કબૂલ, રાજકારણમાં બધું ચાલે છે, પણ..
Chitralekha Gujarati|July 24, 2023
એકનાથ શિંદે-દેવેન્દ્ર ફડણવીસની સરકારમાં અજિત પવારના પ્રવેશ સાથે મહારાષ્ટ્રમાં રાજકારણનાં સમીકરણ અચાનક બદલાઈ ગયાં છે અને અસંતોષનાં વમળ પણ પેદા થયાં છે. સવાલ એ પુછાઈ રહ્યો છે કે ‘રાષ્ટ્રવાદી કોંગ્રેસ’માં ભંગાણ પડાવીને ભાજપે પેટ ચોળીને શૂળ તો ઊભું નથી કર્યું ને?
હીરેન મહેતા
કબૂલ, રાજકારણમાં બધું ચાલે છે, પણ..

અજિત પવાર-દેવેન્દ્ર ફડણવીસ-એકનાથ શિંદે: એક મ્યાનમાં બે નહીં, હવે ત્રણ તલવાર.

સમાજનાં મોટા ભાગનાં ક્ષેત્રોની જેમ રાજકારણમાં પણ ગેરરીતિનો સડો થયો એ અગાઉ અને એ પછીનાં થોડાં વર્ષ દરમિયાન રાજકારણમાં આવેલા લોકોએ એનો ઉપયોગ ઘણુંખરું સમાજના ઉત્થાન માટે કર્યો, પણ એ પછી સમાજ બાજુએ રહી ગયો અને ગોબાચારી પ્રવેશી ગઈ. એમાં પણ ઈન્દિરા ગાંધીએ ભ્રષ્ટાચારને સાર્વત્રિક ગણાવી એને સ્વીકાર્ય બનાવી દીધો. સાથોસાથ પોતાની વિરુદ્ધ અદાલતી ચુકાદો હોવા છતાં સત્તા પર ચીપકી રહેવા એમણે ધરાર એ ફેંસલાનો અનાદર કર્યો અને કટોકટી લાદી દીધી.

એ રીતે એમણે સત્તા ખાતર રહ્યાંસહ્યાં નીતિમૂલ્ય પણ કોરાણે મૂકી દીધાં. એ પછી ભારતીય રાજકારણમાં કોઈને કંઈ ખોટું કરવાનો તસુભાર પણ રંજ હોય એવું લાગતું નથી. નરસિંહ રાવ તો રીઢા રાજકારણી હતા એટલે એમણે પોતાની સરકારનો બહુમત સાબિત કરવા ઝારખંડ મુક્તિ મોરચાના સાંસદોના મત ખરીદ્યા ત્યારે કોઈને નવાઈ લાગી નહોતી, પણ સાફસૂથરી છાપ ધરાવતા અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહ જેવા આગેવાનોએ પણ સત્તા ટકાવી રાખવા સમાધાન કરી લીધાં હતાં. મનમોહન સિંહે તો એમાં આત્મસમ્માન પણ ગુમાવ્યું, પણ રાજકારણના નામે એ ચાલી ગયું હતું.

ટૂંકમાં, રાજકારણમાં હવે નિયમમાં અપવાદ જેવી પ્રથા રહી નથી. હવે અપવાદને જ નિયમ બનાવી દેવામાં આવ્યો છે. ઈન્દિરા ગાંધી વડા પ્રધાન હતાં ત્યારે એમણે અનેક રાજ્યોની સરકાર ગબડાવી હતી. એ પછી મોરારજીભાઈ દેસાઈ સત્તાસ્થાને આવ્યા ત્યારે એમણે પણ કટોકટી કાળમાં ચૂંટાયેલી નવ કોંગ્રેસશાસિત રાજ્યોની સરકારને એકઝાટકે કાઢી મૂકી ઈન્દિરા ગાંધીના રસ્તે ચાલવાની ભૂલ કરી હતી. એ પછી તો કોઈ ક્ષુલ્લક કારણસર પણ હરીફ પક્ષની રાજ્ય સરકારને તગેડી મૂકવાનું બહુ સામાન્ય થઈ પડ્યું છે.

Diese Geschichte stammt aus der July 24, 2023-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der July 24, 2023-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS CHITRALEKHA GUJARATIAlle anzeigen
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.

time-read
1 min  |
January 13, 2025
સમયના ખેલ છે ન્યારા
Chitralekha Gujarati

સમયના ખેલ છે ન્યારા

સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.

time-read
2 Minuten  |
January 13, 2025
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
Chitralekha Gujarati

મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના

પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...

time-read
3 Minuten  |
January 06, 2025
નવું વર્ષ... નવી શરૂઆાત
Chitralekha Gujarati

નવું વર્ષ... નવી શરૂઆાત

બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર

time-read
2 Minuten  |
January 06, 2025
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
Chitralekha Gujarati

ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?

શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.

time-read
2 Minuten  |
January 06, 2025
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
Chitralekha Gujarati

પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!

જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.

time-read
4 Minuten  |
January 06, 2025
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
Chitralekha Gujarati

જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર

જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.

time-read
4 Minuten  |
January 06, 2025
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
Chitralekha Gujarati

ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?

૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?

time-read
4 Minuten  |
January 06, 2025
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
Chitralekha Gujarati

લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?

ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!

time-read
6 Minuten  |
January 06, 2025
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
Chitralekha Gujarati

પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા

આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.

time-read
5 Minuten  |
January 06, 2025