ગઢ સચવાશે કે પડશે ગાબડું?
Chitralekha Gujarati|May 20, 2024
કોંગ્રેસનો કિલ્લો ગણાતા રાયબરેલીમાં રાહુલ ગાંધી જીતશે કે પછી ભાજપના સ્થાનિક ઉમેદવાર દિનેશસિંહ જાયન્ટ કિલર બનશે એ પ્રશ્ન દેશઆખામાં સૌના મોઢે છે. આઝાદ ભારતની પ્રથમ ચૂંટણીથી કોંગ્રેસે બે અપવાદ બાદ કરતાં અહીં ભવ્ય વિજય મેળવ્યા છે. ખાસ કરીને ગાંધીપરિવારે. આવા સંજોગોમાં રાયબરેલીને કોંગ્રેસે શું આપ્યું, શું ન આપ્યું જેવા સવાલોના જવાબ રાયબરેલીના સ્થાનિકો પાસેથી જ મેળવવા પડે.
સમીર પાલેજા (મુંબઈ)
ગઢ સચવાશે કે પડશે ગાબડું?

હીં ઘણા મતદારો પોતાની જ્ઞાતિના ઉમેદવારને જ વોટ આપે છે, એમને મન પક્ષનું મહત્ત્વ નથી. કેટલાક મતદારો વળી સમાજવાદી પાર્ટી અથવા તો બહુજન સમાજ પાર્ટીને જ મત આપે છે. એમને મન ઉમેદવારનું મહત્ત્વ નથી. અમુક મતદારો એવા પણ છે, જે વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની પડખે રહે છે, પણ લોકસભામાં મોદી માટે જ વોટ આપે છે.

ટૂંકમાં, રાહુલ ગાંધી જ્યાંથી ચૂંટણી લડી રહ્યા છે એ ઉત્તર પ્રદેશના રાયબરેલી મતક્ષેત્રનું ચૂંટણીગણિત બહુ અટપટું છે અને અહીંનું રાજકારણ એકદમ વિલક્ષણ છે. ૧૯૫૨ અને ૧૯૫૭માં અહીંથી ફિરોઝ ગાંધી જીત્યા હતા. ત્યારથી ૨૦૨૪ સુધી બે અપવાદને બાદ કરતાં અહીં કોંગ્રેસે જ જીત મેળવી હતી. ઈન્દિરા ગાંધી બે વાર, સોનિયા ગાંધી ચાર વાર, આર.પી. સિંહ, બૈજનાથ કુરિલ, અરુણ નેહરુ, શીલા કૌલ અને કૅપ્ટન સતીશ શર્મા એક-એક વાર સાંસદ રહી ચૂક્યાં છે. ૧૯૭૭માં જનતા પાર્ટીના રાજ નારાયણે અહીં ઈન્દિરાને હરાવ્યાં હતાં. ૧૯૯૬માં પણ આ સીટ ભાજપના અશોકસિંહે જીતી હતી.

૨૦૨૪માં ભાજપે રાહુલ ગાંધી સામે દિનેશસિંહને મેદાનમાં ઉતાર્યા છે, જેમની કરિયરની શરૂઆત સમાજવાદી પાર્ટીથી થઈ હતી. ત્યાર બાદ એ બહુજન સમાજ પક્ષ અને કોંગ્રેસમાં પણ આંટો મારી આવ્યા હતા. ૨૦૧૮થી એ ભાજપમાં છે અને રાજ્ય વિધાન પરિષદના સભ્ય તથા યોગીજીના પ્રધાનમંડળમાં રાજ્યકક્ષાના મંત્રી પણ છે.

રાયબરેલી સંસદીય ક્ષેત્રમાં રાજ્ય વિધાનસભાની પાંચ બેઠક આવે છે. એમાં અદિતિસિંહ (ભૂતપૂર્વ કોંગ્રેસી) તથા મનોજ પાંડે (ભૂતપૂર્વ સમાજવાદી) આ વખતે ભાજપ તરફથી બૅટિંગ કરી રહ્યા છે. અન્ય એક સમાજવાદી ધારાસભ્ય પણ ભાજપને મદદ કરવાના છે. તો બીજા બે ધારાસભ્યોથી કોંગ્રેસને બહુ લાભ નથી. ૨૦૧૯માં સોનિયા ગાંધીએ અહીં દિનેશસિંહને ૧.૬૭ લાખ મતથી હરાવ્યા હતા એટલે આ વખતે ભાજપ રાહુલ ગાંધીને પરાજય આપવા પૂરી તાકાત લગાવી રહ્યો છે.

