મને સમજાતું નહોતું કે કેમ મારી સાથે આવું થઈ રહ્યું છે. પપ્પા, મમ્મી, દીદી, બધાં મારા પર ગુસ્સો કરતાં હતાં, પણ મારી પર જે વીતી રહ્યું હતું એનો કોઈને અંદાજ નહોતો. હું એમને એટલું જ પૂછતી કે હું જે છું એમાં મારો શું વાંક છે?
આ શબ્દો છે અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા ઋત્વિક શાહના.
અલબત્ત, હવે એની ઓળખ બદલાઈ ગઈ છે અને એ ઋતુ દે નામથી ઓળખાય છે. આ વાત છે એક કિન્નરની, જે પારાવાર વેદના સહન કરી આઈએએસ કૅડરના વરિષ્ઠ સરકારી અધિકારી બનવા માટેની વિશેષ પરીક્ષાની તૈયારી કરી રહી છે.
આપણા સમાજે હજી કિન્નરોને અપનાવ્યા નથી. સ્ત્રૈણ લક્ષણ ધરાવતા પુરુષો આજેય મજાકનું પાત્ર બને છે. આ વાસ્તવિકતા વચ્ચે કોઈ કિન્નર પોતાની જાતને પુરવાર કરવા મથે અને સાથોસાથ રાષ્ટ્રીય સ્તરે લેવાતી કેન્દ્રીય જાહેર સેવા આયોગ (યુપીએસસી)ની પરીક્ષા આપવાનું વિચારે એ જ બહુ મોટી વાત છે, પણ હા, ઋતુએ એ સપનું જોયું છે અને અત્યારે એની તૈયારીમાં લાગી ગઈ છે. એનું લક્ષ્ય છેઃ આવતા વર્ષે (૨૦૨૪માં) લેવાનારી આઈએએસની પરીક્ષા!
અલબત્ત, એ પહેલાં તો એણે ઋત્વિકમાંથી ઋતુ બનવાની સફર કાપવી પડી અને આ સફર પણ એના માટે અતિ કપરી કસોટીથી ભરેલી હતી.
અમદાવાદમાં રહેતાં ગીતાબહેન અને રમેશચંદ્ર શાહને ત્યાં બે દીકરી અને એક માનસિક વિકલાંગ પુત્ર પછી ૨૦૦૧માં ઋત્વિકનો જન્મ થયો ત્યારે સમગ્ર પરિવારમાં ખુશીની લહેર ફેલાઈ ગયેલી. માતા-પિતાને લાગ્યું કે હાશ, ભગવાને અમારું સાંભળ્યું, અમને અમારો વંશજ આપ્યો. ઋત્વિકના જન્મ પછી રમેશચંદ્ર અને ગીતાબહેનનું જીવન બદલાઈ ગયું. જાણે બધું સારું જ થતું હતું.
Diese Geschichte stammt aus der September 04, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der September 04, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.
માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!
નવજાત શિશુનો પહેલો આહાર એટલે એની જનેતાનું દૂધ. એ દૂધ જે બાળક માટે અનેક વ્યાધિ સામેનું ટૉનિક પણ છે. જો કે હવે એવો દાવો કરી શકાય એમ નથી. હવા અને પાણીમાં ઠલવાતાં વિષારી તત્ત્વો તથા કેમિકલ્સ કોઈ ને કોઈ રીતે આપણા શરીરમાં પહોંચે છે. એ પ્રમાણ એટલું વધી ગયું છે કે એનાથી તો હવે માતાનું દૂધ સુદ્ધાં અભડાઈ ગયું છે.
સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું
સામાજિક નિસબત સાથે લલિત સાહિત્યનું સંતુલન જાળવી સાતત્યથી સર્જન કરતાં હિમાંશી શેલતને પ્રતિષ્ઠિત ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર' જાહેર થયો છે ત્યારે આ...