છપ્પનની સાઈઝનાં બે જિગર.. સર કરે છે સર્વોચ્ચ શિખર!
Chitralekha Gujarati|June 05, 2023
મુંબઈના બે યુવાન વર્ણવે છે એવરેસ્ટ પર પહોંચવાના રોમાંચક અનુભવ.
સંજય પંડ્યા (મુંબઈ)
છપ્પનની સાઈઝનાં બે જિગર.. સર કરે છે સર્વોચ્ચ શિખર!

પંખિલ છેડા: ૧૮ વર્ષથી મનમાં ધરબી રાખેલી એવરેસ્ટ આરોહણની ઈચ્છા પૂર્ણ થઈ.

મુંબઈના પશ્ચિમી પરા બોરીવલીમાં રહેતો પંખિલ હરીશ છેડા આઈટી એન્જિનિયર છે તો ઈશાન મુંબઈના ઘાટકોપરમાં રહેતા ૧૭ વર્ષી મિથિલ રાજુ દેઢિયાએ ટ્વેલ્થની પરીક્ષા આપી છે અને એ ગ્રાફિક ડિઝાઈનર બનવા માગે છે. આ બન્ને અત્યારે સમાચારમાં છે, કારણ કે બન્નેએ કપરાં ચઢાણ ચઢીને, વિષમ હવામાન, પરિસ્થિતિ સામે લડીને દુનિયાનું સર્વોચ્ચ શિખર માઉન્ટ એવરેસ્ટ સર કર્યું છે.

પંખિલ કહે છે: ‘૧૯૯૮માં હિમાલયમાં પહેલી વાર પર્વતારોહણ કર્યું એ વખતે ઉંમર હતી દસ વર્ષ. ૨૦૦૩માં દસમા ધોરણમાં હું મેરિટ લિસ્ટમાં આવ્યો અને ૨૦૦૫-૨૦૦૬માં આઈઆઈટી-મુંબઈમાં કમ્પ્યુટર સાયન્સ ઍન્ડ એન્જિનિયરિંગમાં ઍડ્મિશન લીધું.’ એ ગાળામાં પંખિલે વિવિધ એક્સપિડિશન કર્યાં અને ખાસ તો ૨૦૦૫માં એવરેસ્ટ બેઝ કૅમ્પ પર પહોંચ્યો ત્યારથી એની ઈચ્છા હતી કે માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરવું. ૨૦૨૨માં એણે નેપાળનું એમાડબ્લેમ શિખર સર કર્યું, જેની ખડકાળ દીવાલોનાં ચઢાણ અઘરાં, ગ્રેડ ફાઈવ કક્ષાનાં છે. હવે સમય આવી પહોંચ્યો હતો એવરેસ્ટ સર કરવાનો. આ માટે પંખિલ અને મિથિલ તોરી ઍડ્વેન્ચર્સ સાથે જોડાયા.

૨૫ એપ્રિલ, ૨૦૨૩ના દિવસે બેઝ કૅમ્પથી એ બન્ને ખુમ્બુ ગ્લૅશિયરના બરફીલા પોપકૉર્ન ફીલ્ડ તથા ફૂટબૉલ સેક્શન વટાવી કૅમ્પ વન પર પહોંચ્યા. કૅમ્પ વન સુધી પહોંચવાનો આખો પ્રદેશ પર્વતારોહકનાં શક્તિ, સામર્થ્ય અને સલામતીના દૃષ્ટિકોણની કસોટી કરે એવો છે. ગ્લૅશિયરની ખુલ્લી ક્રવાસ (ફાંટ) વટાવવી તથા ઢંકાયેલી વાસથી બચીને રહેવું પડે. વાસ પાર કરવા સીડીનો ઉપયોગ થાય છે. અહીં બે રાત્રિના રોકાણ દરમિયાન પર્વતારોહક આટલી ઊંચાઈ પર રહેવા કેળવાય છે, જેને એક્લેમેટાઈઝેશન કહેવાય છે. અહીંથી નીચે ઉતરાણ કરી ફરી કૅમ્પ વન પર આવે છે.

આ ક્રમે પંખિલ-મિથિલ ૨૯ એપ્રિલે ૭૦૦૦ મીટરની ઊંચાઈએ આવેલા કૅમ્પ થ્રી પર પહોંચી, ફરીથી નીચે ઊતરી બેઝ કૅમ્પ પર આવી ગયા. એકથી આઠ મેએ એ નામચી બજાર રોકાયા. અહીં ખાવા-પીવાની સુવિધા સારી છે. આઠથી ૧૧ મે દરમિયાન બેઝ કૅમ્પથી આજુબાજુના નાના ટ્રેક કરી શરીરને પરિસ્થિતિ સાથે કેળવતાં રહ્યા.

Diese Geschichte stammt aus der June 05, 2023-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der June 05, 2023-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS CHITRALEKHA GUJARATIAlle anzeigen
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
Chitralekha Gujarati

મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના

પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...

time-read
3 Minuten  |
January 06, 2025
નવું વર્ષ... નવી શરૂઆાત
Chitralekha Gujarati

નવું વર્ષ... નવી શરૂઆાત

બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર

time-read
2 Minuten  |
January 06, 2025
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
Chitralekha Gujarati

ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?

શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.

time-read
2 Minuten  |
January 06, 2025
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
Chitralekha Gujarati

પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!

જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.

time-read
4 Minuten  |
January 06, 2025
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
Chitralekha Gujarati

જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર

જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.

time-read
4 Minuten  |
January 06, 2025
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
Chitralekha Gujarati

ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?

૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?

time-read
4 Minuten  |
January 06, 2025
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
Chitralekha Gujarati

લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?

ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!

time-read
6 Minuten  |
January 06, 2025
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
Chitralekha Gujarati

પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા

આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.

time-read
5 Minuten  |
January 06, 2025
માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!
Chitralekha Gujarati

માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!

નવજાત શિશુનો પહેલો આહાર એટલે એની જનેતાનું દૂધ. એ દૂધ જે બાળક માટે અનેક વ્યાધિ સામેનું ટૉનિક પણ છે. જો કે હવે એવો દાવો કરી શકાય એમ નથી. હવા અને પાણીમાં ઠલવાતાં વિષારી તત્ત્વો તથા કેમિકલ્સ કોઈ ને કોઈ રીતે આપણા શરીરમાં પહોંચે છે. એ પ્રમાણ એટલું વધી ગયું છે કે એનાથી તો હવે માતાનું દૂધ સુદ્ધાં અભડાઈ ગયું છે.

time-read
4 Minuten  |
January 06, 2025
સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું
Chitralekha Gujarati

સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું

સામાજિક નિસબત સાથે લલિત સાહિત્યનું સંતુલન જાળવી સાતત્યથી સર્જન કરતાં હિમાંશી શેલતને પ્રતિષ્ઠિત ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર' જાહેર થયો છે ત્યારે આ...

time-read
2 Minuten  |
January 06, 2025