દિવાળીના સપરમા દિવસ આનંદપૂર્વક ઊજવવા સૌ થનગનતાં હતાં. ગીતાબહેન અને આશીએ મળીને નાસ્તાના ડબ્બા ઘૂઘરા, મઠિયાં, શક્કરપારા, ચેવડો, મોહનથાળ એવી જાતજાતની વાનગીથી છલકાવી દીધા.
‘વાહ ગીતા, મજા પડી ગઈ. શું ખાઉં ને શું નહીં?’ મુકેશભાઈએ મોઢામાં મોહનથાળનું ચકતું મૂકતાં કહ્યું.
‘ભાવ્યું ને? મેં અને આશીએ કેટલી મહેનત કરીને બધા નાસ્તા બનાવ્યા.’ પતિદેવને ખુશ કરવાનો રસ્તો પેટ વાટે જાય એ જાણતાં ગીતાબહેને દિવાળી પર પોતાની માગણી મુકેશભાઈ સમક્ષ મૂકવાની પૂર્વતૈયારી કરી લીધી.
કાળી ચૌદશે સવારના પહોરમાં ઊકળતા તેલની તાવડી ગૅસને ચૂલે ચડેલી જોઈ આશીને નવાઈ લાગી.
‘મમ્મીજી, આ શું કરો છો?’
‘ચાલ, ચાલ, આ વડાં તળ્યાં છે એ આગળના ચાર રસ્તાની ચોકડીએ મૂકી આવીએ.’ ‘
બટ વ્હાય?’ ‘
આ વર્ષો જૂનો રિવાજ છે ઘરમાંથી કકળાટ ઘરમાંથી કકળાય કરતાં તેલ બહાર કાઢવાનો. જીવ બળે એના બાળવું સારું.’ ‘
એના કરતાં પપ્પાજીને જ કહી દો ને કે બહાર આંટો મારવા જાય.’ આશીથી બોલતાં તો બોલાઈ ગયું, પછી કંઈક ભાંગરો વટાઈ ગયાનું ભાન થયું એટલે વાતને મજાકમાં ફેરવી કાઢીઃ ‘આઈ હેવ અન આઈડિયા. આપણે અવકાશયાનમાં દાળવડાં મોકલીએ અને એમને પૃથ્વીની ચારે બાજુ ફેંકવાનું કહીએ તો આ યુક્રેન, રશિયા, ઈઝરાયલ, હમસ લડ્યા કરે છે એનો કકળાટ જાય કે નહીં?’
‘તું એ પંચાત છોડ, ઘરમાં કકળાટ ન થાય એ જો.’
ગીતાબહેનને બોલતાં સાંભળી મુકેશભાઈ રૂમમાંથી બહાર આવ્યા અને આશીને કહેવા લાગ્યાઃ ‘કકળાટ હું નહીં, ગીતા કરે ગયા વખતે મંજુએ દિવાળીના નાસ્તાભરેલી થાળી મોકલેલી ને મારાથી એની તીખી સેવનાં વખાણ થઈ ગયાં એમાં તો તારી સાસુએ કકળાટ કરી મૂક્યો.’
‘એ મંજુડી થાળી આપવા નહીં, એના વરે દિવાળી પર હીરાનું નવું પેન્ડન્ટ લઈ આપેલું એ બતાવવા આવેલી. ગળામાં દેખાય એમ લાંબું લટકાવેલું. કેવી લટકા-મટકા કરતી’તી. થાળી તો મૂકતાં મૂકી, પણ વારેઘડીએ એનું નવું પેન્ડન્ટ મને દેખાય એમ ફેરવી ફેરવીને સરખું કર્યા કરતી હતી.’ ગીતાબહેને એમની ભાષામાં મંજુનાં ગુણગાન ગાયાં.
Diese Geschichte stammt aus der November 13, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der November 13, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.
માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!
નવજાત શિશુનો પહેલો આહાર એટલે એની જનેતાનું દૂધ. એ દૂધ જે બાળક માટે અનેક વ્યાધિ સામેનું ટૉનિક પણ છે. જો કે હવે એવો દાવો કરી શકાય એમ નથી. હવા અને પાણીમાં ઠલવાતાં વિષારી તત્ત્વો તથા કેમિકલ્સ કોઈ ને કોઈ રીતે આપણા શરીરમાં પહોંચે છે. એ પ્રમાણ એટલું વધી ગયું છે કે એનાથી તો હવે માતાનું દૂધ સુદ્ધાં અભડાઈ ગયું છે.
સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું
સામાજિક નિસબત સાથે લલિત સાહિત્યનું સંતુલન જાળવી સાતત્યથી સર્જન કરતાં હિમાંશી શેલતને પ્રતિષ્ઠિત ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર' જાહેર થયો છે ત્યારે આ...