ધામણી.. ઘરે લક્ષ્મીજી અવતર્યાં છે, પણ..
ભાવનગરના ડૉક્ટરના મુખેથી પણ.. સાંભળતાં જ માતા-પિતાની આંખોમાં ચિંતાનાં અષાઢી વાદળ ચઢી આવ્યાં. વાત જ ચિંતા થાય એવી હતી. અવનિ અને વિજય ઝાંઝરૂકિયાને ત્યાં અવતરેલી દીકરીને જન્મતાંવેંત લીલા રંગની ઊલટી થઈ હતી. પછી તો સારવાર દરમિયાન એક-એક બીમારીનું નિદાન થતું ગયું.
આજે એ દીકરી નામે અન્વી ડાઉન સિન્ડ્રોમ, હર્શસ્પ્રંગ ડિઝીઝ, હાર્ટ ડિઝીઝ જેવી પડકારજનક શારીરિક અને માનસિક બીમારી સાથે જીવે છે. ટ્રાઈસોમી અને હર્શસ્પ્રંગ ડિઝીઝને કારણે એના મોટા આંતરડામાં ક્ષતિ છે. તબીબો માટે એ ૭૫ ટકા બૌદ્ધિક દિવ્યાંગ છે અને બોલવામાં પણ સમસ્યા અનુભવે છે. જો કે અત્યારે ૧૪ વર્ષની થયેલી અન્વીએ ભારેખમ અક્ષમતાઓ વચ્ચે પણ પિતાના નામ વિજયનો એના જીવનમાં સાક્ષાત્કાર કર્યો છે.
અન્વીના હૃદયમાં બે છિદ્રની સફળ સર્જરી થઈ છે. માઈટ્રલ તરીકે ઓળખાતા હાર્ટ વાલ્વમાં લીકેજ હોવાથી એ સર્જરી કરવી પડી હતી. એ વખતે ડૉક્ટરે ૧૦ વર્ષ પછી આ વાલ્વ બદલવા કહ્યું હતું. સદ્ભાગ્યે ૧૪ વર્ષ પછી પણ એ વાલ્વ બદલવાની જરૂર નથી પડી, કારણ કે લીકેજ વધ્યું નથી અને હવે કદાચ બીજાં ૩૫ વર્ષ સુધી આ નોબત નહીં આવે એવો ડૉક્ટરનો મત છે. કહે છે ને કે ઈશ્વર એક દરવાજો બંધ કરે છે તો સામે એકાદ બારી તો ખોલી જ આપે છે.
ઢગલાબંધ વ્યાધિઓથી પીડાતી અન્વીએ પાછલાં વર્ષોમાં જે મેળવ્યું છે એ કોઈની પણ માટે અચંબા કે ચમત્કારથી ઓછું નથી. આજે એ એની થોકબંધ સિદ્ધિઓને કારણે અનેક લોકો માટે પ્રેરણાસ્રોત બની ગઈ છે.
અન્વી તો જન્મ સાથે અનેક પડકાર લઈને આવી હતી, હવે સૌથી મોટો પડકાર એનાં માતા-પિતા માટે હતો.. અને અવિન તથા વિજય ઝાંઝરૂકિયાએ પહાડ જેવો પડકાર ઝીલીને દીકરીને એ મુકામ પર પહોંચાડી જ્યાં નૉર્મલ બાળકને પહોંચવું પણ એક સપના સમાન હોય છે. આ મુશ્કેલ પ્રવાસમાં એમને ઘણા માર્ગદર્શક મળ્યા, પણ સૌથી મોટું અને મહાન કામ કોઈએ કર્યું હોય તો એ યોગ છે.
અન્વીના યોગપ્રવેશ અને સફળતાની કહાની વિશે એનાં શિક્ષક માતા-પિતા પ્રિયદર્શિની સાથે સહર્ષ વાત માંડે છે..
Diese Geschichte stammt aus der December 12, 2022-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der December 12, 2022-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ઈન્ફોર્મેશન ઈ ઓવરલોડઃ આપણે જાણકાર મૂર્ખ બની રહ્યા છીએ...
સમાચાર ચૅનલો, સોશિયલ મિડિયા, સિરિયલો અને ફિલ્મોનું કામ લોકોને ચોંકાવવાનું છે. લોકો ચોંકે તો એમાં વધુ ચોંટે. લોકો વધુ ચોંટે તો ઍડ્વર્ટાઈઝમેન્ટ્સ વધુ આવે. આપણા ચોંકવા અને ચોંટવા પાછળ અર્થશાસ્ત્ર કામ કરે છે. આપણે ચોંકવાને બદલે વિચાર કરતાં થઈએ એમાં આ ‘અર્થશાસ્ત્રી’ને રસ નથી.
આ તો બકરું કાઢતાં ઊંટ પેસી જવાનું છે!
