આજના જમાનાનું આવશ્યક અનિષ્ટ
Chitralekha Gujarati|June 12, 2023
આજે સોશિયલ મિડિયા, ટેલિવિઝન અને એવાં વિવિધ માધ્યમ પરથી, ચારે બાજુથી જાહેરખબરોનો મારો આપણી પર થઈ રહ્યો છે ત્યારે જરા નિરાંતે બેસીને કેવી કેવી ચતુરાઈપૂર્વક ઍડ્વર્ટાઈઝ કરવામાં આવે છે તથા એની આપણા પર કેવી અસર પડે છે એ વિચારવાનો સમય આવી ગયો છે.
કેતન મિસ્ત્રી (મુંબઈ)
આજના જમાનાનું આવશ્યક અનિષ્ટ

જાહેરખબર વિશે કોઈએ કહેલું કે સત્યમાંથી અડધા આખેઆખું જૂઠાણું સર્જવાની કળા એટલે ઍડ્વર્ટાઈઝિંગ. ગ્રાહક પાસે પૈસા ન હોવા છતાં એને જરાય જરૂરી નહીં એવી ચીજ ખરીદવાની ફરજ પાડે એનું નામ જાહેરખબર. આજકાલ ભ્રામક દાવા કરીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા ક્રિકેટર, ફિલ્મસ્ટાર પાસે પોતાની પ્રોડક્ટનાં, સર્વિસનાં અથવા આજકાલ જેનો રાફડો ફાટ્યો છે એ મોબાઈલ ઍપનાં ગુણગાન ગવડાવવાનો ઉદ્યમ જોરશોરમાં ચાલી રહ્યો છે તો સરોગેટ ઍડ એટલે કે સોડાના નામે શરાબ વેચવો જેવી જાતજાતની તરકીબ પણ દુનિયાભરની કંપનીઓ તથા જાહેરખબર બનાવનારા કરતાં હોય છે.

- અને ઍડ્વર્ટાઈઝિંગ બિઝનેસમાં જૂઠાણાંનું જો કોઇ એક જ્વલંત ઉદાહરણ હોય તો એ છે સૌંદર્યપ્રસાધનોનો પ્રચાર કરતી જાહેરખબરો. દુનિયાની કોઈ ક્રીમ તમને ગોરા બનાવી શકતી નથી અથવા એવી કોઈ ક્રીમ જ નથી, જે ત્વચાનો રંગ બદલી શકે એવું વિજ્ઞાને પુરવાર કર્યું હોવા છતાં આવી જાહેરખબરો થતી રહે છે અને લોકો હોંશે હોંશે આવી પ્રોડક્ટ ખરીદે છે.

તાજેતરમાં જ હેલ્થ ડ્રિન્ક હોવાનો દાવો કરનારી એક બ્રાન્ડનો વિવાદ થયો. વાત છે બચ્ચાં માટેનાં કહેવાતાં હેલ્થ ડ્રિન્ક. અહીં માતા-પિતાને એક સવાલઃ શું તમે ખરેખર મા છો કે અમુક પીણાં કે પીણાંમાં ભેળવાતા પાઉડર તમાર બાળકોને સ્માર્ટ, ઊર્જાવાન, ઊંચાં-કદાવર બનાવી દેશે?

અમિતાભ બચ્ચન-શાહરુખ ખાન-અજય દેવાન-અક્ષય કુમારથી લઈને ક્રિકેટરો કપિલ દેવ-સુનીલ ગાવસકર બધા પાન-મસાલાની ઍડમાં ચમકે છે.

કોઈ કહે છે કે સાધારણ ચૉકલેટ ડ્રિન્ક કરતાં અમારી પ્રોડક્ટ અનેક ગણો વધુ સ્ટેમિના આપે છે તો કોઈ કહે છે કે અમારું ડ્રિન્ક પીવાથી બચ્ચાની યાદશક્તિ ધારદાર બની જશે. કોઈ કહે છે કે અમારું હેલ્થ ડ્રિન્ક પિવડાવવાનું શરૂ કરો એટલી વાર-પછી જુઓ તમારાં લાડલા-લાડલીની હાઈટ ધડાધડ વધવા માંડે છે કે નહીં. ટૂંકમાં, તમારાં લાડકવાયા કે લાડકવાયી તાજા. ગરમાગરમ દધનો ગ્લાસ ગટગટાવે એ પહેલાં અમારો પાઉડર એમાં નાખો તો એ તંદુરસ્ત બનશે. પછી ખબર પડી કે જે બાળકોને દૂધ પીવું ગમતું નથી એમને દૂધ પીતાં કરવા જાતજાતની ફ્લેવર ઉમેરવાનો એકમાત્ર ગુણ આવા પાઉડરોમાં છે. બસ. આથી વિશેષ બીજું કંઈ નહીં.

Diese Geschichte stammt aus der June 12, 2023-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der June 12, 2023-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS CHITRALEKHA GUJARATIAlle anzeigen
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
Chitralekha Gujarati

મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.

ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.

time-read
4 Minuten  |
November 25, 2024
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
Chitralekha Gujarati

અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?

શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.

time-read
3 Minuten  |
November 25, 2024
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
Chitralekha Gujarati

ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.

રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.

time-read
4 Minuten  |
November 25, 2024
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
Chitralekha Gujarati

ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!

ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.

time-read
3 Minuten  |
November 25, 2024
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
Chitralekha Gujarati

લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?

આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.

time-read
3 Minuten  |
November 18, 2024
અવગણવા જેવી નથી આ વ્યાધિ
Chitralekha Gujarati

અવગણવા જેવી નથી આ વ્યાધિ

ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...

time-read
3 Minuten  |
November 18, 2024
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
Chitralekha Gujarati

મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની

દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?

time-read
2 Minuten  |
November 18, 2024
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
Chitralekha Gujarati

પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!

સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.

time-read
3 Minuten  |
November 18, 2024
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
Chitralekha Gujarati

વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ

ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.

time-read
1 min  |
November 18, 2024
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
Chitralekha Gujarati

હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...

વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.

time-read
5 Minuten  |
November 18, 2024