મંચ પર જે આવ્યું તે થયું શબ્દસ્થ
Chitralekha Gujarati|May 22, 2023
સામાન્ય શિરસ્તો એ છે કે લખાયેલું નાટક ભજવાય, પરંતુ ભજવાયેલા નાટકની વિગતો વાંચવા મળે તો અનુભવ અલગ રહે. ગુજરાતના જાણીતા નાટ્યકર્મી ભરત યાજ્ઞિકની નાટ્યયાત્રા-કારકિર્દીનું પુસ્તક ‘દર્શક દેવો ભવ’ તાજેતરમાં પ્રકાશિત થયું છે. ૧૯૫૩થી ૨૦૨૨ સુધીની રંગયાત્રા, કડવા-મીઠા અનુભવો આમાં આલેખાયાં છે. ગુજરાતી રંગભૂમિનાં છેલ્લાં સાઠ વર્ષની અનેક ઘટનાનો આ પુસ્તક એક પ્રકારે દસ્તાવેજ છે. અનેક કલાકારોને અપાયેલી સ્મરણાંજલિ છે અને અનેક નવા કલાકારોમાં વ્યક્ત થયેલો વિશ્વાસ પણ છે.
ઉમંગ વોરા
મંચ પર જે આવ્યું તે થયું શબ્દસ્થ

'૧૯૪૨માં મારાં માતા-પિતા જોડાયાં, બન્નેનાં એ બીજાં લગ્ન. બાપુજી તો કરાચીમાં જ બાળલગ્નના શિકાર થયેલા.. ને ત્યાં જ એક પુત્રી તથા પત્નીનાં મૃત્યુનો માર સહન કરીને મુંબઈ આવેલા. અહીં પંદર વર્ષ પછી મારી માતાને આગલા પતિથી થયેલાં પાંચ સંતાનો સાથે સ્વીકારેલાં. છતાં ન પ્રારબ્ધમાં બદલાવ આવ્યો, ન તો સ્થિતિમાં.

‘એ અરસામાં જ મુંબઈ ખાતે હિંદી થિયેટરના મહાન રંગકર્મી તથા ફિલ્મઅભિનેતા પૃથ્વીરાજ કપૂરે પોતાની નાટ્યમંડળી પૃથ્વી થિયેટર્સ નામે શરૂ કરી હતી. સૌને માટે પૃથ્વીના દરવાજા ખુલ્લા રહેતા. બાપુજીએ ફિલ્મનો વ્યામોહ છોડીને પૃથ્વી સાથે જોડાઈ ૧૯૪૪માં જીવનની દિશા બદલવાનો યત્ન કર્યો. એ દરમિયાન ઘરનો ક્લેશ વધતો ગયો. ને મા-બાપ સહસમજૂતીથી છૂટાં પડવા તૈયાર થઈ ગયાં, કારણ કે મુંબઈના સંઘર્ષથી કંટાળી બાપુજી હવે વતન પરત ફરવાનો નિર્ણય કરી ચૂકેલા. અંતે સ્વેચ્છાએ કોઈ કડવાશ વિના એકમેકથી છૂટાં પડ્યાં ત્યારે મારી માતાએ બાપુજીને એક અનમોલ દાન આપ્યું, પુત્રદાન.. માતાને જીવન આધાર રૂપે પાંચ સંતાનો તો હતાં જ, જ્યારે બાપુજીએ હવે કદી પણ લગ્નજીવનમાં આગળ ન વધવા નિર્ધાર કરી એકલવાયા જીવનપંથે યાત્રા આદરેલી..’

કોઈ નાટક કે વેબ-સિરીઝની સ્ટોરીસિનોપ્સિસ વાંચતા હોઈએ એવું લાગે. હજી થોડું આગળ વાંચીએ..

‘પહેલું જ નાટક. બિલકુલ નવોદિતો, બિન-અનુભવી, ગ્રામીણ ભાષી, લગભગ નિરક્ષર કે અલ્પશિક્ષિત કલાકારોને સથવારે માત્ર દસ દિવસમાં તૈયાર કરવાની જવાબદારી બાપુજીએ સ્વીકારી. બાપુજીએ પોતાની જ નવી નાટ્યસંસ્થાનું બૅનર આપવાનો નિર્ણય લીધો. એનું નામઃ કલા નિકેતન.’

ઓહ, હવે સમજાયું. આ તો ભરત યાજ્ઞિકની વાત છે ને? હા. તમે સાચા છો. તમને થશે કે આમ ટુકડા ટુકડા કેમ, આ ટુકડા જોડીને તો આખી ફિલ્મ કે નાટક બની શકે એમ છે. એય કોઈ બનાવશે, પરંતુ અત્યારે તો આવી રસપ્રદ વાતોનું પુસ્તક થયું છે.