કશ્મીર મુદ્દે ભારતની પડખે ઊભા રહેનારા ગણ્યાગાંઠ્યા મુસ્લિમ દેશોમાંના એક એવા સિરિયામાં સત્તાપલટો થયો છે. વર્ષો સુધી એક પરિવારે એની જોહુકમીથી તાબામાં રાખેલી પ્રજા અત્યારે તો ઉન્માદે ચડી છે, પણ ‘અલ-કાયદા’ જેવી જડ માનસિકતા ધરાવતા સંગઠન પાસેથી સિરિયન નાગરિકો શું અપેક્ષા રાખી શકશે?
જસ્ટ એક મિનિટ...
ખરેખર, આપવાનો આનંદ (joy of giving) એ કોઈ પણ માણસની સર્વશ્રેષ્ઠ અનુભૂતિ છે.
લૂંટવા માટે બધા તૈયાર છે
લૂંટાવે છે બે હાથે, એ ઈશ્વર લૂંટી ગયા અકબંધ રાખી ખોળિયું જીવતર લૂંટી ગયા મારી કને જે કંઈ હતું, મારું સ્વમાન માત્ર વીંટી’તી એક માત્ર એ, ચાદર લૂંટી ગયા.
કેવી હશે અમેરિકાની સંભવિત વેપારનીતિ અને એની અસર?
વરસ ૨૦૨૪ પૂર્ણતાના આરે છે ત્યારે આપણી નજર આવતા વરસ પર હોય એ સહજ છે. એમાંય વિશેષ ધ્યાન અમેરિકા અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર હશે. આ વખતે ટ્રમ્પ કંઈક વિશેષ આક્રમકતા સાથે સત્તા પર આવ્યા છે અને એમની નવી નીતિની અસર વિશ્વ-વેપાર પર થવાની શક્યતા ઊંચી છે, જેમાં ભારત માટે ક્યાંક ચિંતા અને ક્યાંક રાહતની ધારણા પણ છે.
બિઝનેસમાં સેફ રહેવું હોય તો એક રહો...
પ્રાચીન ભારતમાં શ્રેષ્ઠી તરીકે ઓળખાતા સનાતની વેપારીઓનો વિશ્વ-વેપારમાં ૩૫ ટકા હિસ્સો હતો, જે કાલાંતરે ઘટીને એક ટકો થઈ ગયો. વૈશ્વિક વેપારમાં ચીન છવાતું ગયું અને વેપાર-ધંધા કરતી પરંપરાગત હિંદુ જ્ઞાતિના પ્રતિભાસંપન્ન યુવાનો મલ્ટિનૅશનલ કંપનીઓના કર્મચારી બનવા માંડ્યા. આ વાસ્તવિકતા વચ્ચે ૧૪ વર્ષ પહેલાં સ્થપાયેલી ‘વર્લ્ડ હિંદુ ઈકોનોમિક ફોરમે’ દુનિયાઆખીના હિંદુ ધંધાર્થી, આન્ત્રપ્રેન્યૉર્સ, ઉદ્યોગપતિ વચ્ચે સાથ-સહકાર વધારવાનું કામ સફળતાથી કર્યું છે.
સ્ત્રીને માતા બનાવતા આ કૌભાંડની જાણ છે તમને?
સંતાનવિહોણી મહિલા અપમાનથી બચવા અજાણતાં અંધશ્રદ્ધાનો આશરો લે ત્યારે...
રોનોર્મલ યુટેરાઈન બ્લીડિંગઃ ચાલીસીની સમસ્યા
પંદરથી પચાસ સુધીની કોઈ પણ સ્ત્રીને આ પીડા થઈ શકે, પણ મેનોપોઝ નજીક આવે એમ એની શક્યતા વધે છે.
શિયાળામાં માણો, લાજવાબ સ્વાદની મજા
ઠંડી જામવામાં છે ત્યારે કરકરી લીલવાની કચોરીની લહેજત લેવા જેવી છે.
આ ગુજ઼રાતી અભિનેત્રી તો છે ખરી નીલમ
ફિલ્મકલાકારોની અંગત જિંદગીમાં ડોકિયું કરીએ તો સમજાય કે એમનાં સંઘર્ષ, સપનાં અને આવશ્યકતા આપણા જેવા કૉમન મૅનથી કંઈ બહુ જુદાં હોતાં નથી. અમદાવાદમાં એક વિધવાની ચારમાંથી સૌથી નાની દીકરી જીદ કરીને ઑડિશન આપવા માટે દૂરના સ્થળે ચાલીને ગઈ. કામ મળે તો પરિવારને આર્થિક ટેકો રહે એ ગણતરી. કામ મળ્યું પણ ખરું અને એ દીકરીએ અભિનયની દુનિયામાં નવાં કીર્તિમાન પણ રચ્યાં.