શારીરિક મર્યાદા છતાં જુસ્સાની કોઈ હદ નહીં...
Chitralekha Gujarati|March 18, 2024
આશરે ૪૦ વર્ષ પહેલાં અમદાવાદમાં તબીબોની હડતાળને કારણે કારણે એક યુવતી યોગ્ય સારવારથી વંચિત રહી... અને એનું પરિણામ એ આજેય ભોગવે છે. શરીરે ભાઠાં ન પડે એ માટે અઢી દાયકાથી ઊંધાં સૂઈને જાતજાતનાં કામ કરતાં શર્મિષ્ઠા પટેલે કુદરતની ગણતરી ઊંધી પાડી દેખાડી છે.
મહેશ શાહ (અમદાવાદ)
શારીરિક મર્યાદા છતાં જુસ્સાની કોઈ હદ નહીં...

મયસર નિદાન અને સારવારના અભાવે અનેક દરદીએ પીડા સહેવી પડે કે ખોડ રહી જાય એવાં અનેક પાત્રો આપણી આસપાસ જોવા મળે. અમદાવાદના બાપુનગરમાં રહેતાં પંચાવન વર્ષનાં શર્મિષ્ઠા પટેલની કરુણ કથની તો એવી છે કે અમદાવાદની બબ્બે સરકારી હૉસ્પિટલમાં જુનિયર ડૉક્ટરોની હડતાળના લીધે એમના દુખાવાનું સમયસર નિદાન ના થયું, એને લીધે એમનું અર્ધું અંગ ખોટકાયું...

…અને એના પરિણામે આજે અઢી દાયકાથી એ પથારીવશ છે. પથારીવશ એ પણ એ રીતે કે શર્મિષ્ઠાબહેન સીધાં, સામાન્યતઃ આપણે સૂઈએ એમ સૂઈ પણ શકતાં નથી. હા, એમણે ઊંધાં સૂવું પડે છે! વિશ્વ નારી દિવસની પૂર્વસંધ્યાએ ચિત્રલેખાએ એમની મુલાકાત લીધી ત્યારે નાના રૂમમાં પલંગ પર એ ચત્તાપાટને બદલે ઊંધાં સૂતાં હતાં. બે હાથની કોણી પર માથું ટેકવીને અમને આવકાર્યા. એમનો જુસ્સો જોઈને સલામ કર્યા વગર રહેવાય નહીં.

શર્મિષ્ઠાની આ સ્થિતિ સમજવા આપણે જવું પડશે ૧૯૮૬માં. અમદાવાદ જિલ્લાના સરોડા ગામમાં રહેતી અને કૉલેજમાં પ્રથમ વર્ષમાં ભણતી સત્તર વર્ષની શર્મિષ્ઠાને પડખામાં દુખાવો ઊપડ્યો એટલે માતા સવિતાબહેન એને અમદાવાદની સિવિલ હૉસ્પિટલે લઈ ગયાં. એ વખતે (૧૯૮૬ના ડિસેમ્બરમાં) ત્યાં જુનિયર ડૉક્ટરોની હડતાળ હતી એટલે બીજા દિવસે એને વી.એસ. હૉસ્પિટલમાં લઈ જવામાં આવી. ત્યાં પણ હડતાળ. ત્યાં જો કે એક ડૉક્ટરે ઈન્જેક્શન-દવા આપ્યાં, પણ એનાથી શર્મિષ્ઠાને રાહત બિલકુલ ન થઈ. ઊલટું થયું એવું કે ઘરેથી ચાલીને આવેલી શર્મિષ્ઠાને પૅરાલિસિસ થવાથી વ્હીલચૅરમાં પરત જવું પડ્યું!

એ દિવસો યાદ કરતાં શર્મિષ્ઠાબહેન કહે છે: મને ટ્રાન્સવર્સ માયલેટિસ (Transverse Myelitis) થવાથી કમરથી નીચેનું અંગ નિશ્ચેતન બની ગયું. પગ ઊપડે નહીં તથા સંડાસ-બાથરૂમ થવાની ખબર સુદ્ધાં ના રહે.

Diese Geschichte stammt aus der March 18, 2024-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der March 18, 2024-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS CHITRALEKHA GUJARATIAlle anzeigen
નોમિનીના સરળ બનેલા નિયમ સમજી લેવામાં સાર
Chitralekha Gujarati

નોમિનીના સરળ બનેલા નિયમ સમજી લેવામાં સાર

ઈન્વેસ્ટમેન્ટમાં નોમિનીનું મહત્ત્વ વધ્યું છે, ખાસ કરીને કોવિડ બાદ આનો અહેસાસ અનેક પરિવારોને તેમ જ સરકાર અને નિયમન સંસ્થાઓને થયો છે. આર્થિક વ્યવહારો સરળ બનાવવાના ભાગ રૂપે સેબીએ આ નિયમોને વધુ હળવા અને વ્યવહારુ બનાવવાનો નિર્ણય લીધો છે, જેને સમજવા અનિવાર્ય છે.

time-read
2 Minuten  |
October 28, 2024
બોલો... આ રમતમાં હાર-જીત સ્પર્ધકના જ હાથમાં!
Chitralekha Gujarati

બોલો... આ રમતમાં હાર-જીત સ્પર્ધકના જ હાથમાં!