આ તો કેટલાક અંશ છે રાજકોટમાં વસેલા નાટ્યકાર ભરત યાજ્ઞિકના નાટ્યસંસ્મરણના. થોડા સમય પહેલાં એનું વિમોચન થયું. રેડિયોમાં એમણે ૪૩ વર્ષ કામ કર્યું એની દિલચસ્પ દાસ્તાં શ્રોતા દેવો ભવના ત્રણ ભાગમાં આલેખી હતી. હવે આ નવું પુસ્તક પ્રકાશિત થયું, જેનું નામ છે દર્શક દેવો ભવ. આ પુસ્તકમાં ભરતભાઈનાં રંગભૂમિનાંનાટ્યકર્મનાં સંસ્મરણો શબ્દસ્થ થયાં છે.

Diese Geschichte stammt aus der May 22, 2023-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der May 22, 2023-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS CHITRALEKHA GUJARATIAlle anzeigen
ભાંગી મારી જન્મોજનમની ખામી
Chitralekha Gujarati

ભાંગી મારી જન્મોજનમની ખામી

ખૂબી વધારે છે કે ખામી એ ગણતરી ક્યાં કરી? જેવો હતો એવો મેં એને દિલથી અપનાવ્યો હતો.

time-read
2 Minuten  |
February 17, 2025
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

કઈ તરફનો ઝુકાવ રાખવો એ જે-તે માણસના હાથની વાત છે.

time-read
1 min  |
February 17, 2025
સફળતાની ઠોકર વાગે ત્યારે!
Chitralekha Gujarati

સફળતાની ઠોકર વાગે ત્યારે!

તમે પહેલી વાર કાર ચલાવી હશે ત્યારે તમને યાદ હશે કે તમે અત્યંત સાવચેતીપૂર્વક ડ્રાઈવિંગ કર્યું હશે, પરંતુ જેમ જેમ કારની ગતિ વધી હશે એમ તમારો આત્મવિશ્વાસ પણ વધ્યો હશે. એ જ ગતિ અતિ આત્મવિશ્વાસ તરફ લઈ જાય છે. અકસ્માતની સંભાવના એ જ વખતે સૌથી વધુ હોય છે જ્યારે અતિ આત્મવિશ્વાસ હોય.

time-read
5 Minuten  |
February 10, 2025
આ દવાનો ડોઝ ટ્રમ્પ ભારતને પણ આપશે?
Chitralekha Gujarati

આ દવાનો ડોઝ ટ્રમ્પ ભારતને પણ આપશે?

મધ્ય તથા દક્ષિણ અમેરિકાના ગેરકાયદે વસાહતીઓને દેશ બહાર કાઢી મૂકવાની શરૂઆત કરી ટ્રમ્પે આવનારા દિવસોમાં એમના એજન્ડાના અમલ વિશે બધાને વિચારતાં કરી દીધા છે.

time-read
4 Minuten  |
February 10, 2025
સિમ્પ્લિફાય! ઍપ્લિકાય!
Chitralekha Gujarati

સિમ્પ્લિફાય! ઍપ્લિકાય!

અલ્બર્ટ આઈનસ્ટાઈન હંમેશાં એક જ રંગનાં, એક જ પ્રકારનાં કપડાં પહેરતો.તેનો પ્રશ્ન, ‘વ્હાય મેક ઈટ કૉમ્પ્લિકેટેડ?'

time-read
5 Minuten  |
February 10, 2025
રોબોટ વડે થતી ઘૂંટણની શસ્ત્રક્રિયા વિશે તમારે જાણવા જેવું
Chitralekha Gujarati

રોબોટ વડે થતી ઘૂંટણની શસ્ત્રક્રિયા વિશે તમારે જાણવા જેવું

રોબોટિક પદ્ધતિ વડે કરાયેલા ઑપરેશનમાં દર્દીની રિકવરી સમયમાં ફરક પડેછે?

time-read
2 Minuten  |
February 10, 2025
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

સમજદાર લોકો આથી મૌન ધારણ કરે છે. હોશિયાર વ્યક્તિ સચોટ શબ્દમાં બોલે છે, જ્યારે મૂર્ખાઓ દલીલબાજીમાં ઊતરી પડે છે.

time-read
1 min  |
February 10, 2025
સરનામું પણ આગવી ઓળખ છે!
Chitralekha Gujarati

સરનામું પણ આગવી ઓળખ છે!

અહીં હરએક ચહેરો ઊડતી અફવા છે અહીં હરકોઈ જીવે છે સરનામાંમાં

time-read
2 Minuten  |
February 10, 2025
લેટ્સ બ્રેક બેરિયર્સ...રોક ધ વર્લ્ડ!
Chitralekha Gujarati

લેટ્સ બ્રેક બેરિયર્સ...રોક ધ વર્લ્ડ!

ચાલો, પોતાને સમય આપીએ, પોતાની પર અને જીવન પર પ્રેમ કરીએ,કારણ કે આપણે ખુશ તો આખું ઘર ખુશ. સો લેટ્સ ગો! ટ્રાવેલ! એક્સપ્લોર! સેલિબેટ લાઈફ! સેલિબેટ વુમનહૂડ!

time-read
5 Minuten  |
February 03, 2025
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

ક્યારેક એ સફળતા અને નિષ્ફળતા તેમ જ જીવન અને મૃત્યુ વચ્ચેનું નિમિત્ત પણ બની શકે છે.

time-read
1 min  |
February 03, 2025