માંડ પખવાડિયું થયું હશે આ ઘટનાને. મુંબઈનો જ કિસ્સો. શહેરના પશ્ચિમી પરા કાંદિવલીમાં ૭૯ વર્ષી વિષ્ણુકાંત ૭૬ વર્ષી પોતાની પત્ની શકુંતલાની હત્યા કરે છે ને પછી પોતાના જીવનનો અંત આણવાનો પ્રયાસ કરે છે. સદ્ભાગ્યે બન્નેને તત્કાળ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. એક મલ્ટિનૅશનલ કંપનીના નિવૃત્ત સીઈઓ એવા વિષ્ણુકાંતે પોલીસને કહ્યું કે એ પોતે બીમાર, પથારીવશ પત્નીની સંભાળ લઈને કંટાળી ગયા છે..
– અને દંપતીનો પુત્ર પચ્ચીસેક વર્ષથી વિદેશમાં વસે છે. કદાચ એ પણ વિદેશની કોઈ કંપનીનો સીઈઓ હશે. હવે મુંબઈ પોલીસને એ ખબર નથી પડતી કે વિષ્ણુકાંતની અરેસ્ટ કરવી કે એમને તથા પત્ની શકુંતલાને કોઈ સારી જગ્યાએ મૂકવાં.
બાળકને જન્મ આપવો, માવતર બનવું એને આ સૃષ્ટિની સૌથી મધુર અનુભૂતિ ગણવામાં આવે છે. તમારા પોતાનાં રક્ત-હાડમાંસમાંથી સર્જાયેલો એક માનવદેહ તમારા હાથમાં છે. એ તમને તમારું બાળપણ નવેસરથી અનુભવવાની સુવર્ણ તક આપે છે. કહેવાય છે કે એક બાળકના જન્મ સાથે એક માતા અને એક પિતાનો પણ જન્મ થાય છે. સંતાનોની મુશ્કેલી, એમની ઈચ્છા-આકાંક્ષાની પૂર્તિ કરતાં પેરન્ટ્સ પોતાના જીવનમાં ચડાવ-ઉતારનો સામનો કરતાં રહે છે. એ સંતાનોને ઉછેરે છે, ભણાવે-ગણાવે છે. એમને સ્થિર કરવામાં પોતે અસ્થિર થઈ જાય છે. પછી પેટનાં જણ્યાં સ્વતંત્ર થઈ જાય છે, સફળતા મેળવે છે. જો કે કો'ક વાર કો’ક કિસ્સામાં એ લાડલા-લાડલી પાસે મા-બાપ સાથે વિતાવવા સમય નથી હોતો, એમની પાછળ પૈસા ખર્ચવાની દાનત હોતી નથી.
આવાં સંતાનો વડીલોને તજી દે ત્યારે કાયદો એમની વહારે આવે છે. ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ ૧૨૫ પેરન્ટ્સને ભરણપોષણનો અધિકાર આપતી હતી. એ પછી ૨૦૦૭માં મેઈન્ટેનન્સ ઍન્ડ વેલ્ફર ઑફ પેરન્ટ્સ ઍન્ડ સિનિયર સિટિઝન ઍક્ટ અસ્તિત્વમાં આવ્યો અને ૨૦૧૯માં એમાં સુધારા-વધારા થયા. હવે એ જાણીએ-સમજીએ આવા કાયદાની ઉપયોગિતા વિશે..
Diese Geschichte stammt aus der September 18, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der September 18, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ઈન્ફોર્મેશન ઈ ઓવરલોડઃ આપણે જાણકાર મૂર્ખ બની રહ્યા છીએ...
સમાચાર ચૅનલો, સોશિયલ મિડિયા, સિરિયલો અને ફિલ્મોનું કામ લોકોને ચોંકાવવાનું છે. લોકો ચોંકે તો એમાં વધુ ચોંટે. લોકો વધુ ચોંટે તો ઍડ્વર્ટાઈઝમેન્ટ્સ વધુ આવે. આપણા ચોંકવા અને ચોંટવા પાછળ અર્થશાસ્ત્ર કામ કરે છે. આપણે ચોંકવાને બદલે વિચાર કરતાં થઈએ એમાં આ ‘અર્થશાસ્ત્રી’ને રસ નથી.
આ તો બકરું કાઢતાં ઊંટ પેસી જવાનું છે!
