મું બઈનો તાજો કિસ્સો. એક ભાઈ એમના મિત્રને એનું સ્કૂટર પહોંચાડવા માટે ઘરેથી નીકળ્યા. હેલ્મેટ પણ પહેરી અને એમનું ડ્રાઈવિંગ પણ સેફ. જો કે રસ્તામાં કોઈ વાહને એમના સ્કૂટરને ટક્કર મારી. આ ભાઈ ઊછળીને રોડ ડિવાઈડર પર પડ્યા. કમનસીબે એમણે હેલ્મેટનો પટ્ટો બાંધ્યો નહોતો એટલે હેલ્મેટ ઊછળીને પહેલાં જ પડી ગઈ અને એ ભાઈનું માથું જોરથી ડિવાઈડરના પથ્થર સાથે અફળાયું.
પછી જે થયું એ તદ્દન ફિલ્મી કે ટીવીસિરિયલ જેવું લાગેઃ ત્રણેક દિવસ કોમામાં રહીને એક જટિલ સર્જરી પછી આ સજ્જન બચી તો ગયા, પણ માથાની નસ દબાઈ જવાથી એમની યાદશક્તિ પર અસર થઈ ગઈ. અત્યારે એ સ્વજનો-મિત્રોમાંથી અમુકને જ ઓળખી શકે છે. બીજા જે એમને મળવા જાય એમની સામે શૂન્યમનસ્ક બની તાક્યા કરે. જો કે ડૉક્ટરોના મતાનુસાર દવાની અસર થતાં નસ ઠીક થશે એટલે ધીમે ધીમે આ ભાઈ એમની સ્મૃતિ પાછી મેળવી લેશે.
આવા કિસ્સા આપણે રોજ સાંભળીએ છીએ. એને આંકડામાં વ્યક્ત કરીએ તો ભારત સરકારના એક રિપોર્ટ અનુસાર ૨૦૨૧માં આપણે ત્યાં કુલ ૪,૧૨,૪૩૨ લોકો કોઈ ને કોઈ રોડ અકસ્માતમાં જખમી થયા અને એમાંથી ૧,૫૩,૯૭૨ જણા મોતને ભેટ્યા, જ્યારે બીજાને નાની-મોટી ઈજા થઈ.
અકસ્માતગ્રસ્તોનો આંકડો આગલા વર્ષ (૨૦૨૦)ની સરખામણીએ ૧૨.૬ ટકા વધુ હતો. આપણે ત્યાં દર વર્ષે સરેરાશ દોઢ લાખ લોકો સડક દુર્ઘટનામાં મૃત્યુ પામે છે, એમાંથી આશરે ત્રીસ ટકા લોકો સ્કૂટર કે બાઈકચાલક હોય છે અને એમાંથી મોટા ભાગનાએ હેલ્મેટ ન પહેરી હોવાને કારણે હેડ ઈન્જરી એમના મોતનું કારણ બને છે.
૨૦૨૧ના આંકડા જોઈએ. એ વર્ષ દરમિયાન અકસ્માત વખતે માથામાં વાગવાને કારણે ૪૬,૫૯૩ બાઈક કે સ્કૂટરસવાર મોતને ભેટ્યા, જેમાં ૧૩,૭૦૦ પિલિયન રાઈડર (અર્થાત્ પાછળની સીટ પર બેસનારા) હતા. ટૂંકમાં, હેલ્મેટ ન પહેરવાની બેદરકારી વર્ષે ૪૫-૫૦ હજાર લોકોનો ભોગ લે છે. ઈન્ટરનૅશનલ ઑટોમોબાઈલ ફેડરેશનના ભૂતપૂર્વ પ્રમુખ અને એક અગ્રણી મોટરબાઈક રેસ ટીમના લીડર જિન ટોટે હમણાં આ આંક ટાંકીને ભારતીયોને રીતસર ટોક્યાઃ ‘જે દેશમાં ટુ-વ્હીલર પર સવારી કરનારે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત છે ત્યાં વર્ષે આટલા લોકો હેલ્મેટ ન પહેરવાને કારણે મૃત્યુ પામે છે એ કેવું?’
Diese Geschichte stammt aus der November 06, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der November 06, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
નોમિનીના સરળ બનેલા નિયમ સમજી લેવામાં સાર
ઈન્વેસ્ટમેન્ટમાં નોમિનીનું મહત્ત્વ વધ્યું છે, ખાસ કરીને કોવિડ બાદ આનો અહેસાસ અનેક પરિવારોને તેમ જ સરકાર અને નિયમન સંસ્થાઓને થયો છે. આર્થિક વ્યવહારો સરળ બનાવવાના ભાગ રૂપે સેબીએ આ નિયમોને વધુ હળવા અને વ્યવહારુ બનાવવાનો નિર્ણય લીધો છે, જેને સમજવા અનિવાર્ય છે.
