ગુજરાતમાં સૌપ્રથમ બીઆરટીએસ (બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ) સ્ટૅન્ડ અને મેટ્રો રેલનું પ્રથમ સ્ટેશન બન્યું અમદાવાદમાં. થોડા સમય પહેલાં બુલેટ ટ્રેન માટે રેલવે ટર્મિનલ બન્યું, એ પણ અમદાવાદમાં. તો હવે અમદાવાદમાં તૈયાર છે મલ્ટિમોડેલ ટ્રાન્સપોર્ટ હબ.
ગુ વિશેષતા એ કે રેલવે ટર્મિનલ દેશની પ્રથમ બુલેટ ટ્રેન માટે બન્યું, જ્યારે સાબરમતી મલ્ટિમોડેલ ટ્રાન્સપોર્ટ હબ એ બીઆરટીએસ, મેટ્રો ટ્રેન અને રેલવે એમ ત્રણ માધ્યમનું કનેક્ટિવિટીનું અત્યાધુનિક કેન્દ્ર બનશે. એ બન્યું છે અહીંના સાબરમતી વિસ્તારમાં.
હેરિટેજ સિટી અને સ્માર્ટ સિટી અમદાવાદના સાબરમતી વિસ્તારમાં સાબરમતી નામ આધારિત સાબરમતી આશ્રમ, સાબરમતી જેલ, સાબરમતી રિવરફ્રન્ટ, વગેરે આવેલાં છે. એ યાદીમાં ઉમેરો થયો છે નવનિર્મિત સાબરમતી મલ્ટિમોડેલ ટ્રાન્સપોર્ટ હબનો. એની પડખે છે સાબરમતી હાઈ સ્પીડ રેલવે પડખે છે સાબરમતી હાઈ સ્પીડ રેલવે ટર્મિનલ. દેશની પ્રથમ હાઈ સ્પીડ એટલે કે બુલેટ ટ્રેનનું સાબરમતી ખાતેનું આ ટર્મિનલ છે. દેશના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિપૂજન તો છ વર્ષ અગાઉ જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જપાનના તત્કાલીન વડા પ્રધાન શિન્ઝો આબેએ કર્યું હતું.
થોડા દિવસ પહેલાં રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મિડિયા પર એક વિડિયો પોસ્ટ કરીને લખ્યુંઃ ટર્મિનલ ફૉર ઈન્ડિયાસ ફર્સ્ટ બુલેટ ટ્રેન... સાબરમતી મલ્ટિમોડેલ ટ્રાન્સપોર્ટ હબ, અમદાવાદ.
આ મલ્ટિમોડેલ હબનું વડા પ્રધાન નરેન્દ્ર મોદી નજીકના ભવિષ્યમાં લોકાર્પણ કરે એવી સંભાવના છે.
પહેલાં જાણીએ વડા પ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ એવા દેશના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિશે. મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી દેશની પ્રથમ હાઈ સ્પીડ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટને મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ (MAHSR) કોરિડોર નામ આપવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનાં બાંધકામ, નિભાવ, સંચાલન વહીવટ, વગેરે કામગીરી માટે ભારત સરકાર અને બુલેટ ટ્રેન સાથે સંકળાયેલાં રાજ્યો દ્વારા નૅશનલ હાઈ સ્પીડ રેલ કૉર્પોરેશન લિમિટેડ (NHSRCL)ની સ્થાપના થઈ છે.
Diese Geschichte stammt aus der January 22, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der January 22, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.