સંસાર છે.. આમ જ ચલાવ્યા કરો!
Chitralekha Gujarati|June 19, 2023
સવારે ગરમ ચા ન મળે તોય મગજ ન તપાવવાનું પતિદેવો ક્યારે શીખશે?
સુષમા શેઠ
સંસાર છે.. આમ જ ચલાવ્યા કરો!

સવારના પહોરમાં છાપું વાંચવામાં તલ્લીન મુકેશભાઈની સામે મૂકેલી ચા ઠંડી પડી ગઈ. એમણે મોટેથી બૂમ પાડીઃ ‘ગીતા, ચા ઠરીને ઠીકરું થઈ ગઈ. ગરમ કરી આપ.’

‘જાતે ગરમ કરી લ્યો. જોતા નથી? મારી બા સાથે ફોનમાં વાત કરું છું.’ ગીતાબહેન ઊકળ્યાં.

‘જોઉં ક્યાંથી? મારે મોડું થાય છે. વાતો પછી કરજે. તારે વળી બીજું કામેય શું છે? મારું શર્ટેય નથી કાઢી રાખ્યું.’

‘છાપામાં મૂંડી નાખ્યા પછી તમને બીજું કાંઈ દેખાતું નથી. જાતે લઈ લો. મને બીજાં પંદર કામ હોય. ઘરનાં કામ કરી કરીને ઊંધી પડી જાઉં, પણ તમારાથી આટલુંય વાંકું ન વળાય?’ ગીતાબહેન ગરજ્યાં.

એ વળી ગીતાબહેનની બાએ ફોનના સામા છેડે સાંભળ્યું: ‘મુકેશકુમારને ફોન આપ. એની ખબર લઈ નાખું.’

- અને પછી તો મુકેશભાઈને ખબર પડી ગઈ કે ગીતાને કાંઈ કરતાં કાંઈ નહીં કહેવાનું! સવારના પહોરમાં પત્ની સાથે બોલાચાલી થઈ એ ઓછું હોય એમ સાસુજીએ પણ ફીરકી લીધી.

ગુસ્સામાં ને ગુસ્સામાં પગ પછાડતા મુકેશભાઈ પોતાના મેડિકલ સ્ટોર પર ચા-નાસ્તો કર્યા વગર નીકળી ગયા.

મુકેશભાઈનો મૂડ સવારથી બગડેલો હતો. દુકાને પહોંચતાંવેંત એ ચંદુ પર બગડ્યાઃ ‘લાટ સાહેબની જેમ બેઠો રહે છે, એમ થાય કે ગરમી છે, લાવ શેઠને ઠંડું પાણી આપું.' ત્યાં વળી આવનારા ગ્રાહકે દવા પર ડિસ્કાઉન્ટ માગ્યું, એના પર પણ અકળાયાઃ ‘નહીં મળે જાવ. બીજેથી લઈ લો.’

મુકેશભાઈ પોતે ચાર-પાંચ દવાની ગોળીઓ ગળી ગયા અને આંખ મીંચીને ખુરસી પર પહોળા થયા એવામાં એમના મિત્ર જિતેન્દ્રભાઈ માથાનો દુખાવો મટાડવાની દવા લેવા આવી ચડ્યા. જિતેન્દ્રભાઈની હાઈટ છ ફૂટ ત્રણ ઈંચ અને શરીર એકવડું. માથે ચકચકિત ટાલ. સામાની હાઈટને પહોંચી વળવા એમની લાંબી ડોક કાયમ નમેલી રહેતી.

‘કેમ આમ ઢીલોઢસ બેઠો છે?’

‘સાલું, ક્યાંય શાંતિ નથી.’

‘હૈં? શાંતિકાકા ખોવાઈ ગયા?’ જિતેન્દ્રભાઈએ પોતાનાં લમણાં દબાવતાં પૂછ્યું.

‘ના ભાઈ, ના. એ ઘરે જ છે, પણ મને મારા ઘરમાં શાંતિ નથી.’

‘ઓહો એમ? મારેય એવું જ છે. જયા કકળાટ કરે ત્યારે બારીએ બેઠેલો કાગડો કાંઉં.. કાંઉં કરી એના સાદમાં સાદ પુરાવે. મારું માથું દુખી જાય છે. ચાલ, મારી સાથે. ત્યાં બધી સમસ્યાઓનો ઉકેલ છે.’

Diese Geschichte stammt aus der June 19, 2023-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der June 19, 2023-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS CHITRALEKHA GUJARATIAlle anzeigen
નોમિનીના સરળ બનેલા નિયમ સમજી લેવામાં સાર
Chitralekha Gujarati

નોમિનીના સરળ બનેલા નિયમ સમજી લેવામાં સાર

ઈન્વેસ્ટમેન્ટમાં નોમિનીનું મહત્ત્વ વધ્યું છે, ખાસ કરીને કોવિડ બાદ આનો અહેસાસ અનેક પરિવારોને તેમ જ સરકાર અને નિયમન સંસ્થાઓને થયો છે. આર્થિક વ્યવહારો સરળ બનાવવાના ભાગ રૂપે સેબીએ આ નિયમોને વધુ હળવા અને વ્યવહારુ બનાવવાનો નિર્ણય લીધો છે, જેને સમજવા અનિવાર્ય છે.

time-read
2 Minuten  |
October 28, 2024
બોલો... આ રમતમાં હાર-જીત સ્પર્ધકના જ હાથમાં!
Chitralekha Gujarati

બોલો... આ રમતમાં હાર-જીત સ્પર્ધકના જ હાથમાં!

