સંબંધની મીઠાશની વાત...
‘પિન્કી, ફૂલકા રોટલી પર ઘી ચોપડજે, મમ્મી કાયમ ઘીવાળી ફૂલકા જ પીરસતી હતી.’ પરેશે કહ્યું.
પિન્કી કંઈક બોલવા ગઈ, પણ સસરા તરફ જોઈને ચૂપ રહી. સસરા સમજુ હતા. એ તરત બોલ્યાઃ ‘પણ પરેશ, મારાં પત્નીએ તો મારા માટે ક્યારેય ફૂલકા રોટલી બનાવી નહોતી!'
‘શું વાત કરો છો, પપ્પા? મને યાદ છે ને મમ્મી તો...’
એ જ વાત છે!’ પપ્પાએ પરેશને રોક્યોઃ ‘એ તારી મમ્મી હતી અને ઘીવાળી ફૂલકા રોટલી એક માતાએ દીકરા માટે બનાવી હતી. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે માતાના પ્રેમને પત્નીના પ્રેમ સાથે સરખાવીએ છીએ.'
તો પછી...’ પરેશે બચાવ કરવા પ્રયાસ કર્યોઃ ‘તમે મારી મમ્મીની સરખામણી તમારી મમ્મી સાથે કેમ કરતા હતા?’
‘કારણ કે...’ પપ્પા હસીને બોલ્યાઃ ‘મારા પિતા નાનપણમાં જ ગુજરી ગયા હતા. મને કોણ મારી ભૂલ સમજાવે?’
પપ્પા ડાઈનિંગ ટેબલ પરથી ઊઠીને ગયા એટલે પિન્કીએ ઘી ચોપડેલી રોટલી પરેશને પીરસી અને વહાલથી ટકોર પણ કરીઃ ‘ડૉક્ટરે ઘી ખાવાની ના પાડી છે. ધ્યાન રાખજો.'
એ દિવસે પરેશને સમજાયું કે દરેક સંબંધની પોતાની આગવી મીઠાશ હોય છે. એ રાતે એણે પિન્કીની માફી માગી.
* * *
૧૯૬૯માં આવેલી ફિલ્મ ધરતી કહે પુકાર કેમાં મુકેશ અને લતા મંગેશકરના અવાજમાં એક ગીત લોકપ્રિય થયું હતું:
જે હમ તુમ ચોરી સે,
બંધે એક ડોરી સે
જઈયો કહાં યે હુજૂર!
સંબંધની આ મૂળભૂત વ્યાખ્યા છેઃ એક દોરીથી બંધાયેલી બે વ્યક્તિ. સંબંધ શબ્દની વ્યુત્પત્તિ પણ એ જ છેઃ સમ+બંધ, સમાન રૂપે બંધાયેલા. બાંધવાનું કામ દોરીથી જ થાય છે. આ બંધન સામાજિક, માનસિક અથવા ભાવનાત્મક હોય છે એટલે એના બીજા શબ્દો પણ છેઃ લગાવ, સંપર્ક, સંસર્ગ, મેળ, નાતો, સંયોગ, સગપણ અથવા સગાઈ.
Diese Geschichte stammt aus der April 01, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der April 01, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
નોમિનીના સરળ બનેલા નિયમ સમજી લેવામાં સાર
ઈન્વેસ્ટમેન્ટમાં નોમિનીનું મહત્ત્વ વધ્યું છે, ખાસ કરીને કોવિડ બાદ આનો અહેસાસ અનેક પરિવારોને તેમ જ સરકાર અને નિયમન સંસ્થાઓને થયો છે. આર્થિક વ્યવહારો સરળ બનાવવાના ભાગ રૂપે સેબીએ આ નિયમોને વધુ હળવા અને વ્યવહારુ બનાવવાનો નિર્ણય લીધો છે, જેને સમજવા અનિવાર્ય છે.
બોલો... આ રમતમાં હાર-જીત સ્પર્ધકના જ હાથમાં!
