કોઈ દેશ કેટલો સભ્ય છે એ જો જાણવું હોય તો એનો એકમાત્ર અને આખરી માપદંડ છે એનો નાગરિક કેટલું સ્વાતંત્ર્ય ભોગવે છે અને એની સાથે કેટલો સમાનતાભર્યો વહેવાર કરવામાં આવે છે. સમાનતા એટલે સમરસતા નહીં. સમાનતા અને સમરસતામાં ફરક છે.
કોઈ ધર્મ કેટલો મહાન છે એ જાણવું હોય તો એનો એકમાત્ર અને આખરી માપદંડ છે એ ધર્મનો અનુયાયી કેટલી સ્વતંત્રતા ભોગવે છે અને કેટલી સમાનતા. આવું જ સમાજના અન્ય ઘટકનું અને પરિવારનું છે. કેટલા પરિવારોમાં દરેક સભ્ય એકસરખી સ્વતંત્રતા ભોગવે છે અને એની સાથે સમાનતાભર્યો વહેવાર કરવામાં આવે છે? પોતાને, પોતાના પરિવારને, પોતાની જ્ઞાતિ કે સમાજને, ધર્મને, દેશને જે લોકો મહાન હોવાનું સર્ટિફિકેટ આપે છે એમણે સભ્યતાની આ એરણે જરાક તપાસ કરવી જોઈએ. શરૂઆત ખુદથી અને પોતાના પરિવારથી કરવામાં આવે.
અને જો સમાનતા અને સ્વતંત્રતા નથી આપવામાં આવતી તો કોને નથી આપવામાં આવતી? અકળાવનારાં તથ્યોથી ભાગવાની કોશિશ નહીં કરતા. વિચારો, કોને આ બે અમૂલ્ય ચીજથી વંચિત રાખવામાં આવે છે? પરિવારની અંદર સ્ત્રીઓને અને હજી આર્થિક રીતે પગભર ન થયાં હોય એવાં સંતાનોને અને સંતાન જો દીકરી હોય તો તો એ કમાતી થાય એ પછી પણ સ્વતંત્રતા અને સમાનતા ભોગવી શકતી નથી. ઘણા લોકો તો દીકરા કરતાં દીકરી હોશિયાર હોય તો પણ એને ભણવાનો અવસર આપતા નથી અને પરણાવી દે છે.
શરિયતની તરફેણ કે ટ્રિપલ તલાક તથા બહુપત્નીત્વ પ્રથાના વિરોધમાં થયેલાં આંદોલન આપણી માટે નવાં નથી, પણ..
એને વંચિત રાખનાર કોણ છે? પુરુષ. ધર્મસંસ્થા અને પરિવાર સહિતની સામાજિક સંસ્થાઓ પર કબજો કોનો છે? પુરુષનો. તમારા પરિવારમાં જો આવું બનતું હોય તો તમારે અત્યંત પ્રામાણિકતાપૂર્વક સ્વીકારવું જોઈએ કે સભ્યતાની એરણે આપણે હજુ પાછળ છીએ. જેવું પરિવારનું એવું જ સમાજના અન્ય ઘટકોનું, ધર્મનું અને દેશનું. માણસાઈ વારસામાં નથી મળતી, કેળવવી પડે છે.
આ જગતમાં કયો ધર્મ છે જે સ્ત્રીઓને પુરુષ જેટલી જ સ્વતંત્રતા અને સમાનતા આપે છે? માત્ર કોઈ એક ધર્મનું નામ બતાવો. આ સિવાય લગભગ પ્રત્યેક ધર્મ સમાજના કોઈ ને કોઈ ઘટકને સ્વતંત્રતા અને સમાનતાનો લાભ નથી આપતો. હિંદુ ધર્મમાં દલિતો આનું ઉદાહરણ છે.
Diese Geschichte stammt aus der July 17, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der July 17, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.