એક મસમોટું પક્ષી છે. એના પર એક સુંદર યુવતી બેઠી છે. યુવતી એ મહાપક્ષીને એક શહેર પરના આકાશમાં દોરી જાય છે. પછી સામાન્ય માણસ જે રીતે પાળીતા કૂતરાને શ્યો.. કહીને કોઈની પાછળ છોડી મૂકે એવી રીતે આ યુવતી પેલા મહાપક્ષીને આખું શહેર બાળી મૂકવાનો આદેશ આપે છે.
અલબત્ત, આ કોઈ સત્યઘટના નથી. આ એક કથા છે. જ્યોર્જ આર.આર. માર્ટિન નામના લેખકે અ સોન્ગ ઑફ આઈસ ઍન્ડ ફાયર (બરફ અને અગ્નિનું ગીત) નામની એક નવલકથા શ્રેણી લખેલી. એમાંની પહેલી નવલકથાનું શીર્ષક હતું ગેમ ઑફ થ્રોન્સ (ગાદીઓની રમત). આ નામ મોટે ભાગે તમે સાંભળ્યું હશે, કારણ કે આ નામની એક ટીવીશ્રેણી ઓટીટી પ્લૅટફૉર્મ પર ૨૦૧૧થી ૨૦૧૯ દરમિયાન ટુકડે ટુકડે ૭૩ એપિસોડ્સમાં રજૂ થયેલી. આ અતિ ભવ્ય અને શાનદાર શ્રેણીમાં પેલું મહાપક્ષી એની અસવાર નાયિકાના આદેશ મુજબ આખું શહેર બાળીને ખેદાનમેદાન કરી મૂકે છે. એ ઘટનાક્રમનું ચિત્રણ એટલી ગજબનાક રીતે રજૂ થયું છે કે એ જોનારાના શ્વાસ થંભાવી શકે છે. એ પ્રચંડ ડ્રૅગન (ઊડતું સરિસૃપ) આગની મહાકાય જ્વાળાઓ છોડે, એના મોટા મોટા ઉચ્છ્વાસથી વાવાઝોડાં ફૂંકાય.. એ આખી રજૂઆત ટીવીશ્રેણીમાં એટલી માતબર છે કે એને એક વાર જોનારા લોકો જીવનભર ન ભૂલી શકે.
અલબત્ત, આપણે વાત કરી રહ્યા છીએ મહાભારતની, પરંતુ એમાં વચ્ચે એ ટીવીશ્રેણી અને એ મહાપક્ષી યાદ આવવાનું કારણ એ કે એક રીતે જોતાં એ આખી શ્રેણી મહાભારત જેવી છે. ખૂબ બધી વાર્તાઓનો મસ્ત સરવાળો અને પેલું પક્ષી મહાભારતના ગરુડરાજની યાદ અપાવે એવું છે.
ફરક એટલો કે એ ટીવીશ્રેણીની કથા અતિ વ્યાપક હોવા છતાં સરવાળે તો એને લઘુ મહાભારત જ ગણી શકાય એવી છે અને એમાંનું પેલું ડ્રૅગન અતિ વિરાટ-વિકરાળ હોવા છતાં મહાભારતના ગરુડરાજની સરખામણીમાં એ સાવ નાનકડું, કહો કે મચ્છર જેવડું લાગી શકે.
અહીં ઈરાદો એ શ્રેણીને કે એમાંના ડ્રૅગનને ઉતારી પાડવાનો નથી. ઈરાદો ગરુડની પ્રચંડતાનો અંદાજ આપવાનો છે. જે પ્રચંડ ડ્રૅગન દ્વારા વેરવામાં આવેલા મહાવિનાશનું ચિત્રણ ટીવીજગતની ઉત્તમોત્તમ રજૂઆતોમાં સ્થાન પામી શકે એવું છે એ મહાકાય ટ્રૅગન જો મહાભારતના ગરુડરાજની સરખામણીમાં મચ્છર જેવડું લાગી શકતું હોય તો વિચારો કે એ ગરુડરાજ કેટલા પ્રચંડ હશે!
આવો, જાણીએ..
Diese Geschichte stammt aus der June 26, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der June 26, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.