૩૬ વર્ષની નોકરી દરમિયાન એકેય રજા નહીં અને નિશ્ચિત વયમર્યાદાથી ૨૦૦૪માં નિવૃત્ત થયા બાદ પણ છેલ્લાં ૨૦ વર્ષથી નિયમિતપણે એ જ સ્થળે અવેતન-માનદ સેવા આપવાનું કામ કોઈ કરે એ વાત ગળે ઊતરે ખરી?
હા, આવી એક કર્મઠ વ્યક્તિ આપણી વચ્ચે છે અને એ છે ભાવનગરના મધુભાઈ શાહ.
આ નિવૃત્ત બૅન્ક કર્મચારીની વાતો અચરજભરી લાગે, પરંતુ એ જ એમની નિષ્ઠાની પૂંજી છે. ૩૬ વર્ષની બૅન્કની નોકરી દરમિયાન એમણે એક પણ રજા ભોગવી નથી. ન તો મેડિકલ બિલ લીધું છે કે ન કોઈ પ્રકારની લોન લીધી છે. નોકરી દરમિયાન નિશ્ચિત સમયે ફરજ પર હાજર અને સમય પૂર્ણ થયા બાદ જ બૅન્ક સંકુલ છોડવાનો ક્રમ જાળવ્યો અને ઓવરટાઈમ કરવા છતાં પણ એનું વળતર સુદ્ધાં ક્યારેય લીધું નથી. આ રીતે ૨૦૦૪માં નિવૃત્ત થયા બાદ છેલ્લાં ૨૦ વર્ષથી મધુભાઈ હજી પણ બૅન્કમાં સ્વેચ્છાએ જાય છે અને બૅન્ક એમને આવકારે છે. સ્ટેટ બૅન્કના એનઆરઆઈ ખાતેદારો સાથે એમણે કેળવેલા સંબંધ અને એમની આ સેવા પરની હથોટીનો લાભ એ આપે છે માત્ર સેવાભાવથી, અવેતન અને પોતાની સાઈકલ પર જઈને.
મધુભાઈ શાહ આ ઉંમરે પણ અખાડાના સમર કૅમ્પના આયોજનમાં સક્રિય ભાગ લે છે.
Diese Geschichte stammt aus der May 13, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der May 13, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.