ગીતાબહેન ક્યારનાંય ઊંચાં-નીચાં થઈ રહ્યાં હતાં. એમણે આશીને નજીક બોલાવી કહ્યું: ‘આશી, મારે તારા પપ્પાજીને બર્થડ માટે સરસ ગિફ્ટ આપી સરપ્રાઈઝ આપવી છે. કંઈક સજેસ્ટ કર ને.’
‘પપ્પાજી બીજું કંઈ વાપરે કે ન વાપરે, પણ શર્ટ ચોક્કસ કામ આવશે જ. મમ્મીજી, શૉપિંગ માટે ક્યાંય ફરવાની જરૂર નહીં. હું તમને ઑનલાઈન બ્રાન્ડેડ શર્ટ્સના ફોટા બતાવું એમાંથી એમને માટે એક મસ્ત પાર્ટીવેર શર્ટ સિલેક્ટ કરીએ.’ કહી આશીએ આંગળીને ટેરવે મોબાઈલમાં દુકાન ખડી કરી દીધી. અધધધ ચૉઈસ!
ગીતાબહેનને ગમે એ આશીને ન ગમે અને આશીને જે ગમે એ ગીતાબહેનને વધુપડતું મૉડર્ન લાગે. પોણો કલાક મથ્યા પછી છેવટે એક મોંઘા બ્રાન્ડેડ આછા બ્લ્યુ કલરના ચેક્સવાળા શર્ટ પર બન્નેની નજર ઠરી. નિર્ણય લેવાઈ ગયો અને આશીએ ફટાફ્ટ ઑર્ડર પ્લેસ કરી ઑનલાઈન પેમેન્ટ કરી દીધું. ચોથે દિવસે પાર્સલ આવી ગયું અને પાંચમે દિવસે હૅપી બડ઼ે ટુ યુ ગાતાં ગાતાં ગીતાબહેને મુકેશભાઈને સરપ્રાઈઝ ગિફ્ટ આપી. સરપ્રાઈઝ્ડ થયેલા મુકેશભાઈએ હોંશે હોંશે પૅકેટ ખોલ્યું.
‘ગમ્યું ને? કેવું સરસ છે. હવે બહાર કોઈને ત્યાં પાર્ટીમાં જઈએ ત્યારે આ પહેરજો. જેવું-તેવું નથી. બ્રાન્ડેડ છે, હોં. મેં અને આશીએ સાથે મળીને પસંદ કર્યું છે.. અને તમે આ પહેરો ત્યારે મારેય મૅચિંગ કરવું પડે ને? હુંય આવા જ કલરનો સિલ્કનો નવો પંજાબી ડ્રેસ ખરીદી લાવી. ભેગાભેગ મૅચિંગ પર્સ અને સૅન્ડલ લઈ જ લીધાં. શું છે કે આપણી જોડી જામવી જોઈએ. આવા કલરની બુટ્ટી અને પેન્ડન્ટનો ઑર્ડર આપી દીધો છે એ પણ આવતા વીકે આવી જશે.’ ગીતાબહેને અટક્યા વગર પોતાનું આખું શૉપિંગ લિસ્ટ વાંચી કાઢ્યું.
‘હૈં! તારી બહેનું અત્યારથી લઈ લીધું?’ નાની સરપ્રાઈઝ પર મોટી સરપ્રાઈઝથી ડબલ ઝટકો લાગ્યો હોય એમ મુકેશભાઈના હાથમાં પકડેલો ચાનો કપ હલી ગયોઃ ‘ગીતા, મને આવી સરપ્રાઈઝો ના આપતી, હોં. ક્યાંક હાર્ટ બેસી જશે.' મુકેશભાઈએ નાક પર સરકી જતાં ચશ્માં ઉપરથી આંખ કાઢીને જોયું. એમને શર્ટ ખાસ ગમ્યું નહોતું, પણ એવું કહેવાની હિંમત કરે તો જન્મદિવસ ઝઘડાદિવસમાં પરિવર્તિત થઈ જાય.
Diese Geschichte stammt aus der June 05, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der June 05, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.