રાયબરેલી વિશે ટીવી પરની ચૂંટણીચર્ચા જુઓ તો ફક્ત મતોના ગણિતની વાત થાય છે, પણ આ વીઆઈપી મતક્ષેત્રના ભાવિ વિકાસનો મુદ્દો કોઈ ઉપાડતું નથી. ઐતિહાસિક, ભૌગોલિક, સામાજિક વારસો સમૃદ્ધ હોવા છતાં વિકાસની દોડમાં રાયબરેલી દુર્ભાગ્યે પાછળ છે. તેમ છતાં મતદારો કોંગ્રેસને કેમ સમર્થન આપે છે એનું કારણ જણાવતાં સ્થાનિક આગેવાન સર્વેશ પ્રતાપસિંહ ચિત્રલેખાને કહે છેઃ

Diese Geschichte stammt aus der May 20, 2024-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der May 20, 2024-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS CHITRALEKHA GUJARATIAlle anzeigen
ભાંગી મારી જન્મોજનમની ખામી
Chitralekha Gujarati

ભાંગી મારી જન્મોજનમની ખામી

ખૂબી વધારે છે કે ખામી એ ગણતરી ક્યાં કરી? જેવો હતો એવો મેં એને દિલથી અપનાવ્યો હતો.

time-read
2 Minuten  |
February 17, 2025
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

કઈ તરફનો ઝુકાવ રાખવો એ જે-તે માણસના હાથની વાત છે.

time-read
1 min  |
February 17, 2025
સફળતાની ઠોકર વાગે ત્યારે!
Chitralekha Gujarati

સફળતાની ઠોકર વાગે ત્યારે!

તમે પહેલી વાર કાર ચલાવી હશે ત્યારે તમને યાદ હશે કે તમે અત્યંત સાવચેતીપૂર્વક ડ્રાઈવિંગ કર્યું હશે, પરંતુ જેમ જેમ કારની ગતિ વધી હશે એમ તમારો આત્મવિશ્વાસ પણ વધ્યો હશે. એ જ ગતિ અતિ આત્મવિશ્વાસ તરફ લઈ જાય છે. અકસ્માતની સંભાવના એ જ વખતે સૌથી વધુ હોય છે જ્યારે અતિ આત્મવિશ્વાસ હોય.

time-read
5 Minuten  |
February 10, 2025
આ દવાનો ડોઝ ટ્રમ્પ ભારતને પણ આપશે?
Chitralekha Gujarati

આ દવાનો ડોઝ ટ્રમ્પ ભારતને પણ આપશે?

મધ્ય તથા દક્ષિણ અમેરિકાના ગેરકાયદે વસાહતીઓને દેશ બહાર કાઢી મૂકવાની શરૂઆત કરી ટ્રમ્પે આવનારા દિવસોમાં એમના એજન્ડાના અમલ વિશે બધાને વિચારતાં કરી દીધા છે.

time-read
4 Minuten  |
February 10, 2025
સિમ્પ્લિફાય! ઍપ્લિકાય!
Chitralekha Gujarati

સિમ્પ્લિફાય! ઍપ્લિકાય!

અલ્બર્ટ આઈનસ્ટાઈન હંમેશાં એક જ રંગનાં, એક જ પ્રકારનાં કપડાં પહેરતો.તેનો પ્રશ્ન, ‘વ્હાય મેક ઈટ કૉમ્પ્લિકેટેડ?'

time-read
5 Minuten  |
February 10, 2025
રોબોટ વડે થતી ઘૂંટણની શસ્ત્રક્રિયા વિશે તમારે જાણવા જેવું
Chitralekha Gujarati

રોબોટ વડે થતી ઘૂંટણની શસ્ત્રક્રિયા વિશે તમારે જાણવા જેવું

રોબોટિક પદ્ધતિ વડે કરાયેલા ઑપરેશનમાં દર્દીની રિકવરી સમયમાં ફરક પડેછે?

time-read
2 Minuten  |
February 10, 2025
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

સમજદાર લોકો આથી મૌન ધારણ કરે છે. હોશિયાર વ્યક્તિ સચોટ શબ્દમાં બોલે છે, જ્યારે મૂર્ખાઓ દલીલબાજીમાં ઊતરી પડે છે.

time-read
1 min  |
February 10, 2025
સરનામું પણ આગવી ઓળખ છે!
Chitralekha Gujarati

સરનામું પણ આગવી ઓળખ છે!

અહીં હરએક ચહેરો ઊડતી અફવા છે અહીં હરકોઈ જીવે છે સરનામાંમાં

time-read
2 Minuten  |
February 10, 2025
લેટ્સ બ્રેક બેરિયર્સ...રોક ધ વર્લ્ડ!
Chitralekha Gujarati

લેટ્સ બ્રેક બેરિયર્સ...રોક ધ વર્લ્ડ!

ચાલો, પોતાને સમય આપીએ, પોતાની પર અને જીવન પર પ્રેમ કરીએ,કારણ કે આપણે ખુશ તો આખું ઘર ખુશ. સો લેટ્સ ગો! ટ્રાવેલ! એક્સપ્લોર! સેલિબેટ લાઈફ! સેલિબેટ વુમનહૂડ!

time-read
5 Minuten  |
February 03, 2025
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

ક્યારેક એ સફળતા અને નિષ્ફળતા તેમ જ જીવન અને મૃત્યુ વચ્ચેનું નિમિત્ત પણ બની શકે છે.

time-read
1 min  |
February 03, 2025