મુકેશભાઈની માનેલી બહેન સવિતાની દીકરી બબીતા ઉર્ફે બબી એના વર જિજ્ઞેશ અને બે વર્ષના બાબા બકડાને લઈને મુંબઈ ફરવા આવી પહોંચી.
‘મામા, કેટલા વખતથી તમે કેતા'તા ને કે બબી રોકાવાનું કરીને આવ, તે મેં આ ફેરે જિજ્ઞેશને કીધું, હાલો, ચાર-પાંચ દા'ડા મુંબઈ ફરી આઈયેં ને મામાને ઘેર ઘાટકોપર રોકાઈયેં.' પરિવારસહ ઓચિંતી આવી ચડેલી બોલકી બબીએ બૉમ્બ ફોડ્યો હોય એમ ગીતાબહેન ડઘાઈને મુકેશભાઈને તાકવા લાગ્યાં. કાનમાં ધાક પડી ગઈ હોય એમ મુકેશભાઈ કાનમાં આંગળી ખોસીને કાન ખોતરવા માંડ્યા. પછી સહેજ કળ વળતાં ગીતાબહેને આવો આવો આવો.. કર્યું. ‘જરા અગાઉથી જાણ કરી હોત તો..’
‘લે, હું કાંય મે’માન ઓછી છું. આ તો મારું ઘર છે. હેંડો, બધાને માટે ચા મેલી દવ.’ કહી બબીએ કાખમાં તેડેલા બકુડાને છૂટો મૂક્યો અને રસોડામાં રવાના થઈ. ‘મામી, ચા-ખાંડના ડબ્બા બતાઈ દેજો. બાબા માટે દૂધ ફ્રિજમાંથી લઈ લઈશ. તમે જરીકેય ચિંતા ન કરતાં.'
બાલ્કનીમાં યોગાસન કરતી આશીએ પહેલી વાર બબીબહેનને જોયાં. એ આઘાતવશ આસન ઊંધા કરવા માંડી. વળી, એનાથી ઊંડા શ્વાસ અંદર લેવાને બદલે બહાર છોડાઈ ગયા. બાબલાએ કોઈક કારણસર મોટેથી ભેંકડો તાણ્યો એમાં અમિત ઊઠીને આંખો ચોળતો બેડરૂમ બહાર આવ્યો. ઘરમાં આવેલા આગંતુકોને જોઈ એની આંખો ખુલ્લી જ રહી ગઈ.
‘આ તારી સવિફોઈની દીકરી, બબીતા. તારાં લગ્ન વખતે નહોતી આવી શકી. આ જિજ્ઞેશ કુમાર.’ મુકેશભાઈએ ઓળખાણ આપી. જિજ્ઞેશે રડતા બકુડાને નૈ, બાબા.. કહી સોફા પર બેઠક જમાવી. બાબાએ સોફા પર ચડીને કૂદકા માર્યા. જિજ્ઞેશે ફરી નૈ, બાબા.. કર્યું. ત્યાં તો બબી રસોડામાંથી ડોકાઈઃ
‘એમ એને નૈ, બાબા.. ને, બાબા.. કરીને જ્યારે ને ત્યારે ટોક્યા ન કરો. બચાડાને માંડ મોકળું રમવા મળ્યું તે રમવા ઘો.’
માનો પ્રેમાળ સ્વર સાંભળી બાબાએ સોફા પરથી નીચે કૂદકો માર્યો. એ રસોડા તરફ દોડ્યો અને હજી તો કોઈ કંઈ વિચારે એ પહેલાં ખાનાં ખોલી ચમચીઓ અને વાસણો આમતેમ ફેંકવા માંડ્યો. બબીએ બાબાના હાથમાં કેળું પકડાવ્યું: ‘ભૂખ લાગી છે? લે, આ ખા. બહુ તોફાની છે. અસ્સલ એના પપ્પા જેવો.’
સોફા પર પલાંઠી વાળીને શાંતિથી બેઠેલો જિજ્ઞેશ થોડા ઊંચા અવાજે ફરી બોલ્યોઃ વાસણો એકઠાં કરી ફરી ખાનાંમાં ગોઠવ્યાં ત્યાં તો બાબાએ ચેવડાનો ડબ્બો ઊંધો પાડ્યો.
Diese Geschichte stammt aus der July 24, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der July 24, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.