થોડા વખત પહેલાં ગુજરાતના એક ગામમાંથી પૂનમની રાત્રે નવેક વાગે શણગારેલી સવારી (પાલખી કે શોભાયાત્રા) નીકળી. એને પોલીસોએ ગાર્ડ ઑફ ઓનર આપ્યું.
બંદૂકધારી જાણીને આશ્ચર્ય થશે કે આ સવારી કોઈ પ્રતિમા અથવા સંત-મહંત કે મહાનુભાવની નહોતી, પરંતુ વિખ્યાત બહુચરાજી મંદિરમાં બિરાજતાં બહુચર માતાજીની હતી. માતાજીની સવારીને પોલીસો દ્વારા ગાર્ડ ઑફ ઓનર અપાતું હોય એવી દેશની આ એકમાત્ર ઘટના. બીજી વિશેષતા એ કે આ મંદિર કિન્નરોનું પરમ આસ્થાસ્થાનક છે.
પવિત્ર તીર્થધામ બહુચરાજી મંદિર, ગુજરાતના મહેસાણા જિલ્લાના બહુચરાજી ગામમાં આવેલું છે. તંત્ર ચૂડામણિ ગ્રંથ મુજબ દેશમાં બાવન શક્તિપીઠ છે, એમાંથી ગુજરાતમાં અંબાજી, બહુચરાજી અને પાવાગઢ એમ ત્રણ શક્તિપીઠમાં અનુક્રમે આરાસુર (અંબાજી) માતાજી, બહુચર માતાજી અને મહાકાળી માતાજી બિરાજે છે. દક્ષ કન્યા મા ભગવતી સતીના હાથ પડ્યા એ સ્થળ શક્તિપીઠ એટલે બહુચરાજી ધામ. ત્રણેય શક્તિપીઠમાં માતાજીની મૂર્તિના બદલે યંત્રની પ્રતિષ્ઠા થઈ. જો કે બહુચરાજી મંદિરમાં સ્ફટિકના સુવર્ણજડિત શ્રી બાલા યંત્રની પૂજા થાય છે. ચતુર્ભુજધારી અને કૂકડા પર સવારી કરતાં બહુચરાજી માતાજી બહુચરાજીમાં શ્રી બાલા ત્રિપુર સુંદરી સ્વરૂપમાં પૂજાય છે.
શ્રી બાલા ત્રિપુર સુંદરી સ્વરૂપમાં પૂજાતાં બહુચરાજી થોડા વખતમાં નવા-મોટા મંદિરમાં બિરાજતાં થશે.
પુરાણો મુજબ હાલના બહુચરાજી પાસેનાં ૪૪ ગામના ચુંવાળ પ્રદેશમાં ત્રાસ વર્તાવતા દંઢાસૂર દાનવનો વધ કરી માતાજીએ વરખડીવાળા વૃક્ષ પાસે વિશ્રાંતિ લીધી હતી. એ એમનું આદ્યસ્થાન બન્યું. માતાજીની પ્રાગટ્યકથા આનંદનો ગરબો, શ્રી બાલા તંત્રચંડિકા ગ્રંથ, વગેરેમાં દર્શાવવામાં આવી છે.
આ મંદિરનો ઈતિહાસ કંઈક આવો છેઃ વિક્રમ સંવત ૧૮૩૭ની એક સાંજે દેરી (હાલના બહુચરાજી મંદિરમાં આવેલા વરખડી વૃક્ષ) પાસે કડી પ્રાંતના સૂબા માનાજીરાવ ગાયકવાડ રોકાયા. એમને પાઠાનું દર્દ હોવાનું જાણીને દેરીના પૂજારીએ માનાજીરાવને માતાજીની બાધા રાખીને દેરી પાસેના તળાવની માટી પાઠા પર લગાવવાની સલાહ આપી. ડૂબતો માણસ તરણું ઝાલે એમ માનાજીએ પાઠા પર માટીનો લેપ લગાડ્યો. ચમત્કાર ગણો તો દર્દ આઠેક દિવસમાં મટી ગયું.
Diese Geschichte stammt aus der February 26, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der February 26, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.