નવું સંસદ ભવન એટલે નૂતન અને પુરાતનનો સુભગ સંગમ
Chitralekha Gujarati|June 12, 2023
ભારતીયો દ્વારા, ભારતીયતાના વિચારથી ઓતપ્રોત, લોકતાંત્રિક પરંપરામાં સૌથી મહત્ત્વના પડાવમાંનું એક એટલે નવું સંસદ ભવન. વિરાસતને આધુનિકતા સાથે જોડવાની ક્વાયત એટલે નવી સંસદ. દેશવાસીઓની આકાંક્ષા અને ઉજ્વળ ભવિષ્યને સમર્પિત એટલે નવી સંસદ. રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટ સુધીના ત્રણેક કિલોમીટરના વિસ્તારમાં બની રહેલા સેન્ટ્રલ વિસ્ટાના પહેલા મણકામાં બનીને તૈયાર થયેલી ન્યુ પાર્લામેન્ટ ચોમાસુ સત્રથી જ ધમધમતી થઈ જશે સાથે જૂના સંસદ ભવનને હેરિટેજ ઈમારત તરીકે જાળવી રાખવામાં આવશે. કેવું છે જૂના સંસ્કારોનું નવું સ્વરૂપ?
સમીર પાલેજા (મુંબઈ)
નવું સંસદ ભવન એટલે નૂતન અને પુરાતનનો સુભગ સંગમ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા અઠવાડિયે એમના ટ્વિટર એકાઉન્ટ પર ૧.૪૬ મિનિટનો એક વિડિયો રિલીઝ કરેલો. એ મૂંગા વિડિયોમાં ભારતની નવી સંસદનાં ફૂટેજ હતાં. એમણે જાહેર જનતાને આ વિડિયોમાં ખૂટતી કૉમેન્ટરી ઉમેરીને મોકલવાનું આહ્વાન કર્યું અને ખાતરી પણ આપી કે પ્રાસંગિક કૉમેન્ટરીવાળા વિડિયોને એ પોતાના હૅન્ડલ પરથી રિ-ટ્વીટ કરશે.

- અને લો, થોડા કલાકમાં હજારો સામાન્ય લોકો ઉપરાંત શાહરુખ ખાન, કબીર બેદી, અક્ષય કુમાર, અનુપમ ખેર, મનોજ મુન્તશીર સહિત અનેક નામી હસ્તીની કૉમેન્ટરી આવી પડી. લોકસભાના વર્તમાન સ્પીકર ઓમ બિરલા, ભારત સરકારનાં મંત્રી મીનાક્ષી લેખી અને હરદીપ સિંહ પુરીએ પણ વિડિયોને અવાજ આપ્યો. બધાંએ પોતપોતાની રીતે ભારતની ઉજ્વળ લોકશાહી પરંપરાનું ગુણગૌરવ કર્યું ને એમાં સંસદની ભૂમિકાની પ્રશસ્તિ કરી. આ બધાના વિડિયો નેરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને વચન પાળ્યું.

કહેવાનું તાત્પર્ય એ કે અમુક વિરોધ પક્ષના વાંધાવચકા, વિવાદિત બૉયકોટને બાદ કરીએ તો ૨૮ મે, ૨૦૨૩નો દિવસ ભારતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયો, કારણ કે સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકરની ૧૪૦મી જન્મતિથિના અવસરે વડા પ્રધાને ભારતના સંસદ ભવનની નવી ઈમારતનું લોકાર્પણ કર્યું. આવતાં ૧૫૦ વર્ષ સુધી કામ આપી શકે એવી આ ઈમારત જૂની-વર્તમાન પાર્લામેન્ટ પડખેના પ્લૉટમાં બનાવવામાં આવી છે.

આ મકાન મોદી સરકારના અત્યંત ક્રાંતિકારી પ્રોજેક્ટ સેન્ટ્રલ વિસ્ટાના નવનિર્માણનો એક ભાગ છે. પાટનગરમાં રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટ સુધીનો ત્રણ કિલોમીટરના વિસ્તારને સેન્ટ્રલ વિસ્ટા કહેવાય છે. ૧૯૧૧માં પંચમ જ્યોર્જ અને રાણી મેરીની અનુમતીથી ભારતની રાજધાની કલકત્તાથી દિલ્હી ખસેડવાનું નક્કી થયું. અંગ્રેજ આર્કિટેક્ટ એડ્વિન લુટિયન્સ અને હર્બટ બેકરે સેન્ટ્રલ વિસ્ટાની બ્લુ પ્રિન્ટ ૧૯૧૮માં બનાવેલી. ૧૯૨૧થી ૧૯૨૭ સુધી વિવિધ ઈમારતો બની. વાઈસરૉય હાઉસ (વર્તમાન રાષ્ટ્રપતિ ભવન), કિંગ્ઝ વે (રાજપથ જે હવે કર્તવ્યપથ છે) અને વૉર મેમોરિયલ (ઈન્ડિયા ગેટ) બહુ ભવ્યતાથી બન્યાં. સાથે બ્રિટિશ શાસકોએ ભારતના વહીવટ માટે લેજિસ્લેટિવ કાઉન્સિલ (વિધાન પરિષદ)ની ઈમારત બનાવી, જે આજનું પાર્લામેન્ટ હાઉસ છે.

Diese Geschichte stammt aus der June 12, 2023-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der June 12, 2023-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS CHITRALEKHA GUJARATIAlle anzeigen
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
Chitralekha Gujarati

મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના

પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...

time-read
3 Minuten  |
January 06, 2025
નવું વર્ષ... નવી શરૂઆાત
Chitralekha Gujarati

નવું વર્ષ... નવી શરૂઆાત

બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર

time-read
2 Minuten  |
January 06, 2025
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
Chitralekha Gujarati

ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?

શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.

time-read
2 Minuten  |
January 06, 2025
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
Chitralekha Gujarati

પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!

જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.

time-read
4 Minuten  |
January 06, 2025
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
Chitralekha Gujarati

જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર

જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.

time-read
4 Minuten  |
January 06, 2025
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
Chitralekha Gujarati

ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?

૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?

time-read
4 Minuten  |
January 06, 2025
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
Chitralekha Gujarati

લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?

ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!

time-read
6 Minuten  |
January 06, 2025
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
Chitralekha Gujarati

પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા

આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.

time-read
5 Minuten  |
January 06, 2025
માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!
Chitralekha Gujarati

માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!

નવજાત શિશુનો પહેલો આહાર એટલે એની જનેતાનું દૂધ. એ દૂધ જે બાળક માટે અનેક વ્યાધિ સામેનું ટૉનિક પણ છે. જો કે હવે એવો દાવો કરી શકાય એમ નથી. હવા અને પાણીમાં ઠલવાતાં વિષારી તત્ત્વો તથા કેમિકલ્સ કોઈ ને કોઈ રીતે આપણા શરીરમાં પહોંચે છે. એ પ્રમાણ એટલું વધી ગયું છે કે એનાથી તો હવે માતાનું દૂધ સુદ્ધાં અભડાઈ ગયું છે.

time-read
4 Minuten  |
January 06, 2025
સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું
Chitralekha Gujarati

સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું

સામાજિક નિસબત સાથે લલિત સાહિત્યનું સંતુલન જાળવી સાતત્યથી સર્જન કરતાં હિમાંશી શેલતને પ્રતિષ્ઠિત ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર' જાહેર થયો છે ત્યારે આ...

time-read
2 Minuten  |
January 06, 2025