થોડા સમય પહેલાંની વાત, ભારતથી સેંકડો કિલોમીટર આવેલા હોંગકોંગમાં દિવાળીના તહેવારને લગતો એક પરિસંવાદ યોજાયો, જેમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રકાશના પર્વના મહત્ત્વથી લઈને ઘરની સફાઈ તથા આંગણામાં રંગોળી કરવી અને ચેવડો, ચોળાફળી, તીખા ગાંઠિયા, ઘૂઘરા, વગેરે બનાવવાની સમજ આપવામાં આવી. સાથે દિવાળીના નાસ્તા-મીઠાઈનો ટેસ્ટ કરાવવામાં આવ્યો. આ બધું જોઈને ચાઈનીસ પ્રભુત્વવાળા દેશના કિશોરો-યુવાનો હરખાઈ ઊઠ્યા.
ભાષાની મુશ્કેલી છતાં આવા નોખા-અનોખા સેમિનારની પરિકલ્પના કરનારી સૌરાષ્ટ્રની ગુજરાતણનું નામઃ પૂર્વી બુટોલા. મૂળ વિજ્ઞાનના વિષય સાથે સ્નાતક થયેલી પૂર્વી માટે સમય-સંજોગ એવા સર્જાયા કે નૃત્ય-સંગીતના શોખને આગળ ધપાવવા વિદેશની ધરતી પર એને વ્યવસાયનું સ્વરૂપ આપ્યું.
પૂર્વીનો જન્મ રાજકોટમાં. પિતા ડી.એમ. ઠક્કર પ્રતિષ્ઠિત ઈન્ડિયન ઑઈલ કંપની (આઈઓસી)માં મહત્ત્વના પદ પર બિરાજે. પિતાની બદલી થતાં પૂર્વી પરિવાર સાથે જામનગર નજીક આવેલા વાડીનારની આઈઓસી કૉલોનીમાં રહેવા આવ્યાં. અહીં પ્રાથમિક શિક્ષણ બાદ જામનગરની ડી.કે.વી. કૉલેજમાં સાયન્સ ગ્રેજ્યુએટ થયાં. પરિવારની ઈચ્છા હતી કે દીકરી મેડિકલ કે એન્જિનિયરિંગ ક્ષેત્રે જાય, પરંતુ એને તો ગરબા-નૃત્ય અને શાસ્ત્રીય સંગીતમાં રસ. શાળામાં અભ્યાસની સાથે સાથે સ્ટેજ પ્રોગ્રામમાં ભાગ લેતાં. વળી, ફૅશન ડિઝાઈનિંગનો કોર્સ પણ કર્યો.
Diese Geschichte stammt aus der May 27, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der May 27, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.
માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!
નવજાત શિશુનો પહેલો આહાર એટલે એની જનેતાનું દૂધ. એ દૂધ જે બાળક માટે અનેક વ્યાધિ સામેનું ટૉનિક પણ છે. જો કે હવે એવો દાવો કરી શકાય એમ નથી. હવા અને પાણીમાં ઠલવાતાં વિષારી તત્ત્વો તથા કેમિકલ્સ કોઈ ને કોઈ રીતે આપણા શરીરમાં પહોંચે છે. એ પ્રમાણ એટલું વધી ગયું છે કે એનાથી તો હવે માતાનું દૂધ સુદ્ધાં અભડાઈ ગયું છે.
સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું
સામાજિક નિસબત સાથે લલિત સાહિત્યનું સંતુલન જાળવી સાતત્યથી સર્જન કરતાં હિમાંશી શેલતને પ્રતિષ્ઠિત ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર' જાહેર થયો છે ત્યારે આ...