પાકિસ્તાનના કરાચીમાં કેન્ટોન્મેન્ટ રેલવેસ્ટેશન વિસ્તારમાં સાંજે બરાબર સાંજે ભરાભરા છના ટકોરે પાંઉ-ભાજી, વડા-પાંઉ, દાલ-સમોસાં અને અન્ય ભારતીય ભોજનનો સ્ટૉલ લાગે એટલે સ્વાદરસિયા એની લિજ્જત માણવા ઊમટી પડે છે.
કરાચીવાસીઓને ઈન્ડિયન સ્ટ્રીટ ફૂડનું ઘેલું લગાડનારી યુવતીનું નામઃ કવિતા મોહનભાઈ સોલંકી. નામ વાંચીને વિચાર આવે કે આ યુવતી ગુજરાતી છે કે શું?
તો એનો જવાબ છે, હા, કવિતા ગુજરાતી જ છે.
કવિતા અને એનો પરિવાર કરાચીમાં કવિતા દીદી એક્સપ્રેસ કાર્ટ નામનો ફૂડ સ્ટૉલ ચલાવે છે, જે કવિતા દીદી કા ઈન્ડિયન ખાના નામથી વધારે લોકપ્રિય છે. કરામત ખાન નામના લોકલ ફૂડ બ્લોગરે સોશિયલ મિડિયા પર કવિતાની રસોઇનાં વખાણ કરતો એક વિડિયો મૂક્યો, જેમાં એણે કહ્યું કે કરાચીમાં ફૂડલવર્સ હિંદુ પારિવારિક ભોજનનો આનંદ માણે છે.
કવિતાનાં મૂળિયાં હિંદુસ્તાનમાં ભારતપાકિસ્તાનના ભાગલા થયા એ વખતે કવિતાના પૂર્વજ રોજગાર અર્થે મોરબીથી કરાચી જઈને વસ્યા. કવિતાના દાદા ભત્તુ સોલંકીએ પત્ની શાંતિ સાથે પરિવારને સૅટલ કરવા ઘણો સંઘર્ષ કર્યો. કવિતાનાં પિતા મોહનભાઈ અને માતા લલિતાબાઈ પણ ખૂબ મહેનતુ. પિતા કરાચીમાં ડ્રાઈવર તરીકે કામ કરે અને માતા બાળકોને ઉચ્ચ શિક્ષણ મળે એવા સતત પ્રયત્ન કરે. એમનાં ત્રણ સંતાન પૈકી કવિતા સૌથી નાની.
કરાચીની યુનિવર્સિટીમાંથી કૉમર્સના વિષય સાથે ગ્રેજ્યુએટ થયા બાદ કવિતાને સારી નોકરી મળી ગઈ. બધું સરસ ચાલી રહ્યું હતું... પણ તો પછી આ ફૂડ સ્ટૉલ?
કરાચીથી ટેલિફોનિક વાતચીતમાં પ્રિયદર્શિનીનું કુતૂહલ શમાવતાં કવિતા કહે છે: “જૉબમાં હું ખૂબ ખુશ હતી, પણ મારાં દાદીનું સપનું પૂર્ણ કરવા આઠ મહિના પહેલાં જ મેં ફડ સ્ટૉલ શરૂ કર્યો. હવે લાગે છે કે આ માત્ર મારાં દાદીનું જ નહીં, પણ કરાચીની સેંકડો મહિલાઓનું સપનું હતું...’
Diese Geschichte stammt aus der June 17, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der June 17, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.
માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!
નવજાત શિશુનો પહેલો આહાર એટલે એની જનેતાનું દૂધ. એ દૂધ જે બાળક માટે અનેક વ્યાધિ સામેનું ટૉનિક પણ છે. જો કે હવે એવો દાવો કરી શકાય એમ નથી. હવા અને પાણીમાં ઠલવાતાં વિષારી તત્ત્વો તથા કેમિકલ્સ કોઈ ને કોઈ રીતે આપણા શરીરમાં પહોંચે છે. એ પ્રમાણ એટલું વધી ગયું છે કે એનાથી તો હવે માતાનું દૂધ સુદ્ધાં અભડાઈ ગયું છે.
સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું
સામાજિક નિસબત સાથે લલિત સાહિત્યનું સંતુલન જાળવી સાતત્યથી સર્જન કરતાં હિમાંશી શેલતને પ્રતિષ્ઠિત ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર' જાહેર થયો છે ત્યારે આ...