કઈ મોટું મંદિર કે નાનકડી દેરી,દેવ-દેવીની મૂર્તિ કે તસવીર હોય જ. હા, ક્યાંક વળી યંત્ર જોવા મળે. પ્રભુપ્રતિમા પણ આરસ જેવા પથ્થર, સ્ફટિક, પંચધાતુ કે પછી સોના, ચાંદીથી બનાવેલી હોય. અમુક કાચ, હીરા કે રત્નજડિત પણ હોય.
આ સામે ગુજરાતમાં એક મંદિરમાં ભગવાનની મૂર્તિઓ માટીની છે. જો કે એ આકારવિહીન એટલે કે નિરાકાર છે. દેખાવમાં માટીનો ઢગલો જ લાગે. કોઈ વળી કહે કે માટી કળાત્મક રીતે પાથરેલી છે! જે હોય તે, ભાવિકો એને પ્રતિમા માનીને જ એનાં દર્શન-પૂજા કરે છે.
દેશમાં માટીનું પ્રથમ અને એકમાત્ર એવું આ મંદિર ગુજરાતના પાટણમાં આવેલું છે, જે મૂર્તિના માધ્યમ, આકાર ઉપરાંત પૂજા, પ્રસાદ, પરંપરા, વગેરેની પણ વિશિષ્ટતા ધરાવે છે.
તો આવો, આ અનોખા માટી મંદિરની યાત્રા કરીએ.
ગુજરાતની એક સમયની રાજધાની અણહિલપુર પાટણ, આજે વર્લ્ડ હેરિટેજમાં સ્થાન ધરાવતી કળાત્મક રાણકી વાવ અને કીમતી પટોળા માટે વૈશ્વિક ખ્યાતિ ધરાવે છે. અહીં અનેક જૈન દેરાસર છે તો માટીનું મંદિર તરીકે ઓળખાતું શ્રી પદ્મનાભ પ્રભુનું મંદિર છે. કેટલાક એને પદ્મનાભ વાડી કહે છે. શ્રી પદ્મનાભનું મૂળ મંદિર કેરળના થિરુવનંતપુરમ માં છે. જો કે એ મંદિરમાં પદ્મનાભની મૂર્તિ માટીની નથી.
અહીં મૂર્તિ નથી, ભાવાન માટી રૂપે બિરાજે છે અને એની જ પૂજા થાય છે.
ભગવાન વિષ્ણુના અવતાર પદ્મનાભની ઉત્પત્તિની દંતકથા કંઈક આમ છે. સન ૧૪૫૮માં પાટણમાં સરવર ખાન સૂબાનું શાસન હતું. એ સમયે લક્ષ્મીદેવી કરણદેવ પ્રજાપતિની કૂખે પુત્ર પદ્મ જન્મ્યો. યુવાવયે પ્રભુભક્તિમાં લીન રહેતો હોઈ એ પદ્મા ભગત તરીકે ઓળખાતો. બીજી દંતકથા મુજબ દુર્વાસા ઋષિએ ભગવાન શ્રીકૃષ્ણને શ્રાપ આપેલો. એ શ્રાપ નિવારણ માટે પ્રજાપતિના ઘેર ભગવાનનો જન્મ પદ્મ રૂપે હાલના પાટણમાં થયો હતો.
Diese Geschichte stammt aus der November 06, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der November 06, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.
માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!
નવજાત શિશુનો પહેલો આહાર એટલે એની જનેતાનું દૂધ. એ દૂધ જે બાળક માટે અનેક વ્યાધિ સામેનું ટૉનિક પણ છે. જો કે હવે એવો દાવો કરી શકાય એમ નથી. હવા અને પાણીમાં ઠલવાતાં વિષારી તત્ત્વો તથા કેમિકલ્સ કોઈ ને કોઈ રીતે આપણા શરીરમાં પહોંચે છે. એ પ્રમાણ એટલું વધી ગયું છે કે એનાથી તો હવે માતાનું દૂધ સુદ્ધાં અભડાઈ ગયું છે.
સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું
સામાજિક નિસબત સાથે લલિત સાહિત્યનું સંતુલન જાળવી સાતત્યથી સર્જન કરતાં હિમાંશી શેલતને પ્રતિષ્ઠિત ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર' જાહેર થયો છે ત્યારે આ...