાં કોવિડનો ચેપ ડામી દેવા માટે સરકારે પાંચ દિવસનું લૉકડાઉન જાહેર કરીને ૬૦ લાખ નાગરિકોને ઘરમાં પુરાઈ રહેવાનો આદેશ આપ્યો, એમાં મોટી બબાલ થઈ. પોલીસ ગમે એને પકડીને ટેસ્ટ કરે, ક્વૉરન્ટીનમાં મૂકી દે એની સામે લોકોનો વિરોધ હતો.
ન્યૂઝ વેબસાઈટ ડીડબ્લ્યુના બીજિંગસ્થિત પત્રકાર ફેબિયન ક્રેશ્મર કહે છે કે કતારમાં ફૂટબૉલ વર્લ્ડ કપમાં દુનિયાભરના પ્રેક્ષકોને માસ્ક પહેર્યા વિના મોજ કરતા જોઈને મહિનાઓથી ઘરમાં બેઠેલી ચીની પ્રજા સરકારને સવાલ પૂછવા માંડી છે કે દુનિયાઆખીએ કોવિડ વાઈરસ સાથે જીવતાં શીખી લીધું છે તો અમને કેમ પ્રતિબંધોમાં સડાવવામાં આવે છે.
Diese Geschichte stammt aus der December 12, 2022-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der December 12, 2022-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ઈન્ફોર્મેશન ઈ ઓવરલોડઃ આપણે જાણકાર મૂર્ખ બની રહ્યા છીએ...
સમાચાર ચૅનલો, સોશિયલ મિડિયા, સિરિયલો અને ફિલ્મોનું કામ લોકોને ચોંકાવવાનું છે. લોકો ચોંકે તો એમાં વધુ ચોંટે. લોકો વધુ ચોંટે તો ઍડ્વર્ટાઈઝમેન્ટ્સ વધુ આવે. આપણા ચોંકવા અને ચોંટવા પાછળ અર્થશાસ્ત્ર કામ કરે છે. આપણે ચોંકવાને બદલે વિચાર કરતાં થઈએ એમાં આ ‘અર્થશાસ્ત્રી’ને રસ નથી.
આ તો બકરું કાઢતાં ઊંટ પેસી જવાનું છે!
કશ્મીર મુદ્દે ભારતની પડખે ઊભા રહેનારા ગણ્યાગાંઠ્યા મુસ્લિમ દેશોમાંના એક એવા સિરિયામાં સત્તાપલટો થયો છે. વર્ષો સુધી એક પરિવારે એની જોહુકમીથી તાબામાં રાખેલી પ્રજા અત્યારે તો ઉન્માદે ચડી છે, પણ ‘અલ-કાયદા’ જેવી જડ માનસિકતા ધરાવતા સંગઠન પાસેથી સિરિયન નાગરિકો શું અપેક્ષા રાખી શકશે?
જસ્ટ એક મિનિટ...
ખરેખર, આપવાનો આનંદ (joy of giving) એ કોઈ પણ માણસની સર્વશ્રેષ્ઠ અનુભૂતિ છે.
લૂંટવા માટે બધા તૈયાર છે
લૂંટાવે છે બે હાથે, એ ઈશ્વર લૂંટી ગયા અકબંધ રાખી ખોળિયું જીવતર લૂંટી ગયા મારી કને જે કંઈ હતું, મારું સ્વમાન માત્ર વીંટી’તી એક માત્ર એ, ચાદર લૂંટી ગયા.
કેવી હશે અમેરિકાની સંભવિત વેપારનીતિ અને એની અસર?
વરસ ૨૦૨૪ પૂર્ણતાના આરે છે ત્યારે આપણી નજર આવતા વરસ પર હોય એ સહજ છે. એમાંય વિશેષ ધ્યાન અમેરિકા અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર હશે. આ વખતે ટ્રમ્પ કંઈક વિશેષ આક્રમકતા સાથે સત્તા પર આવ્યા છે અને એમની નવી નીતિની અસર વિશ્વ-વેપાર પર થવાની શક્યતા ઊંચી છે, જેમાં ભારત માટે ક્યાંક ચિંતા અને ક્યાંક રાહતની ધારણા પણ છે.
બિઝનેસમાં સેફ રહેવું હોય તો એક રહો...
પ્રાચીન ભારતમાં શ્રેષ્ઠી તરીકે ઓળખાતા સનાતની વેપારીઓનો વિશ્વ-વેપારમાં ૩૫ ટકા હિસ્સો હતો, જે કાલાંતરે ઘટીને એક ટકો થઈ ગયો. વૈશ્વિક વેપારમાં ચીન છવાતું ગયું અને વેપાર-ધંધા કરતી પરંપરાગત હિંદુ જ્ઞાતિના પ્રતિભાસંપન્ન યુવાનો મલ્ટિનૅશનલ કંપનીઓના કર્મચારી બનવા માંડ્યા. આ વાસ્તવિકતા વચ્ચે ૧૪ વર્ષ પહેલાં સ્થપાયેલી ‘વર્લ્ડ હિંદુ ઈકોનોમિક ફોરમે’ દુનિયાઆખીના હિંદુ ધંધાર્થી, આન્ત્રપ્રેન્યૉર્સ, ઉદ્યોગપતિ વચ્ચે સાથ-સહકાર વધારવાનું કામ સફળતાથી કર્યું છે.
સ્ત્રીને માતા બનાવતા આ કૌભાંડની જાણ છે તમને?
સંતાનવિહોણી મહિલા અપમાનથી બચવા અજાણતાં અંધશ્રદ્ધાનો આશરો લે ત્યારે...
રોનોર્મલ યુટેરાઈન બ્લીડિંગઃ ચાલીસીની સમસ્યા
પંદરથી પચાસ સુધીની કોઈ પણ સ્ત્રીને આ પીડા થઈ શકે, પણ મેનોપોઝ નજીક આવે એમ એની શક્યતા વધે છે.
શિયાળામાં માણો, લાજવાબ સ્વાદની મજા
ઠંડી જામવામાં છે ત્યારે કરકરી લીલવાની કચોરીની લહેજત લેવા જેવી છે.
આ ગુજ઼રાતી અભિનેત્રી તો છે ખરી નીલમ
ફિલ્મકલાકારોની અંગત જિંદગીમાં ડોકિયું કરીએ તો સમજાય કે એમનાં સંઘર્ષ, સપનાં અને આવશ્યકતા આપણા જેવા કૉમન મૅનથી કંઈ બહુ જુદાં હોતાં નથી. અમદાવાદમાં એક વિધવાની ચારમાંથી સૌથી નાની દીકરી જીદ કરીને ઑડિશન આપવા માટે દૂરના સ્થળે ચાલીને ગઈ. કામ મળે તો પરિવારને આર્થિક ટેકો રહે એ ગણતરી. કામ મળ્યું પણ ખરું અને એ દીકરીએ અભિનયની દુનિયામાં નવાં કીર્તિમાન પણ રચ્યાં.