ડિયર નેચર,
વર્ષો પહેલાંનું એક દશ્ય જે આજે જોવા મળતું નથી. ઘરમાંથી કોઈ મહિલા કે પુરુષ બહાર નીકળે ત્યારે હાથમાં એક ચીજ અવશ્ય જોવા મળતી અને એ હતી કાપડની થેલી. હવે કાપડની થેલી કોઈના હાથમાં હોય તો એ આઉટ ઑફ ડેટ ગણાઈ જાય એવી માનસિકતા જોવા મળે છે.
શા માટે હવે આપણે કાપડની થેલી લઈ ખરીદી કરવા જતા નથી? કારણ કે વર્ષ ૧૯૫૯માં એક ઘટના બની અને પછી આખી દુનિયામાં એક ચમત્કાર થયો. એ ચમત્કાર એક ઈજનેરના નામે ચડ્યો છે. નામ હતું સ્ટેન ગુસ્તાફ ઘુલિન. એણે કાગળનો બહુ વપરાશ થતો જોયો, એ માટે ઝાડ કપાતાં જોયાં, એમાંથી એને વિચાર આવ્યો અને એણે જ પ્લાસ્ટિક બૅગની ડિઝાઈન બનાવી. આ વાત છે ૧૯૫૯ની. આજે સ્ટેન તો હયાત નથી, પણ એનો પુત્ર રાઉલ કહે છે: ‘આજે મારા પિતા જીવતા હોત તો પ્લાસ્ટિકનો આટલો બધો વપરાશ જોઈને દુઃખી દુઃખી થઈ ગયા હોત.’
ખબર નહીં, આપણને કોઈ પણ નવી શોધનો દુરુપયોગ કરવામાં ફાવટ આવી ગઈ છે. પછી એ પ્લાસ્ટિક હોય કે અણુઊર્જા. પહેલાં આપણે આવી શોધ દ્વારા પ્રકૃતિને નુકસાન પહોંચાડીએ છીએ અને પછી આખી માનવજાતને પ્લાસ્ટિકનો વપરાશ જગતમાં એટલી હદે વધ્યો છે કે હવે એનો વપરાશ ઓછો કેમ થાય અને એનાથી થતા પ્રદૂષણનો ઉપાય શું એ વિશે સતત વિચારવું પડે છે. આમ તો એના ઉપાય પણ છે, પરંતુ સવાલ એના અમલનો છે. પ્લાસ્ટિકના વપરાશની ખરાબ અસરો દેખાવા લાગી છે અને એટલે દુનિયાના ઘણા દેશોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભારત પણ એમાંનો એક દેશ છે.
જો કે ભારતમાં સમસ્યા એ છે કે આપણે આરંભે શૂરા છીએ. હમણાં જ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી થઈ. એ નિમિત્તે તિરંગો લહેરાવીને એની સાથે સેલ્ફી પાડી સરકારી વેબસાઈટ પર એ અપલોડ કરવાની અપીલ થઈ. સારી વાત છે. હજારો લોકોએ એવું કર્યું, પણ પછી શું થયું? દર વેળા થાય છે એવું જ થયું. કેટલીય જગ્યાએ તિરંગા રસ્તે રઝળતા દેખાયા. પ્લાસ્ટિકના તિરંગા બનાવવા પર પ્રતિબંધ છે, પણ એ બજારમાં થોકબંધ વેચાયા. હવે એનું શું થશે? રામ જાણે! ગિરનારની પરિક્રમાનું બહુ મહત્ત્વ છે અને એ પરકમ્મા લાખો લોકો કરે છે. પરકમ્મા પૂરી થાય પછી જૂનાગઢની સમાજસેવી સંસ્થાના કાર્યકરો પરિક્રમા કરવા નીકળે છે. શા માટે? પરિક્રમાના રૂટ પર એ ફરે છે અને ટ્રક ભરાય એટલું પ્લાસ્ટિક અને બીજો કચરો ભેગો કરે છે.
Diese Geschichte stammt aus der September 04, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der September 04, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.