કશ્મીર મુદ્દે ભારતની પડખે ઊભા રહેનારા ગણ્યાગાંઠ્યા મુસ્લિમ દેશોમાંના એક એવા સિરિયામાં સત્તાપલટો થયો છે. વર્ષો સુધી એક પરિવારે એની જોહુકમીથી તાબામાં રાખેલી પ્રજા અત્યારે તો ઉન્માદે ચડી છે, પણ ‘અલ-કાયદા’ જેવી જડ માનસિકતા ધરાવતા સંગઠન પાસેથી સિરિયન નાગરિકો શું અપેક્ષા રાખી શકશે?
જસ્ટ એક મિનિટ...
ખરેખર, આપવાનો આનંદ (joy of giving) એ કોઈ પણ માણસની સર્વશ્રેષ્ઠ અનુભૂતિ છે.
લૂંટવા માટે બધા તૈયાર છે
લૂંટાવે છે બે હાથે, એ ઈશ્વર લૂંટી ગયા અકબંધ રાખી ખોળિયું જીવતર લૂંટી ગયા મારી કને જે કંઈ હતું, મારું સ્વમાન માત્ર વીંટી’તી એક માત્ર એ, ચાદર લૂંટી ગયા.
કેવી હશે અમેરિકાની સંભવિત વેપારનીતિ અને એની અસર?
વરસ ૨૦૨૪ પૂર્ણતાના આરે છે ત્યારે આપણી નજર આવતા વરસ પર હોય એ સહજ છે. એમાંય વિશેષ ધ્યાન અમેરિકા અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર હશે. આ વખતે ટ્રમ્પ કંઈક વિશેષ આક્રમકતા સાથે સત્તા પર આવ્યા છે અને એમની નવી નીતિની અસર વિશ્વ-વેપાર પર થવાની શક્યતા ઊંચી છે, જેમાં ભારત માટે ક્યાંક ચિંતા અને ક્યાંક રાહતની ધારણા પણ છે.
બિઝનેસમાં સેફ રહેવું હોય તો એક રહો...
પ્રાચીન ભારતમાં શ્રેષ્ઠી તરીકે ઓળખાતા સનાતની વેપારીઓનો વિશ્વ-વેપારમાં ૩૫ ટકા હિસ્સો હતો, જે કાલાંતરે ઘટીને એક ટકો થઈ ગયો. વૈશ્વિક વેપારમાં ચીન છવાતું ગયું અને વેપાર-ધંધા કરતી પરંપરાગત હિંદુ જ્ઞાતિના પ્રતિભાસંપન્ન યુવાનો મલ્ટિનૅશનલ કંપનીઓના કર્મચારી બનવા માંડ્યા. આ વાસ્તવિકતા વચ્ચે ૧૪ વર્ષ પહેલાં સ્થપાયેલી ‘વર્લ્ડ હિંદુ ઈકોનોમિક ફોરમે’ દુનિયાઆખીના હિંદુ ધંધાર્થી, આન્ત્રપ્રેન્યૉર્સ, ઉદ્યોગપતિ વચ્ચે સાથ-સહકાર વધારવાનું કામ સફળતાથી કર્યું છે.
સ્ત્રીને માતા બનાવતા આ કૌભાંડની જાણ છે તમને?
સંતાનવિહોણી મહિલા અપમાનથી બચવા અજાણતાં અંધશ્રદ્ધાનો આશરો લે ત્યારે...
રોનોર્મલ યુટેરાઈન બ્લીડિંગઃ ચાલીસીની સમસ્યા
પંદરથી પચાસ સુધીની કોઈ પણ સ્ત્રીને આ પીડા થઈ શકે, પણ મેનોપોઝ નજીક આવે એમ એની શક્યતા વધે છે.
શિયાળામાં માણો, લાજવાબ સ્વાદની મજા
ઠંડી જામવામાં છે ત્યારે કરકરી લીલવાની કચોરીની લહેજત લેવા જેવી છે.
આ ગુજ઼રાતી અભિનેત્રી તો છે ખરી નીલમ
ફિલ્મકલાકારોની અંગત જિંદગીમાં ડોકિયું કરીએ તો સમજાય કે એમનાં સંઘર્ષ, સપનાં અને આવશ્યકતા આપણા જેવા કૉમન મૅનથી કંઈ બહુ જુદાં હોતાં નથી. અમદાવાદમાં એક વિધવાની ચારમાંથી સૌથી નાની દીકરી જીદ કરીને ઑડિશન આપવા માટે દૂરના સ્થળે ચાલીને ગઈ. કામ મળે તો પરિવારને આર્થિક ટેકો રહે એ ગણતરી. કામ મળ્યું પણ ખરું અને એ દીકરીએ અભિનયની દુનિયામાં નવાં કીર્તિમાન પણ રચ્યાં.