પંજા-કુસ્તી તરીકે ઓળખાતી બળાબળની સ્પોર્ટની ૧૭ દિવસની પહેલી ‘પ્રો પંજા લીગ' ગયા વર્ષે યોજાઈ ને આ વર્ષે પણ યોજાશે. આ મહિનાની ૧૯થી મુંબઈમાં એશિયન ઈન્ટરનૅશનલ કપ તથા ૨૦મીથી વડોદરાની પાદરે આવેલા પાદરામાં પંજા-કુસ્તી ચૅમ્પિયનશિપ યોજાઈ રહી છે ત્યારે જાણીએ, બાવડાંનાં બળની રમતની જાણી-અજાણી વાત.

time-read
4 Minuten  |
October 28, 2024
સ્ત્રી રાતના સમયે બહાર ન નીકળી શકે?
Chitralekha Gujarati

સ્ત્રી રાતના સમયે બહાર ન નીકળી શકે?

‘ઘરની આબરૂ’ માટે પુરુષો ઘરબહાર પણ સલામત વાતાવરણ નિર્માણ કરે અને પોતાનું વર્તન બદલે એ વધુ જરૂરી છે.

time-read
3 Minuten  |
October 28, 2024
દિવાળીમાં બનાવો સૌને ભાવતાં આ વ્યંજન
Chitralekha Gujarati

દિવાળીમાં બનાવો સૌને ભાવતાં આ વ્યંજન

બધાં પર્વોમાં શિરમોર એવો તહેવાર આવી રહ્યો છે, તમે છો તૈયાર એને સ્વાદિષ્ટ આવકાર આપવા?

time-read
3 Minuten  |
October 28, 2024
એ દિવસોમાં આવી ભૂખ કેમ લાગે છે?
Chitralekha Gujarati

એ દિવસોમાં આવી ભૂખ કેમ લાગે છે?

બાળજન્મ પછી પૂરતું દૂધ ન આવતું હોય તો આ ઉપાય અજમાવી શકાય...

time-read
3 Minuten  |
October 28, 2024
લડત પતિના હત્યારાને સજા અપાવવાની...લડત પતિની નિશાનીને જનમ આપવાની...
Chitralekha Gujarati

લડત પતિના હત્યારાને સજા અપાવવાની...લડત પતિની નિશાનીને જનમ આપવાની...

નજર સામે પતિની હત્યા થતી જોઈ આ મહિલા ઍડ્વોકેટનો ગર્ભપાત થઈ ગયો. એ પછી એની જિંદગીમાં બે જ લક્ષ્ય હતાંઃ ગુનેગારોને જેલ અને પરિવાર આગળ વધારવા એક બાળક! ‘આઈવીએફ’ ટેક્નિકની મદદ મેળવી પતિનાં જાળવી રાખેલાં સ્પર્મથી એમણે એ શક્ય બનાવ્યું.

time-read
4 Minuten  |
October 28, 2024
ભવ્ય ભૂતકાળના વારસાનું કરો જતન
Chitralekha Gujarati

ભવ્ય ભૂતકાળના વારસાનું કરો જતન

મહારાષ્ટ્રના દમદાર દુર્ગ મેઘરાજાએ વિદાય સાથે વેરેલાં સૌંદર્ય સાથે મહારાષ્ટ્રના ભવ્ય કિલ્લાઓની વિરાસત જોવા માટે તૈયાર છો?

time-read
1 min  |
October 28, 2024
ફૂલના ગરબા, બાધા-માનતાના ગરબા, હરખના ગરબા...
Chitralekha Gujarati

ફૂલના ગરબા, બાધા-માનતાના ગરબા, હરખના ગરબા...

નવરાત્રિમાં તો બધે ગરબા રમાય, પરંતુ ઉત્તર ગુજરાતનાં ઘણાં ગામમાં તો છેક કાળી ચૌદશ અને દિવાળી સુધી કે ક્યાંક તો ખાસ એ બે રાત્રે જ ગરબા થાય, એ પણ કાગળ કે પ્લાસ્ટિકનાં ફૂલના, ખાસ્સા વજનદાર ગરબા. એ માથે લઈને ગામની સ્ત્રીઓને ગરબે રમતી જોવી એ પણ એક લહાવો છે.

time-read
4 Minuten  |
October 28, 2024
એક ફોન કૉલ ને માણસ કંગાળ..
Chitralekha Gujarati

એક ફોન કૉલ ને માણસ કંગાળ..

સાઈબર ફ્રૉડની તમામ હદ વટાવી દેતી ડિજિટલ અરેસ્ટ વિક્ટિમથી લઈને કાયદોવ્યવસ્થા, સિસ્ટમને નિર્વસ્ત્ર કરી દેતી આ તે કેવી સાઈબર ઠગાઈ?

time-read
7 Minuten  |
October 28, 2024
પાણી ભલે ઓસરી ગયાં, પૂરની અસર વડોદરાની દિવાળી બગાડશે...
Chitralekha Gujarati

પાણી ભલે ઓસરી ગયાં, પૂરની અસર વડોદરાની દિવાળી બગાડશે...

અતિ ભારે વરસાદ અને ઉપરવાસમાં જમા થયેલું પાણી છોડવામાં થયેલી ક્ષતિએ વડોદરાને ડુબાડ્યું હતું. આટલા દિવસો પછી હજી અત્યારે પણ એનાં પરિણામ દેખાઈ રહ્યાં છે ખાલીખમ બજાર રૂપે.

time-read
4 Minuten  |
October 28, 2024