થોડા સપ્તાહ અગાઉ પુણેથી અમૂલ ક્લીન ફ્યુઅલ કાર રૅલીનું આયોજન થયું. એમાં જોડાયેલી ૧૨ કાર અઢારસો કિલોમીટરનું અંતર કાપીને અંતે દેશની દૂધનગરી-મિલ્ક સિટી આણંદ પહોંચી.
ઉદ્દેશ હતો જૈવિક ઈંધણના પ્રસારનો. રૅલીમાં ભાગ લેનારી તમામ કારનું બળતણ (ઈંધણ) પણ જૈવિક કે કુદરતી. નામ બાયો-સીએનજી. બાયો એટલે જૈવિક અને સીએનજી એટલે કૉમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ. રૅલીની બાર કારમાં બાયો-સીએનજી ભરાવેલું અને સાથેના એક વાહનમાં બાયો-સીએનજીનાં ૪૦ સિલિન્ડર હતાં. આપણે ત્યાં નાનાં-મોટાં લાખો વાહનો પેટ્રોલ, ડીઝલ, સીએનજી, તો અમુક વાહનો બૅટરી કે ઈલેક્ટ્રિકથી પણ ચાલે છે. વાહનો માટેના ઈંધણની યાદીમાં થોડા વખતથી બાયોસીએનજી નું નામ પણ ઉમેરાયું છે.
વાહનો માટેનું બાયો-સીએનજી તરીકે ઓળખાતું જૈવિક ઈંધણ પશુનાં છાણમાંથી બને છે. સામાન્યપણે છાણને સૂકવીને ખેડૂતો કે ગૌપાલકો છાણાં બનાવે, જે બળતણ માટે કામ આવે. કોઈ વળી ઘરને છાણનું લીંપણ કરે કેખાતર બનાવે. આ બધામાં સમસ્યા એ કે એનાથી ગંદકી પણ થાય.
જો કે બનાસકાંઠા જિલ્લાની જાણીતી બનાસ ડેરીએ છાણનો બહુવિધ સદુપયોગ કર્યો. એ માટે ડેરીએ બનાસકાંઠાના ડીસા તાલુકાના દામા ગામમાં સવા ત્રણ વર્ષ પહેલાં ગોબર ગૅસ પ્લાન્ટ બનાવ્યો. આમ તો ગુજરાત સહિત દેશભરમાં ગોબર ગૅસના નાના-મોટા અનેક પ્લાન્ટ છે. એમાં ઘરનાં એઠવાડ, છાણ, ખરાબ થઈ ગયેલાં શાકભાજી, વગેરેમાંથી ગોબર ગૅસ બને. એ ગૅસનો મહદંશે રસોઈ બનાવવામાં ઉપયોગ થાય, જ્યારે બનાસ ડેરીએ દામા ગામમાં ઓગસ્ટ, ૨૦૨૦માં બનાવેલા ગોબર ગૅસ પ્લાન્ટમાં છાણમાંથી વાહનો માટે ઈંધણ બને છે. આ પ્રકારનો દેશનો આ પ્રથમ પ્રયોગ.
મૂળમાં છે બનાસ ડેરીના સંચાલકોનું દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજન. આ માટે બનાસ ડેરીએ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજી અને ઈન્સ્ટિટ્યૂટ ઑફ રુરલ ! મૅનેજમેન્ટ-આણંદ (ઈરમા)ના સોએક સંશોધકોની ટીમ બનાવી. ટીમે બનાસકાંઠાનાં જુદાં જુદાં ગામોમાંથી રોજ કેટલું છાણ મળી શકે અને એ છાણમાંથી કેટલો ગૅસ ઉત્પન્ન થઈ શકે એનો ક્યાસ કાઢ્યો. પછી દામામાં ચારેક એકર જગામાં આશરે નવ કરોડ રૂપિયાના ખર્ચે ઓગસ્ટ, ૨૦૨૦માં દેશનો પ્રથમ પશુછાણ આધારિત બાયો-સીએનજી પ્લાન્ટ શરૂ કર્યો.
Diese Geschichte stammt aus der January 08, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der January 08, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.
માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!
નવજાત શિશુનો પહેલો આહાર એટલે એની જનેતાનું દૂધ. એ દૂધ જે બાળક માટે અનેક વ્યાધિ સામેનું ટૉનિક પણ છે. જો કે હવે એવો દાવો કરી શકાય એમ નથી. હવા અને પાણીમાં ઠલવાતાં વિષારી તત્ત્વો તથા કેમિકલ્સ કોઈ ને કોઈ રીતે આપણા શરીરમાં પહોંચે છે. એ પ્રમાણ એટલું વધી ગયું છે કે એનાથી તો હવે માતાનું દૂધ સુદ્ધાં અભડાઈ ગયું છે.
સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું
સામાજિક નિસબત સાથે લલિત સાહિત્યનું સંતુલન જાળવી સાતત્યથી સર્જન કરતાં હિમાંશી શેલતને પ્રતિષ્ઠિત ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર' જાહેર થયો છે ત્યારે આ...