બોલો... આ રમતમાં હાર-જીત સ્પર્ધકના જ હાથમાં!
પંજા-કુસ્તી તરીકે ઓળખાતી બળાબળની સ્પોર્ટની ૧૭ દિવસની પહેલી ‘પ્રો પંજા લીગ' ગયા વર્ષે યોજાઈ ને આ વર્ષે પણ યોજાશે. આ મહિનાની ૧૯થી મુંબઈમાં એશિયન ઈન્ટરનૅશનલ કપ તથા ૨૦મીથી વડોદરાની પાદરે આવેલા પાદરામાં પંજા-કુસ્તી ચૅમ્પિયનશિપ યોજાઈ રહી છે ત્યારે જાણીએ, બાવડાંનાં બળની રમતની જાણી-અજાણી વાત.
સ્ત્રી રાતના સમયે બહાર ન નીકળી શકે?
‘ઘરની આબરૂ’ માટે પુરુષો ઘરબહાર પણ સલામત વાતાવરણ નિર્માણ કરે અને પોતાનું વર્તન બદલે એ વધુ જરૂરી છે.
દિવાળીમાં બનાવો સૌને ભાવતાં આ વ્યંજન
બધાં પર્વોમાં શિરમોર એવો તહેવાર આવી રહ્યો છે, તમે છો તૈયાર એને સ્વાદિષ્ટ આવકાર આપવા?
એ દિવસોમાં આવી ભૂખ કેમ લાગે છે?
બાળજન્મ પછી પૂરતું દૂધ ન આવતું હોય તો આ ઉપાય અજમાવી શકાય...
લડત પતિના હત્યારાને સજા અપાવવાની...લડત પતિની નિશાનીને જનમ આપવાની...
નજર સામે પતિની હત્યા થતી જોઈ આ મહિલા ઍડ્વોકેટનો ગર્ભપાત થઈ ગયો. એ પછી એની જિંદગીમાં બે જ લક્ષ્ય હતાંઃ ગુનેગારોને જેલ અને પરિવાર આગળ વધારવા એક બાળક! ‘આઈવીએફ’ ટેક્નિકની મદદ મેળવી પતિનાં જાળવી રાખેલાં સ્પર્મથી એમણે એ શક્ય બનાવ્યું.
ભવ્ય ભૂતકાળના વારસાનું કરો જતન
મહારાષ્ટ્રના દમદાર દુર્ગ મેઘરાજાએ વિદાય સાથે વેરેલાં સૌંદર્ય સાથે મહારાષ્ટ્રના ભવ્ય કિલ્લાઓની વિરાસત જોવા માટે તૈયાર છો?
ફૂલના ગરબા, બાધા-માનતાના ગરબા, હરખના ગરબા...
નવરાત્રિમાં તો બધે ગરબા રમાય, પરંતુ ઉત્તર ગુજરાતનાં ઘણાં ગામમાં તો છેક કાળી ચૌદશ અને દિવાળી સુધી કે ક્યાંક તો ખાસ એ બે રાત્રે જ ગરબા થાય, એ પણ કાગળ કે પ્લાસ્ટિકનાં ફૂલના, ખાસ્સા વજનદાર ગરબા. એ માથે લઈને ગામની સ્ત્રીઓને ગરબે રમતી જોવી એ પણ એક લહાવો છે.
એક ફોન કૉલ ને માણસ કંગાળ..
સાઈબર ફ્રૉડની તમામ હદ વટાવી દેતી ડિજિટલ અરેસ્ટ વિક્ટિમથી લઈને કાયદોવ્યવસ્થા, સિસ્ટમને નિર્વસ્ત્ર કરી દેતી આ તે કેવી સાઈબર ઠગાઈ?
પાણી ભલે ઓસરી ગયાં, પૂરની અસર વડોદરાની દિવાળી બગાડશે...
અતિ ભારે વરસાદ અને ઉપરવાસમાં જમા થયેલું પાણી છોડવામાં થયેલી ક્ષતિએ વડોદરાને ડુબાડ્યું હતું. આટલા દિવસો પછી હજી અત્યારે પણ એનાં પરિણામ દેખાઈ રહ્યાં છે ખાલીખમ બજાર રૂપે.