SBID ઈન્ટરનૅશનલ ડિઝાઈન એવૉર્ડ, ગ્લોબલ આર્કિટેક્ચર ડિઝાઈન પ્લેટિનમ એવૉર્ડ, CII ડિઝાઈન એક્સલન્સ એવૉર્ડ, લંડન ડિઝાઈન પ્લેટિનમ એવૉર્ડ સહિત વિશ્વના આઠ પ્રતિષ્ઠિત એવૉર્ડ મળ્યા છે ભૂજમાં બાવીસેક મહિના પહેલાં બનેલાં સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલયને.
- અને હમણાં આ યશકલગીમાં ઉમેરો થયો વિશ્વપ્રસિદ્ધ પ્રિક્સ વર્સેલ્સ વર્લ્ડ સિલેક્શન ફૉર મ્યુઝિયમ ૨૦૨૪થી અર્થાત્ વિશ્વનાં સાત સુંદર મ્યુઝિયમમાં સ્મૃતિવનનું નોમિનેશન થયું. આ પ્રતિષ્ઠાના પાયામાં છે પીડાનું સ્મરણ અને પરંપરાની જાળવણી. એ ઘટના એટલે વર્ષ ૨૦૦૧ની ૨૬ જાન્યુઆરીએ કચ્છને ધ્રુજાવી નાખનારો ભયાનક ભૂકંપ. એમાં હજારો લોકો મૃત્યુ પામ્યા. એ મૃતકોની ચિરંજીવ સ્મૃતિ માટે ગુજરાત સરકારે સંવેદના દાખવવા બનાવ્યું સ્મૃતિવન.
ભૂજમાં ૪૭૦ એકર વિસ્તારનો ભૂજિયા ડુંગર સ્મૃતિવનની પ્રોજેક્ટ ભૂમિ છે. ત્યાં પ્રથમ તબક્કામાં અંદાજે ૧૭૦ એકરમાં સ્મારક ઉપરાંત પાંચ લાખ વૃક્ષોનું મિયાવાકી પદ્ધતિનું દેશનું સૌથી મોટું જંગલ, ૫૦ ચેકડેમ, સન પૉઈન્ટ, આઠ કિલોમીટર લાંબો પાથ-વે, એક મેગા વોટનો સોલાર પાવર પ્લાન્ટ, વગેરે બન્યા. ચેકડેમની દીવાલો પર શ્રદ્ધાંજલિ રૂપે ૧૨,૯૩૨ ભૂકંપપીડિતોનાં નામની તકતી પણ મૂકવામાં આવી છે તથા પ્રાચીન કિલ્લાનું નવીનીકરણ થયું.
૧૧,પ૦૦ ચોરસમીટર વિસ્તારમાં દેશનું પ્રથમ અને ભૂકંપ થીમનું આ એકમાત્ર મ્યુઝિયમ કચ્છના ખાવડા સ્ટોનમાંથી બનાવવામાં આવ્યું છે. એના વિશિષ્ટ થિયેટરના વિશાળ સ્ટિમ્યુલેટરમાં કંપન, ધ્વનિ અને પ્રકાશનાં સંયોજનથી ભયાનક ભૂકંપની ભયાવહ પળનો મુલાકાતી અનુભવ કરી શકે છે. આ માટે ૩૬૦ ડિગ્રી ઈન્ટરેક્ટિવ પ્રોજેક્શન સાથે ૫૦ ઑડિયો-વિઝ્યુઅલ મોડેલ, હોલોગ્રામ, વર્ચ્યુઅલ રિયાલિટીનો ઉપયોગ થયો છે.
Diese Geschichte stammt aus der July 08, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der July 08, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.
માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!
નવજાત શિશુનો પહેલો આહાર એટલે એની જનેતાનું દૂધ. એ દૂધ જે બાળક માટે અનેક વ્યાધિ સામેનું ટૉનિક પણ છે. જો કે હવે એવો દાવો કરી શકાય એમ નથી. હવા અને પાણીમાં ઠલવાતાં વિષારી તત્ત્વો તથા કેમિકલ્સ કોઈ ને કોઈ રીતે આપણા શરીરમાં પહોંચે છે. એ પ્રમાણ એટલું વધી ગયું છે કે એનાથી તો હવે માતાનું દૂધ સુદ્ધાં અભડાઈ ગયું છે.
સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું
સામાજિક નિસબત સાથે લલિત સાહિત્યનું સંતુલન જાળવી સાતત્યથી સર્જન કરતાં હિમાંશી શેલતને પ્રતિષ્ઠિત ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર' જાહેર થયો છે ત્યારે આ...
આવજો, ભોલાભાઈ ગોલીબાર...
ભોલાભાઈ ગોલીબારઃ સામયિકમાં જાહેરાત સમૂળગી બંધ કરવાનું જોખમ લીધું.
લોકશાહીને ધર્મ માનતા હો તો એના નિયમ પાળો...
સંસદનું વધુ એક સત્ર ઝાઝાં કામકાજ વગર પૂરું થઈ ગયું. ગૌણ મુદ્દે લડાઈ-ઝઘડા વહોરીને, એમાં સમય વેડફીને સાંસદો મહત્ત્વના પ્રશ્નો વિશે ચર્ચા કરવાનું ટાળે છે. એટલું જ નહીં, પ્રજાના પ્રતિનિધિ તરીકે સંસદભવનમાં એમના અવાજને વાચા આપવાની ફરજ પણ ચૂકી જાય છે. આમાં પછી જન સામાન્યને રાજકારણીઓ પર ભરોસો કેમ બેસે?
જસ્ટ, એક મિનિટ...
ધીરજ અને આશાવાદીપણાનો અભિગમ આવા ઉત્સાહભંગની હાલતમાંથી ઉગારી શકે છે.
સંતાન હોવાં જોઈએ કે નહીં?
દિવસો એને ઘણાય અમૂલા દીધા અમે એનાથી દૂર એક ઘડી ના રહ્યા અમે સંતાન ના હોવાની પીડા એટલી ગમી સંતાનની જ જેમ ઉછેરી પીડા અમે.
જલસાઘર
ભારતીય સંગીતનાં બે અણમોલ રતન ખોવાયાં...
કોઈ પુરુષ નવાણીયો ન કુટાઈ જાય એ પણ જુઓ...
ઘરેલુ હિંસાના ઘણાખરા કેસમાં સ્ત્રી જ વિક્ટિમ હોય છે, પણ ક્યારેક આવું બને તો?
બ્રેસ્ટ કેન્સરઃ જાણકાર બનો... સતર્ક રહો!
મેનોપોઝને એક કુદરતી પ્રક્રિયા તરીકે સ્વીકારો, નહીં તો નાહકનાં દુઃખી થશો.