શાંતિલાલભાઈના હાથમાં મહાત્મા ગાંધીજીની આત્મકથાનું પુસ્તક સત્યના પ્રયોગો આવ્યું. નવરા બેઠાં એમણે એ વાંચ્યું અને વાંચીને એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે એમણે નક્કી કરી જ લીધું. ‘મારે હવેથી સત્ય જ બોલવું. જૂઠું બોલું તો મારું નામ બદલી નાખજો.’ એમણે મુકેશભાઈને કહ્યું.
‘આવું જોખમ કરવું રે’વા ઘો, બાપુજી. મેં ભૂતકાળમાં હરિશ્ચંદ્ર બનવાનો પ્રયત્ન કર્યો’તો, પણ પછી મુકેશ જ બનીને રહ્યો. મારા ફ્રેન્ડ વિજય પાસે ઉધાર લઈને રિલાયન્સના શૅર ખરીદ્યા એમાં હું ફાવ્યો હતો, પણ વિજ્યો ધંધામાં ડૂબ્યો. હવે એ મારી પાસે ઉધાર માગે છે. મારે ખોટું બોલવું પડ્યું કે ભાઈ, હમણાં પૈસા નથી. એને આપું તો હું ડૂબી જાઉં. હવે તો વિજ્યો સામેથી આવતો દેખાય તો હું રસ્તો બદલી નાખું છું. રસ્તાનાંય નવાં નવાં નામ પડી ગયાં છે. ફલાણા માર્ગ ને ઢીંકણા લેન. મારેય વિચારવું પડે કે આ રસ્તો કયો? જો તમારું નામ બદલો તો ધીરૂભાઈ રાખજો, મને કંઈકેય લાભ મળે. તમારી ફોઈએ શાંતિલાલ નામ પાડ્યું એ બરોબર છે, પણ હવે એ નામ સાર્થક લાગે એવું કરો. આ ઉંમરે શાંતિ રાખો અને ઘરમાંય શાંતિ રહે એવું કરો.’ મુકેશભાઈએ નાક પર સરકી ગયેલાં ચશ્માં ઊંચે ચઢાવી લાંબીચોડી અને થોડી ધડમાથા વગરની સલાહ ઠપકારી.
સામે શાંતિલાલભાઈએ હાથમાં ઝાલેલી વૉકિંગ સ્ટિક ઠપકારતાં કહ્યું: ‘તું આ બાબતે ટિપ્પણી કરવાનું રહેવા દે. મને ખબર છે, તું કેટલુંક સાચું બોલે છે તે. કહેતો હતો, દિલ્હી જઈશું. જી-૨૦ સમિટને લીધે આખી દિલ્હી શણગારી છે તે બધે ફરીશું અને ભારત મંડપમ્ જોઈશું. તે બધું સમેટાઈ જાય પછી લઈ જઈશ?’
‘અત્યારે ફ્લાઈટ અને ટ્રેનની ટિકિટો નથી મળતી. પબ્લિક માટે ખૂલશે એટલે જઈશું. જરા ધીરજ ધરો.' મુકેશભાઈએ વાત વાળવા માંડી.
‘એમ કહે કે એવો ખર્ચો કરવાનો તારો વિચાર જ નથી. જવા દે એ વાત, પણ સાચું કહું? દેશ-વિદેશમાં આપણા વડા પ્રધાને છાકો પાડી દીધો, હોં. વન મિલી, વન અર્થ.. અને શું પેલું? હા, વન ફ્યુચર.. હું તો ક્યારનોય વનમાં પ્રવેશી ગયો છું. વાહ! બહારથી આવનારા મહેમાનો આવી અફલાતૂન આગતા-સ્વાગતા જોઈ ખુશ થઈ ગયા, પણ આપણા ઘરનાને જ દરેક બાબતની ટીકા કરવાનો હડકવા ઊપડે છે. મેં નક્કી કરી લીધું, હું હવેથી સત્ય જ બોલીશ. એ ગીતા, અહીં આવ. જો આના માથે હાથ રાખીને કહું છું.’
Diese Geschichte stammt aus der October 02, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der October 02, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.