પંજા-કુસ્તી તરીકે ઓળખાતી બળાબળની સ્પોર્ટની ૧૭ દિવસની પહેલી ‘પ્રો પંજા લીગ' ગયા વર્ષે યોજાઈ ને આ વર્ષે પણ યોજાશે. આ મહિનાની ૧૯થી મુંબઈમાં એશિયન ઈન્ટરનૅશનલ કપ તથા ૨૦મીથી વડોદરાની પાદરે આવેલા પાદરામાં પંજા-કુસ્તી ચૅમ્પિયનશિપ યોજાઈ રહી છે ત્યારે જાણીએ, બાવડાંનાં બળની રમતની જાણી-અજાણી વાત.
સ્ત્રી રાતના સમયે બહાર ન નીકળી શકે?
‘ઘરની આબરૂ’ માટે પુરુષો ઘરબહાર પણ સલામત વાતાવરણ નિર્માણ કરે અને પોતાનું વર્તન બદલે એ વધુ જરૂરી છે.
દિવાળીમાં બનાવો સૌને ભાવતાં આ વ્યંજન
બધાં પર્વોમાં શિરમોર એવો તહેવાર આવી રહ્યો છે, તમે છો તૈયાર એને સ્વાદિષ્ટ આવકાર આપવા?
એ દિવસોમાં આવી ભૂખ કેમ લાગે છે?
બાળજન્મ પછી પૂરતું દૂધ ન આવતું હોય તો આ ઉપાય અજમાવી શકાય...
લડત પતિના હત્યારાને સજા અપાવવાની...લડત પતિની નિશાનીને જનમ આપવાની...
નજર સામે પતિની હત્યા થતી જોઈ આ મહિલા ઍડ્વોકેટનો ગર્ભપાત થઈ ગયો. એ પછી એની જિંદગીમાં બે જ લક્ષ્ય હતાંઃ ગુનેગારોને જેલ અને પરિવાર આગળ વધારવા એક બાળક! ‘આઈવીએફ’ ટેક્નિકની મદદ મેળવી પતિનાં જાળવી રાખેલાં સ્પર્મથી એમણે એ શક્ય બનાવ્યું.
ભવ્ય ભૂતકાળના વારસાનું કરો જતન
મહારાષ્ટ્રના દમદાર દુર્ગ મેઘરાજાએ વિદાય સાથે વેરેલાં સૌંદર્ય સાથે મહારાષ્ટ્રના ભવ્ય કિલ્લાઓની વિરાસત જોવા માટે તૈયાર છો?
ફૂલના ગરબા, બાધા-માનતાના ગરબા, હરખના ગરબા...
નવરાત્રિમાં તો બધે ગરબા રમાય, પરંતુ ઉત્તર ગુજરાતનાં ઘણાં ગામમાં તો છેક કાળી ચૌદશ અને દિવાળી સુધી કે ક્યાંક તો ખાસ એ બે રાત્રે જ ગરબા થાય, એ પણ કાગળ કે પ્લાસ્ટિકનાં ફૂલના, ખાસ્સા વજનદાર ગરબા. એ માથે લઈને ગામની સ્ત્રીઓને ગરબે રમતી જોવી એ પણ એક લહાવો છે.
એક ફોન કૉલ ને માણસ કંગાળ..
સાઈબર ફ્રૉડની તમામ હદ વટાવી દેતી ડિજિટલ અરેસ્ટ વિક્ટિમથી લઈને કાયદોવ્યવસ્થા, સિસ્ટમને નિર્વસ્ત્ર કરી દેતી આ તે કેવી સાઈબર ઠગાઈ?
પાણી ભલે ઓસરી ગયાં, પૂરની અસર વડોદરાની દિવાળી બગાડશે...
અતિ ભારે વરસાદ અને ઉપરવાસમાં જમા થયેલું પાણી છોડવામાં થયેલી ક્ષતિએ વડોદરાને ડુબાડ્યું હતું. આટલા દિવસો પછી હજી અત્યારે પણ એનાં પરિણામ દેખાઈ રહ્યાં છે ખાલીખમ બજાર રૂપે.