દિવાળીના તહેવાર પહેલાં લગભગ દરેક ઘરમાં સફાઈનો તબક્કો શરૂ થઈ જાય છે. ઘણા લોકો ઘરમાંથી જૂની વસ્તુ કાઢીને નવી ચીજ લાવે છે. જો કે કેટલીક વસ્તુ ! એવી હોય છે જે દરેક વખતે બદલી શકાતી નથી. આવી વસ્તુને ડીપ ક્લીન કરવું વધુ જરૂરી બની જાય છે. વાસ્તવમાં બજારમાં ઘણાં સફાઈસાધન અને મટીરિયલ મળશે, જેની કિંમત વધુ હોય અને ૧૦૦ ટકા સફાઈનો દાવો કર્યા પછી પણ એની ધારી અસર જોવા ન મળે. એને બદલે ગૃહિણી ઘરમાં હોય એવી સામગ્રીની મદદથી ઘરને ચમકાવી શકે છે.
બેકિંગ સોડા પણ આવો જ એક સફાઈ એજન્ટ છે. ચાલો, તમને જણાવીએ બેકિંગ સોડા ઉપરાંત વિનેગર, કોપરેલ તેલ, લીંબુના રસ, વગેરેથી કેવી રીતે આપણે ઘરને ચકાચક કરી શકીએ...
સિન્કમાં આપણે રસોઈનાં વાસણો ઉપરાંત એઠી થાળી, વાટકા, વગેરે સાફ કરીએ છીએ, જેને કારણે વાસણોમાં રહેલું ઘી અને તેલની ચીકણાશ સિન્કમાં જમા થઈ જાય છે. સામાન્ય સાબુથી ધોવાથી સિન્ક સંપૂર્ણપણે સાફ થતી નથી. એના માટે ખાવાના સોડામાં લીંબુનો રસ ઉમેરીને સિન્ક સાફ કરો પરિણામ જુઓ.
બેકિંગ સોડાની મદદથી કાર્પેટ પર જામેલી ધૂળને સરળતાથી દૂર કરી શકાય છે. ઘણી વખત કાર્પેટને ડિટર્જન્ટથી સાફ કરવાથી એની ચમક ગાયબ થઈ જાય છે. કાર્પેટને નવા જેવી ચમકાવવા માટે એના પર ડિટર્જન્ટને બદલે ખાવાનો સોડા છાંટી ૩૦ મિનિટ પછી સ્ક્રબ કરી પાણીથી સાફ કરવાથી એ ચમકી ઊઠશે.
Diese Geschichte stammt aus der November 13, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der November 13, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.
માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!
નવજાત શિશુનો પહેલો આહાર એટલે એની જનેતાનું દૂધ. એ દૂધ જે બાળક માટે અનેક વ્યાધિ સામેનું ટૉનિક પણ છે. જો કે હવે એવો દાવો કરી શકાય એમ નથી. હવા અને પાણીમાં ઠલવાતાં વિષારી તત્ત્વો તથા કેમિકલ્સ કોઈ ને કોઈ રીતે આપણા શરીરમાં પહોંચે છે. એ પ્રમાણ એટલું વધી ગયું છે કે એનાથી તો હવે માતાનું દૂધ સુદ્ધાં અભડાઈ ગયું છે.
સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું
સામાજિક નિસબત સાથે લલિત સાહિત્યનું સંતુલન જાળવી સાતત્યથી સર્જન કરતાં હિમાંશી શેલતને પ્રતિષ્ઠિત ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર' જાહેર થયો છે ત્યારે આ...