ઑક્ટોબરે સરદાર પટેલની જન્મજયંતીએ અમદાવાદમાં ના ૨૦ રાજવી વારસદારોનું ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સમ્માન કર્યું. લાલ પાઘડીમાં સોહતા રાજવીના સમ્માનની દેશની આ પ્રથમ ઘટના. તો નવરાત્રિમાં કલરફુલ ગામઠી વસ્ત્રોમાં સજ્જ, ત્રણ કિલોની જમ્બો પાઘડી પહેરીને રાસ રમતો અમદાવાદી યુવક સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો. એને જોઈને ગાયિકાએ ગરબો ગાયોઃ તારી પાઘડીએ મન મારું મોહ્યું રબારી, હો માલધારી...
પાઘડી આમ તો કાપડનું વસ્ત્ર છે. એને દેશી ભાષામાં માથાબંધણું કહેવાય. એ મસ્તક પર સોહે અને મોભો કે વટ પાડે એટલે કહેવત, ગીત અને ગરબામાં પાઘડી ઝળકીઃ સર સલામત, તો પઘડિયાં બહોત..., પાઘડીમાં જેટલા આંટા એટલા એના પેટમાં આંટા..., પાઘડીનો વળ છેડે..., વગેરે. એમ તો અમુક લોકો કોઈ કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા લેતા. કુંવારિકા ગોરમા પાસે પાઘડિયો વર માગતી. ભગવદ્ગોમંડલ ગ્રંથ મુજબ પાઘડી એટલે માથાબંધણું અથવા માથે પહેરવાનું લાંબા અને ટૂંકા પનાનાં કપડાંને વીંટાળીને બનાવેલો અમુક ઘાટ. ગુજરાતી વિશ્વકોશ મુજબ પાઘડીને વૈદિક કાળમાં ઉષ્ણીષ કહેવાતી. પાઘડી પહેરવાનો ઉદ્દેશ માનવશરીરના મહત્ત્વના અંગ મસ્તક ને લડાઈ કે હુમલા સામે રક્ષણ અને સૂર્યતાપથી બચાવવાનો હતો. સદી ઓ પહેલાં લોકો શણ કે કેળનાં પત્તાંથી માથું ઢાંકતા. સમય જતાં એનું સ્થાન કાપડે લીધું. એક જમાનામાં સુતરાઉ, રેશમ, ઢાકાનું મલમલ, વગેરે કાપડની પાઘડી બનતી. પછી કાપડ અને રંગથી માંડીને ડિઝાઈન અને બાંધવા (પહેરવા)ની પદ્ધતિમાં પરિવર્તન થયાં. એમાં ભરતકામ, જરીકામ, રત્ન, પીંછાં, કલગી, વગેરે ઉમેરાયાં. સમય જતાં ઓળખ બનીઃ પાઘ, પાઘડી, સાફો, ફેંટો, ફાળિયું, વગેરે.
Diese Geschichte stammt aus der November 20-27, 2023 - Diwali-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der November 20-27, 2023 - Diwali-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.
માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!
નવજાત શિશુનો પહેલો આહાર એટલે એની જનેતાનું દૂધ. એ દૂધ જે બાળક માટે અનેક વ્યાધિ સામેનું ટૉનિક પણ છે. જો કે હવે એવો દાવો કરી શકાય એમ નથી. હવા અને પાણીમાં ઠલવાતાં વિષારી તત્ત્વો તથા કેમિકલ્સ કોઈ ને કોઈ રીતે આપણા શરીરમાં પહોંચે છે. એ પ્રમાણ એટલું વધી ગયું છે કે એનાથી તો હવે માતાનું દૂધ સુદ્ધાં અભડાઈ ગયું છે.
સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું
સામાજિક નિસબત સાથે લલિત સાહિત્યનું સંતુલન જાળવી સાતત્યથી સર્જન કરતાં હિમાંશી શેલતને પ્રતિષ્ઠિત ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર' જાહેર થયો છે ત્યારે આ...