મોનસૂન-પકોડાંની જુગલબંધી તુલસી ઈસ સંસાર મેં...ભાતભાતનાં ભજિયાં
Chitralekha Gujarati|July 22, 2024
દેશભરમાં ચોમાસું ધીરે ધીરે જામી રહ્યું છે ત્યારે કંદ-કાંદા-બટેટા-મરચાં, વગેરે વગેરેનાં ભજિયાં છત્રી-રેઈનકોટ જેટલાં જ અનિવાર્ય બની રહ્યાં છે. શું કારણ છે વરસતા વરસાદમાં ભજિયાં ખાવાની અદમ્ય ઈચ્છા થવાનું? ગુજરાત, મુંબઈથી લઈને દેશના વિવિધ પ્રાંતમાં મળતાં વિધવિધ ભજિયાં વિશે તમે શું ને કેટલું જાણો છો? બારીની બહાર વરસી રહેલો વરસાદ તથા મનપસંદ વરાઈટીનાં ભજિયાં માણતાં માણતાં કરીએ તૃપ્તિ આ જિજ્ઞાસાની.
કેતન મિસ્ત્રી (મુંબઈ) । હેતલ રાવ (અમદાવાદ) । દેવેન્દ્ર જાની (રાજકોટ)
મોનસૂન-પકોડાંની જુગલબંધી તુલસી ઈસ સંસાર મેં...ભાતભાતનાં ભજિયાં

આપણે ત્યાં જાતજાતના ને ભાતભાતના વિષયો પર કવિતા-ગીત-ગઝલો મળે છે, પણ ખાણી-પીણી પર કેમ નથી? અનિલ જોશીના અમર વર્ષાગીતની નાયિકા કહે છે કેઃ “પહેલા વરસાદનો છાંટો મુને વાગિયો હું પાટો બંધાવા હાલી રે…', પણ મસ્તમજાના વરસાદમાં ભજિયાંની લારીએ જતી નાયિકાની મનઃસ્થિતિ વિશે કેમ ગીત-કવિતા નથી?

ઝરમર વરસતા વરસાદમાં ગૅસ પાસે ઊભીને કડાઈમાંથી સ્વાદિષ્ટ ભજિયાંનો ઘાણવો કાઢતી ગૃહિણીના કમનીય કાંડાનું, એના કપાળ પર બાઝેલા પ્રસ્વેદના બિંદુનું વર્ણન કરતી રચના છે? હા, જ્યોતીન્દ્ર દવેએ બટાકા છોલતી પ્રિયાને કાવ્ય રચ્યું છે, તો અવિનાશ વ્યાસે અમે મુંબઈના રહેવાસી' ગીતમાં ભજિયાંનો ઉલ્લેખ કંઈ આ રીતે કર્યો છેઃ

રામા, આજે રવિવાર છે, નાટક જોવા જાશું, રાંધી નાખજે પૂરી-બટાટાં મોડાં આવી ખાશું

કાલનાં ભજિયાં તળજે વાસી, અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી.’

બ્લૅક ઍન્ડ વ્હાઈટ કાળની ફિલ્મ ‘કુંદન’નું ગીત છેઃ ‘આઓ હમારે હોટેલ મેં ઔર ચાય પીઓ જી ગરમ ગરમ બિફ્રૂટ ખાલો નરમ નરમ...' બિસ્કૂટ? ગરમ ગરમ ચાય સાથે વ્હાય નોટ ભજિયાં?

કાંદા, બટેટાં, ટમેટાં, કંદ ને વળી કુંભણિયા-ખળખળિયાં ને દાબડા... બ્રેડ પકોડાં હોય કે મીરચી વડાં... મૂળ કુળ ગમે તે હોય, અંતે તો ભજિયાં એટલે ભજિયાં. એની તોલે કંઈ ન આવે.

અને લીલી મકાઈનાં ભજિયાં, ભરેલાં મરચાંનાં ભજિયાં, મુંબઈનાં ભજિયાં-પાંઉ, કાંદાભજી, દિલ્હીનાં રામ લટ્ટુ, મિથિલા નગરીની આસપાસના વિસ્તારમાં મળતાં મિક્સ વેજિટેબલનાં બચકાં અથવા તારુઆ કે જયપુરનાં મીરચી વડાં, વગેરે વગેરે. ભજિયાંનું આપણી પાસે કલેક્શન છે એવું દુનિયામાં કોઈની પાસે નહીં હોય, બલકે જીભના જલસા આપણે ત્યાં છે એવા ક્યાંય નહીં હોય.

આ લખાય છે ત્યારે (આઠ જુલાઈએ) મુંબઈમાં મસ્તમજાનો વરસાદી માહોલ જામ્યો છે. મુંબઈગરાની તાસીર એવી છે કે ધોધમાર વરસતા વરસાદમાં બસ-ટ્રેન બંધ થઈ જશે તો ઘેર કેમ જઈશું એની ચિંતા કર્યા વગર એ ભજિયાં કે વડા–પાંઉની ફેમસ લારી પાસે ઊભો રહીને એક્સ્ટ્રા ચટણી કે એક્સ્ટ્રા મરચાં આપવાની આજીજી કરતો નજરે ચડશે.

ચોમાસામાં સૌથી પ્રિય ભજિયાં એટલે કાંદાનાં, તો ગુજરાતની બીજી સ્પેશિયાલિટી છે કારેલાંનાં ભજિયાં, કુંભણિયા તથા ખળખળિયાં.

Diese Geschichte stammt aus der July 22, 2024-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der July 22, 2024-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS CHITRALEKHA GUJARATIAlle anzeigen
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
Chitralekha Gujarati

આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!

પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.

time-read
4 Minuten  |
September 23, 2024
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
Chitralekha Gujarati

કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!

પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.

time-read
4 Minuten  |
September 23, 2024
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
Chitralekha Gujarati

સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો

સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.

time-read
5 Minuten  |
September 23, 2024
મણિપુરને ફરી સળગવા ન દો.
Chitralekha Gujarati

મણિપુરને ફરી સળગવા ન દો.

શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.

time-read
5 Minuten  |
September 23, 2024
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે

time-read
1 min  |
September 23, 2024
કરપીણ, દયનીય, અમાનવીય
Chitralekha Gujarati

કરપીણ, દયનીય, અમાનવીય

ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.

time-read
2 Minuten  |
September 23, 2024
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
Chitralekha Gujarati

વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...

બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.

time-read
2 Minuten  |
September 16, 2024
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
Chitralekha Gujarati

બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે

‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.

time-read
3 Minuten  |
September 16, 2024
આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?
Chitralekha Gujarati

આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?

આપણી સહાનુભૂતિ અને આપણા પ્રત્યાઘાત વર્ગ, વર્ણ અને વાડાબંધીથી પર હોવાં જોઈએ.

time-read
3 Minuten  |
September 16, 2024
યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે
Chitralekha Gujarati

યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે

અનિયંત્રિત પેશાબની વ્યાધિ પાછળ વધતી ઉંમર સિવાય અન્ય કારણ પણ હોઈ શકે.

time-read
3 Minuten  |
September 16, 2024