મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય
Chitralekha Gujarati|June 05, 2023
થોડી જ વાર પહેલાં સાથે મળીને સમુદ્ર વલોવી રહેલા સમગ્ર દેવગણ-અસુરગણ વચ્ચે જામ્યું એવું એક પ્રચંડ યુદ્ધ, જેની સરખામણીમાં કુરુક્ષેત્રનું યુદ્ધ પણ થોડું ઝાંખું લાગી શકે.
દીપક સોલિયા
મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય

સમુદ્રમંથન એક પ્રચંડ ઘટના હતી. સમુદ્રની અંદર અકૂપાર કાચબાની પીઠ પર ટેકવાયેલા મંદરાંચલ પર્વતને વાસુકિનાગના દોરડા વડે દેવો-અસુરોએ વલોવવાનું શરૂ કર્યું. પર્વત પર નાનાં-મોટાં જંગલો હતાં અને વલોવાતા પર્વતની સાથે એ આખેઆખાં જંગલો પણ આમથી તેમ ડોલ્યાં. જંગલનાં વૃક્ષો પરથી પક્ષીઓના માળા ફંગોળાયા. ગતિશીલ વૃક્ષો વચ્ચે ભારે ઘર્ષણ થતાં તણખા ઝર્યા. એમાંથી આગ લાગી. આગ આખા પર્વત પર ફેલાઈ. નાનાંગભરું તો ઠીક, હાથી અને સિંહ જેવાં મોટાં-નીડર પ્રાણીઓ પણ ભારે ભાગદોડ છતાં પોતાને આગથી બચાવી ન શક્યાં. પર્વતને વીંટળાયેલા વાસુકિને પણ આ આગ દઝાડવા લાગી.

છેવટે વરસાદના દેવ ઈન્દ્ર સક્રિય બન્યા. એમણે મંદરાંચલ પર અનરાધાર મેઘ વરસાવ્યો. પરિણામે આગ ઠરી. જો કે પશુ-પક્ષીનો વિનાશ ન અટક્યો. પર્વતની ઉપર તેમ જ સમુદ્રની સપાટીની નીચે અસંખ્ય જીવો અથડાઈને કે કચડાઈને મરણને શરણ થતા રહ્યા.

પર્વતની સપાટી પરથી વૃક્ષોનાં રસ-ગુંદર-રસાયણો તેમ જ ખનિજો સમુદ્રનાં જળમાં ભળ્યાં. એ ઉત્તમ સામગ્રી ભળ્યા પછી વલોવાયેલાં સામુદ્રિક જળે દૂધનું રૂપ ધારણ કર્યું. એ દૂધ રૂપી પ્રવાહીને પણ દેવો-અસુરો અત્યંત શ્રમપૂર્વક વલોવતા રહ્યા, એને કારણે દૂધમાંથી ઘી બન્યું. 

- પણ હજુ અમૃત મળી નહોતું રહ્યું. દેવો-અસુરોનાં શરીરો થાકી રહ્યાં હતાં. ધીમે ધીમે મંથનકારો મંદ પડવા લાગ્યા. એમણે બ્રહ્માજીને કહ્યુંઃ ‘અમે લોકો લાંબા સમયથી સમુદ્ર વલોવીએ છીએ તોય અમૃત નથી મળી રહ્યું. હવે અમે થાકી ગયા છીએ. અમારાથી હવે વધુ શ્રમ થઈ શકે એમ નથી.’ 

બ્રહ્માજીએ નારાયણદેવને કહ્યું: ‘હે વિષ્ણુ, તમારી મદદ વિના આ લોકો કામ કરી શકશે નહીં. તમે એમને બળ આપો.'

નારાયણદેવે આ શબ્દો ઉચ્ચાર્યા: ‘જે કોઈ સમુદ્રમંથનના આ કાર્યમાં પરોવાયા છે એ સૌને હું મારી શક્તિ આપું છું. અટકશો નહીં. સમુદ્રમાં પર્વત ફેરવતા રહો.’

Diese Geschichte stammt aus der June 05, 2023-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der June 05, 2023-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS CHITRALEKHA GUJARATIAlle anzeigen
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.

time-read
1 min  |
January 13, 2025
સમયના ખેલ છે ન્યારા
Chitralekha Gujarati

સમયના ખેલ છે ન્યારા

સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.

time-read
2 Minuten  |
January 13, 2025
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
Chitralekha Gujarati

મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના

પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...

time-read
3 Minuten  |
January 06, 2025
નવું વર્ષ... નવી શરૂઆાત
Chitralekha Gujarati

નવું વર્ષ... નવી શરૂઆાત

બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર

time-read
2 Minuten  |
January 06, 2025
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
Chitralekha Gujarati

ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?

શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.

time-read
2 Minuten  |
January 06, 2025
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
Chitralekha Gujarati

પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!

જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.

time-read
4 Minuten  |
January 06, 2025
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
Chitralekha Gujarati

જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર

જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.

time-read
4 Minuten  |
January 06, 2025
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
Chitralekha Gujarati

ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?

૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?

time-read
4 Minuten  |
January 06, 2025
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
Chitralekha Gujarati

લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?

ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!

time-read
6 Minuten  |
January 06, 2025
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
Chitralekha Gujarati

પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા

આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.

time-read
5 Minuten  |
January 06, 2025