સમાજે સમાજે અમુક શબ્દોની વ્યાખ્યા બદલાય છે. આમ તો સત્ય સનાતન છે એમ આપણે બોલીએ છીએ, પરંતુ સત્યની વ્યાખ્યા તો ઘણી વખત માણસે માણસે બદલાતી હોય છે. કોઈ એક વ્યક્તિનું સત્ય બીજા માટે સત્ય ન હોય એવું બની શકે, કારણ કે બન્ને વ્યક્તિ પોતપોતાની નજરે અને પોતપોતાની અનુકૂળતા પ્રમાણે એનું અર્થઘટન કરે છે અને બીજા પણ એ જ રીતે કરે એવો આગ્રહ રાખે છે. બે વ્યક્તિનાં જુદાં જુદાં સત્ય વચ્ચેના ભેદ પણ પાછા બહુ મોટા હોય.
અમેરિકાએ તો અગાઉ અફઘાનિસ્તાનમાં જંગલરાજ લાવનારા તાલિબાની શાસકો માટે ગુડ તાલિબાન અને બૅડ તાલિબાન એવું રીતસર વિભાજન કર્યું હતું. જે પોતાને માફક આવે એ તાલિબાની યુવાનો અમેરિકા માટે સારા, બીજા બધા ખરાબ! ઈસ્લામના ઝનૂની પ્રચાર માટે બીજા ધર્મના તો શું, અનેક મુસ્લિમોને સુદ્ધાં રહેંસી નાખનારા લોકો પણ અમેરિકાની મદદ કરતા હોય તો એ ગુડ તાલિબાન. આવી બેમોઢાળી નીતિ અમેરિકાએ વર્ષો સુધી અપનાવી હતી. દુનિયાને જે કહેવું હોય તે કહે, અમેરિકા એમને પોતાનાં ચશ્માંથી જોતું હતું.
ગાંધીજીનો હત્યારો કોઈને પ્રખર રાષ્ટ્રપ્રેમી લાગી શકે અથવા આતંકવાદીને કોઈ દિશા ભૂલેલા અથવા તો પોતાના હક માટે લડતા યુવાન ગણાવે. અમેરિકા સહિત પશ્ચિમના મોટા ભાગના દેશો જમ્મુ-કશ્મીરના ત્રાસવાદને સ્થાનિક પ્રજાની સશસ્ત્ર લડત કે ઉદ્દામવાદી ચળવળ તરીકે ઓળખાવે છે. કશ્મીરી આતંકવાદીઓ અમેરિકા, બ્રિટન, જર્મની અને ફ્રાન્સ જેવાં રાષ્ટ્રો માટે ટેરરિસ્ટ નહીં, પણ મિલિટન્ટ છે. એમના હિસાબે આ આતંકીઓ છાશવારે ઉધામા મચાવે છે અને લોકોને મારે છે એ કશ્મીરની ધરતી પરના ભારતીય પ્રશાસનતંત્ર સામેનો ત્યાંની પ્રજાનો વિપ્લવ છે.
Diese Geschichte stammt aus der June 26, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der June 26, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.