આટલું તો આપણે કરવું જ પડશે!
Chitralekha Gujarati|August 07, 2023
આપણે નદી સાંકડી કરી છે અને રસ્તા પહોળા કર્યા છે, આપણે કુદરતી કરતાં કૃત્રિમ સગવડો વધુ ઈચ્છીએ છીએ. પૂર, ભૂસ્ખલન, આ બધું શાને કારણે થયું એ આપણે જાણીએ છીએ અને એના ઉપાયોથી પણ આપણે બેખબર નથી. સમસ્યા એ છે કે આપણી આંખ ઊઘડતી નથી.
કૌશિક મહેતા
આટલું તો આપણે કરવું જ પડશે!

ડિયર નૅચર,

હે કુદરત, તને પત્ર લખતાં હાથ ધ્રૂજે છે, કારણ કે તેં બનાવેલી દુનિયાની અમે જે પથારી ફેરવી છે એનો રેલો અમારી પથારી નીચે આવવા લાગ્યો છે, પણ અમારી કુંભકર્ણી ઊંઘ ઊડવાની નથી. કોઈક વાર કોઈક બળાપો કાઢે છે, હિંદી કવિ શિશિર મધુકરની જેમ..

नदियों के बहाव को रोका और उन पर बाँध बना डाले, जगह जगह बहती धाराएँ अब बन के रह गई हैं गंदे नाले, जब धाराएँ सुकड़ गई तो उन सब की धरती कब्जा ली, सीनों पर फ़िर भवन बन गए छोड़ा नहीं कुछ भी खाली, अच्छी वर्षा जब भी होती हैं पानी बाँधो से छोड़ा जाता है, वो ही तो फ़िर धारा के सीनों पर भवनों में घुस जाता हैं, इसे प्राकृतिक आपदा कहकर सब बाढ़ बाढ़ चिल्लाते हैं, मीडिया अफसर नेता मिलकर तब रोटियां खूब पकाते हैं.

આમ તો હિમાલય માટે અમે બહુ ગૌરવ લઈએ છીએ, પણ આ પર્વાધિરાજની ઓથે આવેલાં રાજ્યોમાં જે બની રહ્યું છે એ માટે અમારા સિવાય કોઈ જવાબદાર નથી. બળતું ઘર કૃષ્ણાર્પણ કરવાની પરંપરા અહીં તોડવી પડે એમ છે. જોશીમઠથી માંડી કેદારનાથ સુધી તારી નજર સમક્ષ જે બન્યું છે એ નદીઓમાં આવેલાં પૂરથી પણ વધુ આંખોમાં આંસુ લાવનારી ઘટના છે. જો કે અમારાં આંસુ દૂધના ઉફાળા જેવાં છે. બાકી, આંકડા છે એ તો અમને શું, તનેય હલાવી મૂકે એવા છે. છેલ્લાં લગભગ પચ્ચીસ વર્ષમાં આ દેશનાં ૧૭ રાજ્ય અને ૪૭ જિલ્લામાં ભૂસ્ખલનની ૮૦,૦૦૦ ઘટના બની છે. દેશનો ૧૨ ટકા વિસ્તાર એવો છે જ્યાં ભારે વરસાદ કે પૂર કે ભૂકંપને કારણે ભૂસ્ખલન થાય છે અને વર્ષે અનેક લોકો મૃત્યુ પામે છે. એનું નુકસાન ૪૦૦ અબજ ડૉલર જેટલું થવા જાય છે. આ વર્ષના ચોમાસાની જ વાત કરીએ તો હિમાચલ પ્રદેશમાં ૧૦૦ જેટલા લોકોનાં મૃત્યુ થયાં છે અને પાંચેક હજાર કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે.

નદીઓ આપણે ત્યાં બહુ છે, પણ એને ખોટી રીતે નાથવાના પ્રયાસ દર વર્ષે વિનાશક મહાપૂર નોતરે છે.

Diese Geschichte stammt aus der August 07, 2023-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der August 07, 2023-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS CHITRALEKHA GUJARATIAlle anzeigen
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
Chitralekha Gujarati

ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?

જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.

time-read
5 Minuten  |
September 23, 2024
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
Chitralekha Gujarati

ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ

રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?

time-read
4 Minuten  |
September 23, 2024
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
Chitralekha Gujarati

આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!

પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.

time-read
4 Minuten  |
September 23, 2024
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
Chitralekha Gujarati

કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!

પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.

time-read
4 Minuten  |
September 23, 2024
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
Chitralekha Gujarati

સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો

સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.

time-read
5 Minuten  |
September 23, 2024
મણિપુરને ફરી સળગવા ન દો.
Chitralekha Gujarati

મણિપુરને ફરી સળગવા ન દો.

શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.

time-read
5 Minuten  |
September 23, 2024
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે

time-read
1 min  |
September 23, 2024
કરપીણ, દયનીય, અમાનવીય
Chitralekha Gujarati

કરપીણ, દયનીય, અમાનવીય

ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.

time-read
2 Minuten  |
September 23, 2024
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
Chitralekha Gujarati

વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...

બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.

time-read
2 Minuten  |
September 16, 2024
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
Chitralekha Gujarati

બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે

‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.

time-read
3 Minuten  |
September 16, 2024