વિઝા વિના રે ન જશો હવે દેશ અમેરિકા...
Chitralekha Gujarati|January 08, 2024
તમારી પાસે એક-દોઢ કરોડ રૂપિયા હોય તો ભારતમાં આસાનીથી કોઈ ધંધો જમાવી શકો. અરે, એ રકમના વ્યાજે પણ નિરાંતે જિંદગી કાઢી શકો, છતાં ઘણા ગુજરાતીઓ આટલી તોતિંગ રકમ એજન્ટને ચૂકવીને ગેરકાયદે અમેરિકામાં ઘૂસવાનો માર્ગ પસંદ કરે છે. હવે તો એજન્ટો ઘૂસણખોરો માટે ચાર્ટર્ડ ફ્લાઈટ બુક કરતા હોવાનું બહાર આવ્યું છે.
ઉમંગ વોરા
વિઝા વિના રે ન જશો હવે દેશ અમેરિકા...

વર્ષ ૨૦૨૨ની એક સવારે અમેરિકા-કેનેડાની સીમા નજીક ચાર મૃતદેહ મળી આવ્યા. એક દંપતી ને બે બાળક. સ્થાનિક પોલીસને એ સમજતાં વાર ન લાગી કે આ પરિવાર કેનેડાથી ગેરકાયદે અમેરિકામાં ઘૂસવાની પેરવીમાં હશે, પણ ભારે બરફવર્ષાને કારણે રસ્તો ભૂલી ગયો હશે અને એકદમ શીત વાતાવરણમાં ચારે જણ ઠરીને ઠીકરું થઈ ગયાં હશે. દેખાવ અને પહેરવેશ પરથી આ ચારેય એશિયન હોય એવું જણાતું હતું.

કેનેડિયન પોલીસની ધારણા સાચી હતી. એ ચાર જણ ભારતનાગુજરાત ના હતાઃ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા ડીંગુચા ગામના વતની જગદીશ પટેલ, એમનાં પત્ની વૈશાલી, પુત્રી વિહાંગી અને પુત્ર ધાર્મિક. આ પરિવાર ખરેખર અમેરિકામાં ગેરકાયદે પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

આ ઘટનાને બે વર્ષ થઈ રહ્યાં છે ત્યારે ઘૂસણખોરીના આવા જ પ્રયાસનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જો કે આ કિસ્સો બહુ મોટો છે. એમાં તો સાગમટે ૩૦૦ જણ અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાના ઈરાદે અહીંથી નીકળ્યા હતા. ગુજરાત, પંજાબ, તામિલનાડુ, મહારાષ્ટ્ર એમ જુદાં જુદાં રાજ્યોના આ લોકો જુદી જુદી ફ્લાઈટ્સ દ્વારા દુબઈ પહોંચ્યા. ત્યાંથી એમને એક ચાર્ટર્ડ પ્લેન દ્વારા મધ્ય અમેરિકાના નિકારાગુઆ દેશના માનાગુઆ ઍરપોર્ટ લઈ જવાના હતા. એ પછી ત્યાંથી જમીનમાર્ગે ત્રણ દેશોની સરહદ પાર કરાવી એમણે એમના સપનાંના દેશ અમેરિકા પહોંચવાનું હતું, પણ...

૨૧ ડિસેમ્બરે દુબઈથી ઊપડેલી એમની ફ્લાઈટે ફ્રાન્સના નાનકડા વેટ્રી ઍરપોર્ટ પર ઈંધણ ભરવા માટે લૅન્ડિંગ કર્યું એ વખતે કોઈક રીતે આ કૌભાંડનો ભાંડો ફૂટી ગયો. વિમાનમાં ૩૦૩ ભારતીયો ગેરકાયદે અમેરિકા જવા માટે નીકળ્યા હોવાની માહિતી મળતાં આ ફ્લાઈટને ફ્રાન્સમાં જ રોકી દેવામાં આવી. આ ફ્લાઈટમાં મહેસાણા જિલ્લાના જ ૯૬ લોકો હોવાનું કહેવાય છે. આ ફ્લાઈટમાં પ્રવાસ કરનારા દરેક ભારતીય પાસેથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ આપવા માટે ૮૦ લાખથી એક કરોડ રૂપિયા લેવામાં આવ્યા હોવાની શંકા છે.

Diese Geschichte stammt aus der January 08, 2024-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der January 08, 2024-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS CHITRALEKHA GUJARATIAlle anzeigen
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.

time-read
1 min  |
January 13, 2025
સમયના ખેલ છે ન્યારા
Chitralekha Gujarati

સમયના ખેલ છે ન્યારા

સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.

time-read
2 Minuten  |
January 13, 2025
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
Chitralekha Gujarati

મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના

પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...

time-read
3 Minuten  |
January 06, 2025
નવું વર્ષ... નવી શરૂઆાત
Chitralekha Gujarati

નવું વર્ષ... નવી શરૂઆાત

બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર

time-read
2 Minuten  |
January 06, 2025
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
Chitralekha Gujarati

ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?

શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.

time-read
2 Minuten  |
January 06, 2025
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
Chitralekha Gujarati

પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!

જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.

time-read
4 Minuten  |
January 06, 2025
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
Chitralekha Gujarati

જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર

જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.

time-read
4 Minuten  |
January 06, 2025
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
Chitralekha Gujarati

ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?

૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?

time-read
4 Minuten  |
January 06, 2025
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
Chitralekha Gujarati

લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?

ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!

time-read
6 Minuten  |
January 06, 2025
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
Chitralekha Gujarati

પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા

આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.

time-read
5 Minuten  |
January 06, 2025