પંજા-કુસ્તી તરીકે ઓળખાતી બળાબળની સ્પોર્ટની ૧૭ દિવસની પહેલી ‘પ્રો પંજા લીગ' ગયા વર્ષે યોજાઈ ને આ વર્ષે પણ યોજાશે. આ મહિનાની ૧૯થી મુંબઈમાં એશિયન ઈન્ટરનૅશનલ કપ તથા ૨૦મીથી વડોદરાની પાદરે આવેલા પાદરામાં પંજા-કુસ્તી ચૅમ્પિયનશિપ યોજાઈ રહી છે ત્યારે જાણીએ, બાવડાંનાં બળની રમતની જાણી-અજાણી વાત.

time-read
4 Minuten  |
October 28, 2024
સ્ત્રી રાતના સમયે બહાર ન નીકળી શકે?
Chitralekha Gujarati

સ્ત્રી રાતના સમયે બહાર ન નીકળી શકે?

‘ઘરની આબરૂ’ માટે પુરુષો ઘરબહાર પણ સલામત વાતાવરણ નિર્માણ કરે અને પોતાનું વર્તન બદલે એ વધુ જરૂરી છે.

time-read
3 Minuten  |
October 28, 2024
દિવાળીમાં બનાવો સૌને ભાવતાં આ વ્યંજન
Chitralekha Gujarati

દિવાળીમાં બનાવો સૌને ભાવતાં આ વ્યંજન

બધાં પર્વોમાં શિરમોર એવો તહેવાર આવી રહ્યો છે, તમે છો તૈયાર એને સ્વાદિષ્ટ આવકાર આપવા?

time-read
3 Minuten  |
October 28, 2024
એ દિવસોમાં આવી ભૂખ કેમ લાગે છે?
Chitralekha Gujarati

એ દિવસોમાં આવી ભૂખ કેમ લાગે છે?

બાળજન્મ પછી પૂરતું દૂધ ન આવતું હોય તો આ ઉપાય અજમાવી શકાય...

time-read
3 Minuten  |
October 28, 2024
લડત પતિના હત્યારાને સજા અપાવવાની...લડત પતિની નિશાનીને જનમ આપવાની...
Chitralekha Gujarati

લડત પતિના હત્યારાને સજા અપાવવાની...લડત પતિની નિશાનીને જનમ આપવાની...

નજર સામે પતિની હત્યા થતી જોઈ આ મહિલા ઍડ્વોકેટનો ગર્ભપાત થઈ ગયો. એ પછી એની જિંદગીમાં બે જ લક્ષ્ય હતાંઃ ગુનેગારોને જેલ અને પરિવાર આગળ વધારવા એક બાળક! ‘આઈવીએફ’ ટેક્નિકની મદદ મેળવી પતિનાં જાળવી રાખેલાં સ્પર્મથી એમણે એ શક્ય બનાવ્યું.

time-read
4 Minuten  |
October 28, 2024
ભવ્ય ભૂતકાળના વારસાનું કરો જતન
Chitralekha Gujarati

ભવ્ય ભૂતકાળના વારસાનું કરો જતન

મહારાષ્ટ્રના દમદાર દુર્ગ મેઘરાજાએ વિદાય સાથે વેરેલાં સૌંદર્ય સાથે મહારાષ્ટ્રના ભવ્ય કિલ્લાઓની વિરાસત જોવા માટે તૈયાર છો?

time-read
1 min  |
October 28, 2024
ફૂલના ગરબા, બાધા-માનતાના ગરબા, હરખના ગરબા...
Chitralekha Gujarati

ફૂલના ગરબા, બાધા-માનતાના ગરબા, હરખના ગરબા...

નવરાત્રિમાં તો બધે ગરબા રમાય, પરંતુ ઉત્તર ગુજરાતનાં ઘણાં ગામમાં તો છેક કાળી ચૌદશ અને દિવાળી સુધી કે ક્યાંક તો ખાસ એ બે રાત્રે જ ગરબા થાય, એ પણ કાગળ કે પ્લાસ્ટિકનાં ફૂલના, ખાસ્સા વજનદાર ગરબા. એ માથે લઈને ગામની સ્ત્રીઓને ગરબે રમતી જોવી એ પણ એક લહાવો છે.

time-read
4 Minuten  |
October 28, 2024
એક ફોન કૉલ ને માણસ કંગાળ..
Chitralekha Gujarati

એક ફોન કૉલ ને માણસ કંગાળ..

સાઈબર ફ્રૉડની તમામ હદ વટાવી દેતી ડિજિટલ અરેસ્ટ વિક્ટિમથી લઈને કાયદોવ્યવસ્થા, સિસ્ટમને નિર્વસ્ત્ર કરી દેતી આ તે કેવી સાઈબર ઠગાઈ?

time-read
7 Minuten  |
October 28, 2024
પાણી ભલે ઓસરી ગયાં, પૂરની અસર વડોદરાની દિવાળી બગાડશે...
Chitralekha Gujarati

પાણી ભલે ઓસરી ગયાં, પૂરની અસર વડોદરાની દિવાળી બગાડશે...

અતિ ભારે વરસાદ અને ઉપરવાસમાં જમા થયેલું પાણી છોડવામાં થયેલી ક્ષતિએ વડોદરાને ડુબાડ્યું હતું. આટલા દિવસો પછી હજી અત્યારે પણ એનાં પરિણામ દેખાઈ રહ્યાં છે ખાલીખમ બજાર રૂપે.

time-read
4 Minuten  |
October 28, 2024